Ishita Raithatha

Inspirational

4.6  

Ishita Raithatha

Inspirational

મયુરીનું આશકિરણ - ૧

મયુરીનું આશકિરણ - ૧

3 mins
200


      (અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાન કાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.)

     ૧૫ જાન્યુઆરીની સાંજ હતી, હજુતો બધાને મકરસંક્રાતિનો થાક ઉતર્યો પણ નહોતો, ત્યાંતો વરુણભાઈના ઘરે તો તેમની દીકરીના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. વરુણભાઈ નિવૃત્ત હતા, ઘણા વર્ષો તેમણે આપણાં દેશની સેવા કરી, વરુણભાઈ ખૂબ બહાદુર મિલીટ્રી ઑફિસર હતા. વરુણભાઈની દિકરી મયુરીના ૨૨ જાન્યુઆરીના લગ્ન છે.

      મયુરી ખુબજ શાંત, સુશીલ, સુંદર, હોંશિયાર, દયાળુ છોકરી હતી, હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતી, બીજાનો ફાયદો થાય એ કામ કોઈ પણ કેમ ના હોય, તે હંમેશા તૈયાર રહેતી. મયુરી એક મહેનતુ છોકરી હતી. મયુરી એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હતું, મયુરીને ઇન્ડિયાની સારામાંસારી કંપનીમાંથી ઘણી વાર નોકરી માટે બોલાવવામાં આવી છે, પરંતુ મયુરી રાજકોટમાં જ એક સારી કંપનીમાં અડધો દિવસની નોકરી કરતી.

      મયુરી અને તેની બીજી બહેનપણીઓ સાથે મળીને એક એન.જી.ઓ. ચલાવતી હતી, બધા અડધો દિવસ નોકરી કરતા અને પોતાનો બધો પગાર એન.જી.ઓ. માટે વાપરતા. બધી બહેનપણીમાંથી કોઈ ને કોઈ એન.જી.ઓ. પર હાજર રહેતું, વારાફરતી બધા ધ્યાન રાખતા. એ લોકોના એન.જી.ઓ. નું નામ આશાકિરણ હતું. મયુરી અને તેની બહેપણી છેલ્લા આઠ વર્ષથી આ એન.જી.ઓ ચલાવે છે.

       આશાકિરણમાં એ લોકો એવા લોકોની મદદ કરતા કે જે લોકોને કોઈનો સાથ ન હોઈ, શારીરિક કે માનસિક બીમારી હોય, દુનિયાના લોકોથી તરછોડાયેલા હોઈ, જે લોકોને ભીખ માગીને પેટ ભરવું પડતું હોય, આવા બાળકો, જુવાન કે વૃદ્ધ જે લોકોને જરૂર હોઈ અને કોઈ પણ મદદ ના કરે તો એવા લોકોની મદદ આશાકિરણ એન.જી. ઓ વાળા કરતા, એવા લોકોને એન.જી. ઓ માં લાવતા, ભણાવતા ગણાવતા, સારી રહેણીકરણી શિખવતા, પગભર કરતા, એ લોકોને અનુકૂળ આવે તેવી નોકરી પણ આપાવતા.

        ભીખારીને ભીખ માગતા જોઈને લોકો તેને તરછોડે છે અથવા તો બે પાંચ રૂપિયા આપીને ભગાડી દે છે, પરંતુ કાયમી મદદ કરવાનું કોઈ નથી વિચારતું. પરંતુ હા, મયુરી જેવા લોકોને આવો વિચાર પણ આવે છે ને મદદ પણ કરે છે. મયુરીને આ વિચાર આઠ વર્ષ પહેલાં આવ્યો, ત્યારે શું બન્યું તેના માટે આપડે આઠ વર્ષ પહેલાંની વાત કરીએ.

         આ વિચાર તેને ડિગ્રી મળી અને તે બધા મિત્રો સાથે બહાર ગઈ ત્યારે આવ્યો, ત્યારે બધા મિત્રો વાતો કરતા હતા કે, હવે આપને બધાને નોકરી ક્યાં શહેરમાં મળશે તેની ખબર નથી, આપણે પાછા ક્યારે મળીશું તેની પણ ખબર નથી.

        હજુ બધા વાતો કરતા હતા ત્યાં એક નાનકડી બાળકી આવી, તેના કપડા ફાટેલા, હાથ પગ પણ ખૂબ મેલા હતા, વાળ પણ ધુળું વાળા હતા. આ ત્રણચાર વર્ષની બાળકી પર મયુરી અને તેના મિત્રોને દયા આવે છે, ત્યારેતો એ લોકો તે બાળકીને વેફર અને બિસ્કીટ લઈ આપે છે, અને પછી બધા છૂટા પડે છે.

       પરંતુ મયુરી તો કંઇક અગલ હતી બધાથી, તે આખી રાત મયુરિને નીંદર ન આવી, તે વિચારતી જ રહી કે આટલી નાની બાળકીને બિચારીને રમવા અને ભણવા ના દિવસોમાં ભીખ માગવી પડે છે, વિચારમાં ને વિચારમાં સવાર થાય છે,લગભગ સવાર ના પાંચ વાગ્યા હતા, મયુરી તેની બીજી બહેનપણીઓ ને ફોન કરીને પોતાના ઘરે બોલાવે છે, બધા પૂછે છે કે શું થયું ? કેમ આટલી વહેલી સવારે બોલાવે છે ?

        મયુરી બધાને કહે છે કે તમે ઘરે આવો પછી વાત કરીએ, બધાને ચિંતા થવા લાગે છે કે મયુરી આટલી વહેલી સવારે શું કામેને ઘરે બોલાવતી હશે ?

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational