Dina Vachharajani

Inspirational

4.4  

Dina Vachharajani

Inspirational

ન ભૂલીએ

ન ભૂલીએ

1 min
255


આપણે ભારતવાસીયોએ તાળીઓ પાડી, થાળી અને અનેક વાદ્યો વગાડી ડોક્ટર, નર્સ અને સફાઇ કામદારોનો આભાર વ્યકત કર્યો. આ કોરોનાના કપરા કાળમાં જાનને જોખમે સૌની સેવા કરવા બદલ. આપણી સરકારે પણ પોતાની ક્ષમતા પૂરવાર કરી દીધી છે. ત્વરિત નિર્ણયો લઇ હર એક તબક્કે નાગરિકોની કાળજી લઇ,અનેક સુવિધા આપી ને વાયરસ ન ફેલાય એ માટે સતત પ્રયત્નશીલ છે. દેશ વિદેશમાં એની પ્રશંસા પણ થઈ રહી છે.

હંમેશની જેમ એક વર્ગ એવો છે જે મૂંગે મોઢે કર્તવ્ય બજાવે જાય છે. એ છે ગૃહિણીઓ. કોઈ કામવાળાની મદદ વગર રસોઈ, સફાઈ જેવાં કામો ચૂપચાપ કરે જાય છે. અત્યારે ઘરમાં જ રહેલા સભ્યો મૂડ પ્રમાણે મદદ કરે તો પણ અંતિમ જવાબદારી એની જ છે. સિમિત વસ્તુઓ સાથે, જરાય બગાડ ન થાય અને સૌની તબિયત પણ જળવાય એ રીતે ઘરમાં વ્યવસ્થા રાખતા તો એને જ આવડે!કોઈ એમની વાહ બોલાવે, આભાર વ્યક્ત કરે એ તો એ કયારેય ન વિચારે. પણ ઘરનાં સભ્યો પાસેથી સ્નેહ, સમજદારી અને સૌથી વધુ તો પોતાના આત્મસમ્માનના સ્વીકારની આશા તો જરૂર જ રાખે. એમની સાવ સાદી અપેક્ષા ન ભૂલાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational