Ishita Raithatha

Inspirational

4.7  

Ishita Raithatha

Inspirational

મયુરીનું આશાકિરણ - 2

મયુરીનું આશાકિરણ - 2

2 mins
221


 "બધા મયુરીના ઘરે સવારે છ વાગ્યા સુધીમાં પહોંચી જાય છે, બધાના મોઢા પર થોડી ચિંતા હતી, માથા પર કરચલી હતી, આંખોમાં પ્રશ્નો હતા, આ બધાને જોઈને મયુરી બોલી, તમે બધા ચિંતા ના કરો,મને ખૂબ સારો વિચાર આવ્યો છે, આપણે બધા બીજે નોકરી કરીએ એના કરતા સાથે કામ કરીએ તો કેવી મજા આવશે."

     "બધાને વાત કંઈ ખાસ ના સમજાણી, એટલામાં મયુરી અંદરથી પેલી નાની બાળકીને લાવે છે. તે બાળકીને જોઈને બધી બહેનપણી વારાફરતી મયુરી પર પ્રશ્નોની રમજટ બોલાવે છે. મયુરી બધાને શાંત રહેવા કહે છે, અને કહેછે કે આ નાની બાળકીનું નામ સૂલુ છે. અને આપણે બધા આવા જરૂરિયાતવાળા લોકો માટે એન.જી.ઓ શરૂ કરીએ, અડધો દિવસ અહીં રાજકોટમાં જ નોકરી કરીએ અને તે પગાર આવે તેમાંથી આ એન.જી. ઓ ચલાવીએ."

     "પાંચ મિનિટ બધા વિચારવા લાગ્યા અને બધાએ મયુરીના આ વિચાર સાથે પોતાની સહમતી આપી. મયુરી અને સૂલુ ખૂબ ખુશ થઈ જાય છે. મયુરી તરત બધાને પોતાના કામ સમજાવે છે, વિભા તું તો ડૉક્ટર છે અને આપણાં બધામાં તું માણસોને સમજવામાં અને સમજાવવામાં વધારે હોંશિયાર છે, માટે તું આવ લોકોની માનસિકતા સમજીને તેની ટ્રીટમેન્ટ કરજે. આરોહી તે ફિઝીઓ કર્યું છે તો તું આવા લોકોને કંઈ પણ તકલીફ થાય તો તેને મદદ કરજે. અંજુ તે એમ.બી.એ કર્યું છે તો તું બધું મેનેજ કરજે, અને આશા તે એમ. કોમ કર્યું છે તો તું બધો હિસાબ સંભાળજે."

        "બધા ખૂબ ખુશ થઈ જાય છે આ સાંભળીને, અને મયુરી કહે છે કે હું આવા લોકોને ગોતીને એ લોકોને ખુશ રાખીશ અને સમાજમાં કેવીરીતે રહેવું તે શીખવીશ. પછી બધા છૂટા પડે છે ને પોતપોતાના ઘરે વાત કરે છે, બધા વાતને સહમતી આપે છે ને થોડી ઘણી રૂપિયાની મદદ પણ કરે છે. ઘણી મહેનત પછી બે મહિના પછી એન.જી. ઓ શરૂ કરે છે, તેનું નામ આશાકિરણ રાખે છે અને એન.જી. ઓ નું ઉદઘાટન પણ સૂલુના હાથે કરાવે છે, ઉદઘાટનમાં આવેલા બધા લોકો આશાકિરણ માટે પોતાની અનુકૂળતા મુજબ રૂપિયાથી મદદ કરે છે."

        "આમ, મયુરી અને તેની બહેનપણીઓ સાથે મળીને આવા જરૂરિયાત વાળા લોકોને ખૂબ લાગણીથી આશાકિરણમાં લાવે છે અને સેવા કરે છે, દુનિયાની સાથે ચાલતા શીખવી છે. આમ જોતજોતામાં આઠ વર્ષ થઈ જાય છે આશાકિરણને અને મયુરી અને તેની બહેનપણીઓ કુલ ૮૭ લોકોને સાજા કરે છે, ભણાવી ગણાવીને પગભર કરીને નોકરી અપાવે છે."

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational