Vibhuti Desai

Inspirational Others

4  

Vibhuti Desai

Inspirational Others

મુજ‌ વીતી તુજ વીતશે

મુજ‌ વીતી તુજ વીતશે

2 mins
482


મનોજ એક કંપનીમાં નોકરી કરે અને શીલા એક શાળામાં નોકરી કરે. બંને એક જ બસનાં મુસાફરો.

બે વર્ષ રોજ સાથે આવન જાવનથી મનોજના દિલમાં શીલા નામનાં પ્રેમાંકુર ફૂટ્યાં. શીલા સીધી સાદી છોકરી, એને મનોજની પ્રેમ ભાષાનો ખ્યાલ નહીં. એ તો રોજના સહપ્રવાસી એટલે મનોજના સ્મિતનો જવાબ સ્મિતથી આપી બસમાં બેસી પુસ્તક વાંચ્યે રાખે.

એક દિવસ મનોજ સમય પહેલાં આવી બસસ્ટેન્ડ પર આવી શીલાની રાહ જોવા લાગ્યો. શીલા આવતાં જ તત્પરતાથી કહ્યું," મારે તમને કંઈક કહેવું છે, સાંજે તમારી શાળા પર મળું. "

આખો દિવસ શીલા અવઢવમાં ‌કે શું વાત હશે ! સાંજે મનોજે શીલા સમક્ષ પ્રેમનો એકરાર કર્યો. શીલાને પણ ભાવતું' તું અને વૈદે કીધું. મનોજનો પ્રસ્તાવ સાંભળતાં જ શરમાઈ ગઈ. આમ સ્મિતની આપ-લે લગ્ન જીવનની સફર બની.

શીલાની નણંદ કાવ્યા આખાબોલી, સૌની લાડકી એટલે જીદ્દી પણ ખરી. કશું જ કામ ન કરવું, ભાભી પર હુકમ ચલાવ્યે રાખે. ભાભીને શાળાનાં બાળકોની નોટ તપાસવાની હોય, પરીક્ષાનાં પેપર તપાસવાનાં હોય ત્યારે હેરાન કરી મૂકે છતાં પણ શીલા કંઈ જ ન બોલે.

શીલા રોજ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે નણંદ માટે ખાસ કહે," હે પ્રભુ, 'મુજ વીતી તુજ વીતશે ' અને 'વારા પછી વારો, મારા પછી તારો' એ સનાતન સત્ય છે, દરેકનો સમય આવે છે, તો હે પ્રભુ મારી તને વિનંતી છે કે, મારી નણંદ કાવ્યા બધાંની લાડલી છે. કોઈ એને શિખામણ આપતું નથી, બિલકુલ કેળવાઈ નથી તો તું એને માટે આ સનાતન સત્યનો અમલ ન કરતો. એ મને હેરાન કરે છે પરંતુ એને એવું સાસરૂં આપજે ‌જ્યાં બધાં એને માન સન્માન આપે, મારા જેવી દશા એની ના કરતો. "

એક દિવસ કાવ્યાને વિચાર આવ્યો કે ભાભી રોજ આટલો સમય ભગવાન આગળ પ્રાર્થના કરે છે, શું પ્રાર્થના કરે છે તે સાંભળું તો ખરી. પ્રાર્થના સાંભળતાં જ કાવ્યા સ્તબ્ધ ! 

મા પાસે દોડતી ગઈ અને રડતાં રડતાં કહેવા લાગી," મા, આપણે ભાભીને સમજવામાં ભૂલ કરી. આપણે ભાભીને હેરાન કરીએ અને ભાભી તો મારે માટે એવી પ્રાર્થના કરે કે મને સાસરામાં સુખ જ સુખ મળે, માન-સન્માન મળે. મા ખરેખર તો 'મુજ વીતી તુજ વીતશે'ને લાયક મારી વર્તણૂંક છે, ' જેવા સાથે તેવા' થવાને બદલે ભાભી, મારું સારું ઈચ્છે છે. હવેથી હું ભાભી સાથે ખૂબ પ્રેમથી રહીશ."

કાવ્યાનો હૃદયપલટો થયો અને ભાભી સાથે નાની બહેન બનીને રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational