STORYMIRROR

Krupali Chaklasiya

Others

2  

Krupali Chaklasiya

Others

કેટલાં અંશે સુરક્ષિત ?

કેટલાં અંશે સુરક્ષિત ?

2 mins
66

આજથી 6 વર્ષ પહેલાં ગાંધીજીની 150મી જન્મજયંતી પર સરકાર દ્વારા "સ્વરછતા અભિયાન" હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનનો ઉદેશ આપણી આસપાસની ગંદકીને સાફ કરવાનો છે. તે બહુ સારી વાત છે.

પણ શું ? માત્ર બાહ્ય સફાઈ જ જરૂરી છે ?

ના, માત્ર બાહ્ય સફાઈ કરવાથી તો આપણી આસપાસની ગંદકી દૂર થશે, આપણી શેરી, મહોલ્લો, શહેર સાફ થશે.

પણ જે ગંદકી આપણી અંદર રહેલી છે તેનું શું ?

આજે બળાત્કારના કેસ વધતા જાય છે અને આપણી માનસિકતા નાની થતી જાય છે. આજે પણ જ્યારે આવી ધટના બને છે ત્યારે તેનો બધો દોષ તે સ્ત્રી પર જ ઢોળવામાં આવે છે કે તેણે ગોઠણથી ઉપર કપડાં પહેર્યાં હશે, કે તેણે લિપસ્ટિક લગાવી હશે, તે આવાં સમયે ઘરની બહાર જ શું કામ ગઈ..

પણ આપણે ક્યારેય એમ કેમ નથી કહેતા છોકરાઓને કે જેવી તારી આ બહેન છે તેવી જ તારી એ બહેન છે જેમ તું તેનું રક્ષણ કરે છે તેમ તું તારી બધી બહેનોનું રક્ષણ કરજે..

જ્યારે વાત સાફ સફાઈની આવે છે ત્યારે આપણા સમાજમાં રહેલી આવી ગંદકીની સાથે સાથે આ સમાજનાં કુવિચારોને પણ સફાઈની જરૂર છે. જ્યાં સુધી આ સમાજ તેનાં વિચારોને નહીં બદલે ત્યાં સુધી આ સમાજ, આ દેશ ક્યારેય શિક્ષિત નહીં બને.

જેમ ગંદા મેલાં કપડાં પહેરવાથી વ્યક્તિ ને શરમ આવે છે તેમ આવાં ગંદાં અને મેલાં વિચારોમાં કેમ શરમ નથી આવતી ?

આ એજ ભૂમિ છે જ્યાં એક સ્ત્રીનાં માન સન્માનની રક્ષા કરવામાં આવે છે અને આ એજ ભૂમિ છે જ્યાં એક સ્ત્રી સાથે આવું દુષ્કૃત્ય આચરવામાં આવે છે.

આજે જ્યારે પણ આવી ધટના વિશે સાંભળવા મળે છે ત્યારે મને એક પ્રશ્ન થાય છે કે શું ? સાચે એક સ્ત્રી સુરક્ષિત છે ?!


Rate this content
Log in