STORYMIRROR

Krupali Chaklasiya

Inspirational

4  

Krupali Chaklasiya

Inspirational

એક સહારો

એક સહારો

4 mins
326

"હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ મને ડો. મહેરાને મળવા દો.. જો હું એમને નહીં મળું તો મારી જિંદગી મારાથી દૂર થઈ જશે." મનહર ભાઈ ડો મહેરાનાં આસિસ્ટન્ટ સામે હાથ જોડીને કરગરી રહ્યા હતા.

એક વખત કીધું ખબર નથી પડતી કે સર ઓપરેશન થિયેટરમાં છે અને આમેય તમારી પાસે અપોઈન્ટમેનટ નથી.. આટલું બોલીને તે ચાલ્યો જાય છે અને મનહર ભાઈ જમીન પર માથે હાથ દઈને બેસી જાય છે.

તે પોતાના અને તેની પત્ની સરિતાનાં ભૂતકાળનાં પળોને યાદ કરે છે અને તેને યાદ કરતાં કરતાં તેમની આંખમાંથી એક ટીપું તેમના ગાલ થકી જમીન પર પડે છે. બીજું ટીપું જેવું તેમની આંખમાંથી નીકળી ને જમીન તરફ જાય છે ત્યાં જ કોઈનો મજબૂત હાથ તે ટીપાંને પોતાના હાથમાં સમાવી લે છે. પણ પોતાની આંખમાં આવેલા આંસુ ને તે રોકી શક્તો નથી અને એક ટીપું સરકી ને મનહરભાઈનાં હાથ પર પડે છે. 

જેવું તે ટીપું તેમને સ્પર્શે છે કે તરતજ તેમની એ રડી રડીને લાલ થઈ ગયેલી આંખો ખોલે છે અને જુએ છે. તો ત્યાં સામે એક વ્હાઈટ કોટ, ગળે સ્ટેથોસકોપ, આંખે ચશ્માં અને મોં પર માસ્ક પહેરીને એક વ્યક્તિ તેના પગ પાસે બેઠો હોય છે અને તેની આંખોમાં પણ આંસુ હોય છે.

અરે ! આ શું કરો છો ? તમે મારા પગ પાસે કેમ બેઠાં છો ? આટલું બોલતાં મનહરભાઈની નજર તેના પર પડી અને તેને જોતાં એવું લાગ્યું કે તે આ હોસ્પિટલના ડોક્ટર હશે.

એટલે મનહરભાઈ એ પૂછ્યું," તમે આ હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યા છો ?" 

તેમના સવાલનાં જવાબ રૂપે તેણે " હા" માં માથું હલાવ્યું પણ તેની આંખોમાં હજુ પણ આંસુ હતાં. 

તેણે આંસુ લૂછતાં મનહરભાઈને પૂછ્યું, "કાકા તમે આમ માથે હાથ દઈને કેમ બેઠાં છો અને આ તમારી આંખોમાં આંસુ ?"

પછી મનહરભાઈ એ તેને બધી વાત કરી કે મારી પત્ની સરિતા ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને છાતીમાં પણ દુખાવો ઉપડ્યો એટલે હું તેને અહીં ડોક્ટર મહેરાને મળવા લાવ્યો છું પણ..

પણ... શું ? 

અહીં આવ્યો ત્યારે ડોક્ટર મહેરા ઓપરેશન થિયેટરમાં હતાં એટલે મેં તેમનાં આસિસ્ટન્ટ ને વાત કરી તો મારી પાસે અપોઈન્મેનટ ન હોવાથી તેમણે મને મળવા દેવાની ના પાડી અને કહ્યું કે અપોઈન્મેનટ વગર સર કોઈને નથી મળતાં.. આટલું બોલતાં મનહરભાઈની આંખમાં આવેલું એક ટીપું સરકી ને ફરી તેના હાથ પર પડ્યું.

માસી ક્યાં છે ? 

તેને જનરલ વોર્ડમાં દાખલ કરી છે પણ બેટા તું કોણ છે ? મનહરભાઈએ એક આશારૂપી નજરથી તેની સામે જોયું.

મનહરભાઈનાં પૂછવાથી તેણે પોતાના મોં પરથી માસ્ક હટાવ્યું પણ મનહરભાઈ હજુ તેની સામે એકીટશે જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે જાણે તે તેને પહેલેથી જાણતાં હતાં અને પછી અચાનક તેનાં ચહેરા પર એક હળવાં સ્મિત સાથે તે બોલ્યા.. અરે ! રવિ તું.. ? આટલાં વર્ષે તને જોયો, તું ક્યાં હતો આટલાં વર્ષ ? અને તું આ ડોક્ટરનાં કોટ માં ..? તેણે રવિને ગળે લગાવી લીધો.

બે મિનીટ પછી બંને છુટા પડ્યા અને રવિએ કહ્યું કે આ બધી વાત પછી પહેલા આપણે માસી પાસે જઈએ.

સરિતા બેનનાં બધા રિપોર્ટ કર્યા બાદ ખબર પડી કે તેમને હાર્ટ બ્લોકેજ થયું છે અને સર્જરી કરવી પડશે.

એટલે જ હું ડોક્ટર મહેરા ને મળવા માગતો હતો પણ..

એટલાં માં જ રવિએ ફોન કરી ને તેનાં આસિસ્ટન્ટને બોલાવ્યો. જેવો તેનો આસિસ્ટન્ટ અંદર આવ્યો કે રવિએ તેને મનહરભાઈની માફી માગવા કહ્યું અને કહ્યું કે આ મારાં પિતા સમાન છે એટલે આગળથી ધ્યાન રાખજો.

"પણ બેટા આ તો મહેરા સાહેબનાં આસિસ્ટન્ટ છે એટલે તું જ ડોક્ટર મહેરા છે ?" હા, કાકા કહીને તે મનહરભાઈને પગે લાગ્યો.

સરિતા બેનની સર્જરી સફળ રહી પછી રવિ એ મનહરભાઈ ને પૂછ્યું કે કાકા અંકુશ અને અનુ ક્યાં છે? તમે આમ એકલાં..?

અંકુશ તેનાં પરિવાર સાથે અલગ રહે છે અને અનુ લગ્ન પછી અમેરિકા ચાલી ગઈ.

અને તમે ?

હું અને સવિતા વૃધ્ધાશ્રમમાં રહીએ છીએ. એ બધું છોડને તું કહે કે તું આટલાં વર્ષ ક્યાં હતો.

હું ડોક્ટરનું ભણવા રશિયા ગયો હતો. તમને યાદ છે જ્યારે તમે પહેલી વખત અનાથ આશ્રમમાં આવ્યા હતા ત્યારે મેં તમને કહેલું કે હું મોટો થઈને એક હાર્ટ સર્જન બનવા માંગુ છું ત્યારે તમે મને પોતાનાં દીકરાની માફક આગળ વધવા માટે સપોર્ટ કર્યો હતો અને તમે મારાં ભણતરનો ખર્ચ ઉપાડ્યો હતો ત્યારે જ તમે મારાં દિલમાં એક પિતાનું સ્થાન લઈ લીધું હતું.

હવે તમારે ત્યાં આશ્રમમાં રહેવાની કોઈ જરૂર નથી. તમે તમારાં આ દીકરાને સેવા કરવાનું સૌભાગ્ય આપો.

પછી તેણે કોઈને ફોન કરી ને કહ્યું કે, "હું મારાં માતા પિતા ને લઈને આવું છું તું તૈયાર રહેજે."

રવિ મનહરભાઈ અને સરિતા બેનને લઈને ઘરે ગયો ત્યાં આસ્થાએ તેમનું દિલ ખોલીને સ્વાગત કર્યું અને બધા એક પરિવાર બનીને હળીમળીને ખુશીથી રહેવા લાગ્યા. 

હવે મનહરભાઈ અને સરિતા બેન ખુશીતની સાથે રમવામાં તેને લાડકોડથી ઉછેરવામાં, તેની સારી પરવરિશ કરવામાં લાગી ગયાં અને તેમને આમ ખુશ જોઈને રવિ અને આસ્થા પણ મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati story from Inspirational