Anami D

Drama

5.0  

Anami D

Drama

નેપથ્ય

નેપથ્ય

3 mins
452


સાંજના સમયે રાધિકા ફ્લેટ્સની 'C' બ્લોકના પાંચમાં માળે C/10 નંબરના ફ્લેટની બાલ્કનીમા રેશમી દોરાથી ગુંથેલા એક ખાસ પ્રકારના હિંડોળા પર બેઠેલી વિધિ એનું મનપસંદ પુસ્તક વાંચી રહી હતી.

બિપ્...બિપ્...બિપ્.... મોબાઇલમા મેસેજ આવી રહ્યાં હતા. વિધિએ સંદેશાઓની અવગણના કરી પરંતુ તેનું ધ્યાન તો ભટક્યુ જ હતું.

ફરી પાછું એ જ

બિપ્... બિપ્... બિપ્....

વિધિ ફોનનુ નેટ બંધ કરવા માટે ઊભી થઈ.

ફોન અંદર રૂમમાં બેડ પર પડ્યો હતો. વિધિ ફોન હાથમા લે છે ત્યાં જ 'પરી' નામની એની નવી જ બનેલી કોઈ ફેસબુક ફ્રેન્ડનો કોલ આવ્યો.

વિધિ એ કોલ કટ કર્યો. નોટિફિકેશન ચેક કરી. 'પરી'ના મેસેજિસ્ હતા.

"અર્જન્ટ છે..."

"જરૂરી કામ છે..."

"વાત કરવી છે..."

વિધિને આ પરી શંકાસ્પદ લાગી. આ કોઈ છોકરો પણ હોઈ શકે છે... કે પછી વિધાન પણ હોઈ શકે છે પણ એ આવી હરકતો થોડી કરે... આવા ફેક આઈડી બનાવીને મને હેરાન થોડી કરે.


ફરી એ જ 'પરી'નો કોલ આવ્યો. આ ફેસબુક મેસેન્જર એ કોલની સુવિધા આ લોકો માટે થોડી કરી છે. મનમાં બબડતા વિધિ એ કોલ રીસીવ કર્યો.

"હેલ્લો..."

"થેન્ક ગોડ તે કોલ રીસીવ કર્યો. તને ખબર છે કાલ રાતથી હું સતત તારા વિચારોમાં જ છું" વિધિ એ ફોન ઉપાડતા જ વિધાન બોલવા લાગ્યો.

"મારા વિશે આટલું બધું વિચારવાની તારે કોઈ જરુર નથી અને હવે હું તારું આ ફેક્ આઈડી પણ બ્લોક કરું છું."

"વિધિ આવું ન કરને યાર પ્લીઝ. મારી સાથે વાત કરને... અને તું મારું રીયલ એફ બી. આઈડી અનબ્લોક કર એટલે હું તને આ ફેક આઈડીમાથી મેસેજ કે કોલ નહીં કરું. તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું... તને ખબર છે વિધિ મેં તને કેટલી યાદ કરી છે.... ને તો તું સાવ ગાયબ જ થઈ ગઈ હતી. હું તારા ઘરે પણ ગયો'તો પણ તારા પેરેન્ટસે પોલીસ બોલાવી અને મને કંઈ જવાબ પણ ન આપ્યો" વિધાન મરણિયા પ્રયાસ કરવા લાગ્યો.


વિધિને પણ થયું આજે એકવાર વાત કરી લેશે તો શું થઈ જશે.

" સારું ચાલ બોલ... કેમ છે તું ?"

"તારા વગર તારો વિધાન કેમ હોય ?" વિધાન રડવા જેવો થઈ ગયો.

થોડી વારના મૌન પછી વિધિ એ વાતની શરુઆત કરી.

"બોલ બીજું... શું ચાલે છે આજકાલ શું કહે જિંદગી...!!?"

" એ જ તો પ્રોબ્લેમ છે વિધિ... છેલ્લા પાંચ વર્ષથી જિંદગી કંઈ કહેતી જ નથી. મૂંગી થઈ ગઈ છે સાલી..."

ફરી પાછી શાંતિ છવાય ગઈ.

"મારે તને મળવું છે વિધિ...." મૌન તોડતા અચાનક વિધાન બોલ્યો.

"એ શકય નથી" વિધિએ વાતને નકારી.

"વિધિ એક જ વાર પ્લીઝ પછી હું કયારેય તને મળવાનું નહીં કહું. એકવાર મળી લઈએ... તું કહીશ ને તો હું તને જોઇશ પણ નહીં. મારી આંખો બંધ કરી લઈશ. તું ઇચ્છે ને તો તું મારાથી દૂર ઉભી રહેજે. હું મારા કાન પણ બંધ કરી લઈશ. તને સાંભળીશ પણ નહીં... રસ્તાની એકબાજુ કારમા બેઠેલા વિધાને મોબાઈલને બાજુની સીટ પર ઘા કરતા પોતાના બંને હાથ કાન પર રાખી દીધા...

ફરી પાછું એ જ મૌન...

વિધાને ફોન હાથમાં લીધો અને કાને રાખ્યો... "વિધિ મને મળવા આવને યાર... હું જાણું છું તું સિંગલ છે. મેં તારું પ્રોફાઇલ જોયું છે."


" મને મળવાનું કહેતા પહેલાં તારે યાદ કરવું જોઈએ કે તું પરિણિત છે વિધાન. તને ભાન પડવી જોઈએ... અને હું સિંગલ છું એનો મતલબ એ બિલકુલ નથી કે હું કોઈના માટે અવેલેબલ્ છું..."

" એ તારે મને કહેવાની કોઈ જરૂર નથી વિધિ... ઓફિસેથી ઘરે જાઉં ત્યારે સાડા ત્રણ વર્ષની મારી દિકરી એની કાલીઘેલી ભાષામાં પપ્પા...પપ્પા... કરતી દોડતી મારી પાસે આવતી હોય છે. આખી આખી રાત હું મારી પત્ની સાથે ઉઘાડો સૂતો હોવ છું... શું મને યાદ નહીં હોય કે હું પરિણિત છું... અને એક દિકરીનો બાપ પણ છું "

" શબ્દો સંભાળીને વાપરવાનુ રાખ વિધાન..."

ડોરબેલ વાગી.

વિધિ એ આગળ કંઈ બોલ્યા વગર જ કોલ કટ કરી નાખ્યો.

ફર્સ્ટ ફ્લોર પર રહેતા માસીને ત્યાં સત્યનારાયણની કથામાં જવા માટે સામેવાળી છોકરી બોલાવવા આવી હતી.

" આવ... તું બેસ હું ચેંજ કરી લઉં"

વિધિ એ ફોન સ્વિચઓફ્ કરીને મૂકી દીધો.

                     * * * * *


વિધાને એક બે ફોન કર્યા પણ લાગ્યાં નહીં. ચાવી ઘુમાવી રેડિયો ઓન કર્યો અને કાર ઘર તરફ હાંકી મારી...

" તો આજે આપણા એક ચાહકમિત્ર એ એક સરસ મજાની કવિતા લખી મોકલી છે...

' આ રંગ બદલતા ચહેરાઓ

આ ઢંગ બદલતા મહોરાઓ...'

                                     - અનામી


Rate this content
Log in

Similar gujarati story from Drama