Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

નારી- સર્વોપરિતા

નારી- સર્વોપરિતા

2 mins
402


હરીશ મનમાં પસ્તાઈ રહ્યો હતો પણ હવે ઘણુ મોડુ થઈ ગયું હતું. મીના ઘર છોડીને જતી રહી હતી એટલુ જ નહીં પરંતુ મીત અને મિતાલીને સાથે લઈને જતી રહી હતી.

એ પરણીને આવી ત્યારે હરીશે કહેલું કે,"મારા માબાપ ઘરડા છે અને એમને સહારાની જરૂર છે માટે તારે નોકરી તો છોડવી જ પડશે. જો એ વાત મંજૂર હોય તો જ મારી હા છે" મીનાએ પણ સહર્ષ હરીશની શરત મંજૂર રાખી હતી.

લગ્નબાદ એને સહજ રીતે ઘર સંભાળી લીધું હતું. સાસુસસરાની સેવા કરવી તથા સમય સમય પર ચા નાસ્તો જમવાનું તૈયાર રાખવું. ત્યારબાદ મીત અને મિતાલીનો જન્મ થયો તે પણ જોડકાં બાળકો. તો પણ મીના બધું જ સંભાળી લેતી. એટલું જ નહીં એના મોં એ હરીશે કયારેય ફરિયાદનો સૂર સાંભળ્યો ન હતો.

જયારે એની નોકરી છૂટી ગઈ ત્યારે પણ એ આશ્વાસન આપતી રહેતી હતી હું છું ને ! જયારે પૈસાની તૂટ પડતી ચાલુ થઈ ત્યારે એને કહ્યું કે હું નોકરી કરીશ. મે જયારે નોકરી છોડી ત્યારે મને કંપનીમાંથી કહેલું,"તમારે જયારે નોકરી કરવી હોય ત્યારે તમે અહીં આવી જજો. "

મીનાએ નોકરી ચાલુ કરી ત્યારે પણ સવારની રસોઈ, કચરાપોતા, કપડાં તથા બાળકોને તૈયાર કરીને જતી. કયારેક એને ઘેર આવતાં મોડું થતું તો હરીશ વહેમાતો. એમાંથી લડાઈ ઝગડા ચાલુ થઈ જતાં. જો કે હરીશ તો છોકરાંઓ રડે તો પણ અકળાઈ જતો. બપોરે ચા મૂકવી પડે તો પણ થાકી જતો. ત્યારે એના માબાપ કહેતાં,"હરીશ, તું મીનાનો તો વિચાર કર. એ ઘર સંભાળે,છોકરાં સંભાળે. ઓફિસમાં પણ સખત કામ કરે છે. છતાંય થાકતી નથી. કયારેક તો ઓફિસનું કામ ઘેર લઈને આવે તો મોડે સુધી કામ કરે તો પણ સવારે ઊઠીને કેટલી સ્ફૂર્તિથી કામ કરે છે ! સાચા અર્થમાં એ તારી અર્ધાગિની છે.

હરીશથી પત્નીની પ્રશંસા સહન થતી ન હતી. તેથી જ વારંવાર એના ચરિત્ર પર શંકા કરવા માંડ્યો. મનમાં પત્નીની ઈર્ષા કરતો થઈ ગયો હતો પોતે તો બેકાર હતો. સમાજમાં એવું કહેવાતું એ બેકાર છે એની પત્ની કમાય છે અને હરીશ ખાય છે. મીના ઘેર આવતી ત્યારે બાળકો મીનાને વળગી પડતાં.

ત્યારબાદ એનો અહમ ઘવાતો રહેતો હતો. એને વિચાર્યુ જ નહીં કે મીના વગર શું થશે ? એને મીનાને એના ચારિત્ર્ય પર શંકા લાવીને કાઢી મૂકી ત્યારે પણ મીના એટલું જ બોલી,"પતિ બેકાર હોય તો પત્ની એને ભરણપોષણની રકમ આપે છે. હું તમને નોકરી મળતાં સુધી ભરણપોષણ આપતી રહીશ.

સમય જતો ગયો તેમ તેમ હરીશ પણ વિચારતો હતો કે સ્ત્રીઓને કેટલી બધી શક્તિ ઈશ્વરે આપી છે. એ તો ઘરનું કામ જોઈને જ થાકી જાય છે. મીના કેવી સ્ત્રી છે કે એ કેટલાં મોરચે કામ કરે છે. જાણે કે એને ઈશ્વરે કેટલાય હાથ આપ્યા છે ! કદાચ એટલે જ માતાજીના અનેક હાથ બતાવવામાં આવે છે. ખરેખર નારી જ સર્વોપરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational