મુલાકાતનું એક વર્ષ
મુલાકાતનું એક વર્ષ
"આજે લખવું છે ઘણું આ પત્રમાં,
છે ટૂંકા શબ્દો અને લાગણીઓના પુર આ પત્રમાં,
ક્યાં અટકાવું આ કલમને, આવીને બતાવ તું આ પત્રમાંં,
ના કલમ થાકે, ના શબ્દો ખૂટે, આ છેલ્લા પત્રમાંં."
પ્રિય બકુ,
આઇ લવ યું...
ઘણા સમયથી તને પત્ર લખવાની ઇચ્છા હતી, પણ હિંમત જ નહોતી થતી. આજે આપણી છેલ્લી મુલાકાત થયાના એક વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે હું પત્ર દ્વારા તને ઘણું બધું કહેવા માંગુ છું...
આજે પણ હૂબહૂ મને યાદ છે જ્યારે આપણી છેલ્લી મુલાકાત હતી અને તેં મને કીધું હતું કે, "હવે ના આપણે એકબીજાને ફોન કરીશું, ના મુલાકાત કરીશું..." બસ આટલા શબ્દો મોં માંથી નીકળતા જ તારી આંખોમાંથી ધડધડ આંસુડાની ધારા વહેવા લાગેલી.
શરૂઆતના બે-ત્રણ દિવસ તો તારાથી મને ફોન થઈ જતો પરંતુ પછી આ ફોનની વાતો સપ્તાહ પર આવી ગઈ,અને અચાનક બંધ થઈ ગઈ...
ક્યારેક આ કવિ જ્યારે અેકલો અટૂલો બેઠો હોય તો તારી યાદો રૂપી પેલા ગુલાબના ફૂલની સુગંધથી તારો અહેસાસ કરીને રડી લઉં છું. પછી તને ફોન કરવાની ઇચ્છા થઈ પરંતુ પછી હ્રદય આગળ મન જીતી જતું એટલે વાતને માંડી લેતો...
ધીમે ધીમે દિવસો વિતતા ગયાં અને અંતે મુલાકાતનું એક વર્ષ લખાતું ગયું...
આજેય પણ તારા પ્રત્યેનો પ્રેમ આપણી પહેલી મુલાકાત જેવો જ જીવંત છે. જો બકુ તારી યાદોમાં ખોવાઇ જઉં તો રાતની સવાર થઈ જાય ખબર જ નથી પડતી.
આમ તો હું તને ભૂલ્યો જ નથી એટલે યાદ કરવાનો કોઇ પ્રશ્ન જ નથી, પરંતું લાગણી પર કાબુ નથી એટલે તને પત્ર રૂપી મેસેજ મોકલું છું બકુ...
કૈસે બતાયેં, ક્યું તુજકો ચાહેં,
યારા બતા ના પાયેં.
બાતેં યે દિલ કી, દેખો જો બાકી,
આકે તુજે સમજાયે...
તું જાને ના... તું જાને ના...
બકુ, આઈ લવ યુ,
આઈ લવ યુ સો મચ,
હંમેશા ખુશ રહે એવી ઇચ્છા...
તારો ને ફક્ત તારો જ
દર્શ ચૌધરી
