નારી તું નારાયણી
નારી તું નારાયણી
નવરાત્રી આવતાં જ સૌ માતાજીની પૂજા, અર્ચના કરી પુણ્યનું ભાથું કમાઈ લે છે. જો આપણે નવ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરતાં હોય તો નવ મહિના આપણને ગર્ભમાં રાખી આપણો ભાર ઉપાડનારી આપણી મા, જનની, જનેતાની પણ પૂજા કરવી જોઈએ. આપણી બહેન, ભાભી, મા કે કોઈપણ સ્ત્રી હોય તે પૂજનીય છે.
જગદીશ ભાઈ પંડિત શાસ્ત્રી હતાં. તેનાં ઘરમાં હંમેશા ધાર્મિક વાતાવરણ રહે. નવરાત્રી આવતાં જ તેઓ કુળદેવીની સ્થાપના, પૂજા કરતાં. સાથે નવે નવ દિવસ અનુષ્ઠાન, મંત્રોચ્ચાર પણ કરતાં. પણ તેઓ હંમેશા પોતાની પત્ની ને વાત વાતમાં ઉતારી પાડતાં, કોઈ જાતનું સન્માન આપતાં નહીં. જો બાહરી દેખાવ અને આડંબર કરીએ એ સાચી પૂજા નથી પણ હકીકતમાં આપણાં જીવનમાં આવનારી તમામ સ્ત્રીઓ મા, બહેન, ભાભી કે પત્નિ ગમે તે સ્વરૂપમાં હોય જ્યાં સુધી તેનું માન સન્માન નહી સાચવીએ તો બધી પૂજા વ્યર્થ છે.
તો આ નવરાત્રીમાં સંકલ્પ કરીએ કે આપણાં જીવનમાં આવનારી તમામ સ્ત્રીઓનું સન્માન કરીશું.
" નારી તું નારાયણી "
