Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

મૂંગા જીવ

મૂંગા જીવ

2 mins
172


થાણા શહેરનો વૈભવી વિસ્તાર, રસ્તાની બને બાજુ અદ્યતન મોટી દુકાનો આવેલી હતી. દરેક દુકાનોમાં મોંઘા વસ્ત્રો શોરૂમમાં સજાવેલા હતાં. એના પરથી નજર જલ્દી હટે નહીં એવી મનમોહક અને એકથી એક ચડિયાતી ડિઝાઇનવાળા વસ્ત્રો ટીંગાતાં હતાં.

મે મહિનાનો બપોરનો સમયહતો.સખત ગરમી પડી રહી હતી.રસ્તા પર અવરજવર બહુ ઓછી થઇ ગઈ હતી. બધી દુકાનોમાં AC મશીનો હાંફી હાંફીને ચાલી રહ્યા હતાં. દરેક દુકાનમાં યુનિફોર્મમાં સજ્જ સિક્યુરિટી ગાર્ડ ઉભેલા હતાં.  ગરમી બહુ સખત હોવાથી તેઓ થોડી થોડી વારે દુકાનમાં જઈ ઠંડી હવા ખાઈ પાછા પોતાની જગ્યા પર દરવાજાની બહાર ઉભા રહી જતા હતાં.

શોરૂમ બધા મોંઘા કપડાંના હતાં એટલે દુકાનો પણ એવી જ સરસ રીતે સજાવેલી હતી. તેવા સમયે રસ્તા પર એક કૂતરો આવતો દેખાયો, જે ખુબ રઘવાયો થઇ હાંફતો હાંફતો અહીં તહીં ફાંફા મારી કાંઈ શોધી રહ્યો હતો.  તે જ્યાં ત્યાં દોડતાં પોતાની શોધ ચાલુ રાખી, તેની જીભ બહાર લટકી આવી હતી. તેવામાં કુતરાની નજર અચાનક AC ના આઉટપાઇપ થી ટપકી રહેલા પાણી પર ગઈ. તે તરત દોડીને જમીન પર ઢોળાયેલ પાણીને જીભથી ચાટવા લાગ્યો. તેના જીવમાં શાંતિ વળી હોય તેવું જણાયું.પાઇપથી ટપકતું પાણીનું એક એક ટીપું મોઢામાં જીલવા લાગ્યો હતો.

થોડી રાહત થઇ ગઈ હતી છતાં પોતાની તરસ બુજાવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ જે દુકાનમાં ઠંડી હવા માણી રહ્યો હતો તેની નજર કુતરા પર પડી.એ દોડીને ઝટ કુતરાને ભગાડવા માટે બહાર આવ્યો પણ એક પગથિયો ચુકી જવા થી ધડામ કરી રસ્તા પર પડ્યો.

ગાર્ડના પડવાના અવાજથી કૂતરો ડરી ગયો. પડી રહેલા પાણીના ટીપાને જોતો જોતો દોડીને આગળ નીકળી ગયો. ગાર્ડ ધૂળ ખંખેરી પાછો દુકાનમાં આવી ગયો. દુકાનના કાઉન્ટર પર સ્ટીકરમાં વંચાતું હતું,

'જીવ દયા, પરમ ધર્મ'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational