ilaben Joshi

Inspirational

5.0  

ilaben Joshi

Inspirational

મુઠ્ઠી ઊંચેરો માનવ

મુઠ્ઠી ઊંચેરો માનવ

3 mins
682


પ્રોફેસર પ્રખર શાંત, સૌમ્ય, સુંદર, ગંભીર અને વળી અલગ જ વ્યક્તિત્વના સ્વામી હતા. તે પસાર થાય અને અછડતી નજર માત્ર ફેરવે તોય સામેવાળી વ્યક્તિ પોતાને ધન્ય સમજે અને નમન કરે એવું અનુપમ ઋષિવ્યક્તિત્વ હતું.  

આજની સભામાં તે વિશેષ અતિથિ હતા. પ્રો. પ્રખર આમ કયારેય ક્યાંય જતા નહી પણ અહીં આવવું તેમણે સહર્ષ સ્વીકારેલુ. મૌનનો મહિમા એ વિષય ઉપર દરેક પ્રવચનો પુરા થયા. છેલ્લે પ્રો. પ્રખરને બે શબ્દો કહેવા વિનંતી કરી.  

પ્રો. પ્રખરે પોતાના વકતવ્યમાં એક બાળકની વાત કરી. એક એવો બાળક જે સતત અને સતત બોલ્યાં જ કરતો. સાંભળનારા થાકી જાય પણ તે બોલતાં ન થાકે. શાળામાં પણ તેનું બોલવાનું અવિરત અને અવિરામ ચાલું જ હોય. ભણવામા હોશિયાર એટલે શિક્ષકો પણ સહન કરી લે.

 તેની શાળામાં એક નવા શિક્ષકા આવ્યાં. તેણે તેને પાઠ ભણાવવા પોતાનાં પિરિયડમાં હોઠ ઉપર આગળી રાખી ઊભા રહેવાની સજા કરી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, તે અકળાઈ ગયો. ઘરમાં તો તેનું તોફાન મારામારી અને તોડફોડ સુધી પહોંચી ગયું.

દાદા સમજી ગયાં. છોકરો કંઈક પરેશાન છે. ફોસલાવીને તેને એવા સ્થળે ફરવા લઈ ગયાં જયાં પુષ્કળ વૃક્ષો હતાં. દાદાએ કહ્યું. આ વૃક્ષો બોલે છે. તને સંભળાય છે ? મને તો સંભળાય છે. એમ કહી દાદાએ એક વૃક્ષને બથ ભરીને તેનાં થડ ઉપર કાન માંડ્યા. તે બાળકે પણ તેમ કર્યું. તેને મજા આવી. પછી તો નાના પક્ષીઓને સાંભળવાનો પ્રયાસ કર્યો. દાદાએ તે બાળકને શ્રોતા બનવાનો પાઠ ભણાવ્યો.

ઘરે આવતાં દાદાએ પૂછ્યું, બોલ બેટા, શું વાત છે ? મારો દીકરો કેમ પરેશાન છે ? તે બાળકે પોતાને મળેલી સજાની વાત કરી. બેટા ! આ તો આશીર્વાદ કહેવાય. તને ખબર છે. ગાંધીજી દર મંગળવારે મૌન રાખતાં હતાં. અરે ! તારી મોટીબેન શ્રાવણ માસમાં સોમવારે મૌન રાખતી હતી. તારી મમ્મી નવરાત્રિમાં મૌન રાખતી. મૌન તો સાધના છે. તેના અઢળક ફાયદાઓ છે.

એ બધું સાચું હોય તો પણ દાદા ! મને ચૂપ રહેતાં ખુબ તકલીફ થાય છે. મારા જ વિચારો હથોડાની જેમ મગજમાં અથડાયા કરે છે. ખૂબ શોરબકોર લાગે છે. મન ચકરાવે ચડી જાય છે. હંમ. . એમ વાત છે. સારુ ! બેટા ! ચાર દિવસ પછી રવિવારે પાછાં આપણે મળીએ ત્યારે વાત કરું.  

રવિવારે તે ઘણો શાંત હતો. ફરી તેઓ વૃક્ષ વનમાં ગયા. પછી તો તે બાળકે શાંતિને જીવનમાં વણી લીધી. વાણી શુધ્ધ અને સિધ્ધ થવી. ઊર્જા સંગ્રહિત થવી. મન અને મગજની કાર્યક્ષમતા વધવી અને આધ્યાત્મિક પ્રગતિ વગેરે દરેક ફાયદાઓ મેળવ્યાં. જે આપણે હમણાં જ પ્રવચનમાં સાંભળ્યા. મૌન એ ઉત્તમ સાધના છે. તે દાદાની વાત તેણે જીવી બતાવી.

તમને જણાવું કે તે બાળક આજ શાળાનો વિદ્યાર્થી હતો. આટલુ બોલી પ્રો. પ્રખરે થોડી વાર વાણીને વિરામ આપ્યો. કોણ હશે ? સભામાં બધા એકબીજાની સામે જોવા લાગ્યા. ધીરગંભીર અવાજે પ્રો. પ્રખર બોલ્યા. તે અવિરત વાણી બાળક આજે આપ સૌની સમક્ષ ઊભો છે.

દસ મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ ચાલું રહ્યો. બધા અહોભાવ અને આદર સહિત પ્રો. પ્રખરને નતમસ્તક જોઈ રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational