મૃત્યુ સમીપે
મૃત્યુ સમીપે
એક એવી ભયાવહ પરિસ્થિતિ ! જાણે પ્રેમની વધુને વધુ ઝંખના ઉદ્ભવતી અને ક્યારેક ક્યારેક તનાવનું સજૅન કરતી. વેદનાનું ચિત્ર પૂરું જાણે કજલશ્યામ. આંતરમન અને બાહ્ય જીવનની પ્રતિકુળતાઓ વચ્ચે પણ ભીતરી ખમીરનું ખીલવું, એ જાણે સહુ કોઇ માટે પ્રેરકબળ સમાન બની રહેશે. શું ખરેખર બે વ્યક્તિના જીવનમાં આવું ભવ્ય પરિવર્તન શક્ય બની શકે ખરું ?
સુંદર મજાનાં સંગીતથી દારૂણ વેદનાને પણ અજબ શાતા મળતી. નિકટ આવી રહેલું મૃત્યુ “નિશા”ના સંવેદનપટ નર ઝંખનાઓ જગાવે છે. કહે છે,"બેસોને, આવી સરસ રાત છે આછો આછો અજવાસ છે, નિરવ શાંતિ છે ને એમાં આ ખડખડ પાંદડાંનો અવાજ પવનના સહવાસે જાણે મીઠું મધુરું સંગીત રેલાવે છે. હું શાંત છું. બસ આપણે આમ જ એકબીજાની પડખે કશું બોલ્યા વગર બેસી રહીએ. આજે હું તમને નવી રીતે અનુભવું છું.”
નિરવ બોલ્યા, “કઈ રીતે ? આજે તું આવું કેમ બોલે છે ?”
વધુ બોલતાં પહેલાં જ બાકીના શબ્દો જાણે અંદર જ ધરબાઇ ગયા. અને આજે ઘણા સમયે એકાંતમાં જૂની સ્મૃતિ ઓને જાણે વાચા ફૂટી ના હોય ! એમ નિરવ પોતાના હૈયાની વાતોને વાગોળતાં ગયા.
"તને ખબર છે ? તારી આંખોને ધારીને પહેલી વખત ક્યારે જોઈ હતી ? એ ભાવ ફરી તારી આંખોમાં જોવા માંગું છું. પણ આજે એવો જ ભાવ તારી આંખોમાં એ જ રૂપે હું નથી જોઈ શકતો. “
નિશા તરતજ બોલી કે, "હું એ વખતની. મારી આંખોને જોઈ શકતી. હોત તો ! એવો ભાવ જ્યારે તમે મારી આંખોમાં જોઈ શકોને ત્યારે પળનોય વિલંબ કર્યા વગર મને કહેજો. મારે જોવી છે એ મારી ભાવભરી. આંખો."
ને નિરવનો હાથ મારા માથા પર ફરવા લાગ્યોને એની આંખના ખૂણે પાણીનાં ટીપાં બાઝેલાં મેં જોયા ત્યાં જ આંખ લુછતાં બોલ્યાં, "આપણા લગ્નજીવનના આટલાં વર્ષો કેટલાં કટુતા ભર્યા હતાં.“
"ના ના, નિશા. બોલી. પણ એ કટુતાની પાછળ પણ કેટલી મધુરતા હતી ! જાણે પ્રેમના મીઠાં સરોવર ! “
તરતજ નિરવથી બોલી. જવાયું,"એટલે જ તો તને આ દરદ મળ્યું છે. મારા કારણે જ તું આજે આટલી પીડાય છે. કુદરતથી પણ જાણે તારું સુખ ના જીરવાયું !"
"અરે ! કુદરતની છોડો, પણ તમારાથી આ દુઃખ જીરવાશે કે નહીં ?” નિશાએ પુછી જ લીધું. વળી આગળ બોલી,"અરે, હું તો એવું જ ઈચ્છું છું કે તમે બધું જીરવો. મારું સુખને મારું દુઃખ પણ. તો જ મને આનંદ થશે. ગર્વ. થશે કે હું એક એવા પતિની પત્ની છું કે જે બધું જ જીરવી શકે છે."
અને આજે ખરેખર નિરવને નિશા પર ગર્વ થાય છે. પણ નિશા ક્યારેક ક્યારેક આકરી પણ બની જાય છે.ને બોલી ઊઠે છે, “તમે મને ઘણી સંતાપી છે. હવે તો શાંતિ લેવા દો ! તમારા પળેપળે બદલાતા મિજાજ સાથે મેં આટલાં વર્ષો કેવી રીતે કાઢ્યા, એ શું તમે નથી જાણતા ? હમ.. અને આજે હું એનું જ પરિણામ ભોગવું છું, અને એ મળેલી પીડાની અસહ્ય વેદનાને સહું છું.નિરવ શૂન્યમનસ્ક બનીને. એકીટશે મને જોઈ રહે છે. નિશા એકાએક જ ફરી પાછી બોલી ઊઠી,"હું હવે. જીવવા નથી માગતી. ”
"અરે નિશા ! આમ એકાએક મરવાનો વિચાર કેમ આવ્યો ?" નિરવ બોલી ઊઠ્યો.
"બસ હવે હું. કંટાળી ગઈ છું. નથી સહન થતી હવે આ પીડા. મને તો એમજ થાય છે કે ક્યાંક દૂર દૂર જઈને ટે્નમાંથી પડતું મૂકી દઉં ? રોડ ઊપર કોઇ ભારે વાહનની તળે કચડાઈ જાઉં ? દૂર દૂર જઈને દરિયાના વળતાં પાણીના વહેણમાં જળસમાધિ લઈ લઉં ? બસ થોડીક જ સેકંડોમાં શરીર શાંત ! અને આ અસહ્ય પીડાનો અંત ! “
આમેય એક દિવસ તો મરવું જ છેને ! તો આ વળી થોડું વહેલું ! થોડું અટકીને "હા મને યાદ છે કે હું જ હંમેશાં તમને કહેતી હતી કે મને એકલી નહીં મૂકતાં, છોડી નહીં દેતાં, પણ આજે હું તમને વિનંતી કરું છું કે મારું ગળું દબાવી દો. હું ચીસ પણ નહીં પાડું, તરફડિયાં પણ નહીં મારું, શાંત પડી રહીશ. પણ બસ હવે મરવું છે તમારા હાથે. "ને એક નિ:શબ્દ. નિશ્વાસના ખતાં. ., પણ "હેં, તમે મને કઈ રીતે મરવા દેશો ?“
"અરે ગાંડી ! હું. તને મરવા નહીં દઉં. મને જ્યારે એમ લાગશેને કે તું. મરી રહી છે તો તારી મૃત્યુની ઘડી આવશે એની પહેલાં. તો હું ચાલી નીકળીશ. તારી પહેલાં ! શું મૃત્યુ પાસે કોઇ સામે પગે ચાલીને ના જઈ શકે ? નિરવે કહ્યું.
"મૃત્યુ પાસે જવા માટેના પગ બીજા ના હોય. પણ હા નિરવ તમે ક્યારેય મૃત્યુની કુરૂપતા જોઈ છે ?"
"ના"કહેતાં નિરવ બોલ્યાં,"પણ મૃત્યુ તો હંમેશાં કુરૂપ જ હોયને ?
"મૃત્યુને આ દેહની સુંદરતા સાથે કોઈ જ સંબંધ નથી હોતો. એને તો જીવન સાથે સંબંધ હોય છે. તો જેને જીવન સાથે સંબંધ હોય એ કુરૂપ કેવીરીતે હોઈ શકે ? મૃત્યુ તો જીવન સાથે જોડાયેલું છે. એ ક્યારેય કુરૂપ ના હોય એમાં પણ સુંદર મૃત્યુનો અનુભવ છુપાયેલો હોય છે જાણે." નિશા બોલી.
"અરે વહાલી. ! તારો આ સુંદર ચહેરો જોઈને મને પણ એવું જ લાગે છે કે યમદૂતને પણ તારી પાસે પરાજય સ્વીકારવો જ પડશે. તુ ખૂબ લડી છે, દરેક. પીડા, ઘા, બઘું જ બહાદૂરીપૂવૅક ઝીલ્યું છે.ને આજે તારી સહનશીલતા, ધીરજ, તાકાતને જોઈને યમદૂતને પણ જાણે પોતાના પરાજય પર શરમ. આવશે. ”
મોં ફેરવીને નિરવ આંખને ખૂણેથી લૂછે છે. જાણે બધું ધુંધળું દેખાતું હતું.
અને મારાથી બોલાઈ ગયું, "અરે આ શું ? હું પણ તમારી આંખોને અનુભવું છું. એમાં મેં કાયમ દરિયો જ જોયો છે. આંસુનો ? યાતનાનો. ? અરે ના ના માત્ર સ્નેહનો ! અને એટલે જ તમારા સ્નેહસાગરનો ઘુઘવાટ હું આત્મશાત કરી શકી છું. એમાં. જરા પણ ઓટ નથી આવી.” અને મૃત્યુની આ ક્ષણે પતિના સ્પશૅની અદમ્ય ઈચ્છા મને થઈ આવી.
"જુઓ મૃત્યુ એ તો જન્મની એક ઘટના છે. એને પ્રેમથી ઊજવજો. “
"હવે મને પગરવ સંભળાય છે. ધીમે ધીમે મૃત્યુ જાણે નજીક દબાતે પગલે આવી રહ્યું છે. એક ધુંધળો આકાર હવે સ્પષ્ટ થાય છે. પ્રભુ મને પ્રેમે સ્વીકારજો !"
"ઓહહ નિશા ! મારી શક્તિ ! તારી સામે તો હજુ જો કેટલો મોટો પ્રકાશિત પંથ છે. સુંદરતાનું સરોવર જાણે. છલકે છેને એમાંથી. તારા સુવાસ ભારોભાર સચ્ચાઈ સાથે પ્રગટે છે."
"પિ્યે યે યે… નિરવને ડૂમો ભરાઈ ગયો. ભારે હૈયે નિશાના હાથને હાથમાં લઈને એની હથેળીમાં એક મીઠું મધુરું. ચુંબન કરે છે. કપાળ. ઊપર સ્નેહનું ચુંબન કરીને એની સેંથીમાં વહાલરૂપી સિંદૂર પૂરે છે. ને એક હળવું ડૂસકું લેવાઈ જાય છે એનાથી. અને નિશા એના નિરવનાં. આ સ્નેહ ભર્યાં સ્પશૅને પોતાની આંખોમાં, પોતાના હૈયામાં ભરી દે છે અને સદાયને માટે પોતાની આંખો બંધ કરી દે છે.
અને નિરવથી બોલાઈ જાય છે. "તમે. છોને રહેશો સદાયે સાથે એ જ "શ્રદ્ધા” અર્પણ આત્માનું આંસું, એ જ મુજ અંજલી. "

