STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Action

4  

Prashant Subhashchandra Salunke

Action

મર્દ

મર્દ

1 min
359

રાતના સમયે રેલ્વે સ્ટેશન પર ઉતરેલી સલોનીને જોઈને કેટલાક મવાલીઓ ગંદા ગંદા ઈશારા કરવા લાગ્યા. સલોનીએ ત્યાં ઉભેલા તરુણોને હાથ જોડી ગુંડાઓથી તેને બચાવી લેવાની આજીજી કરી. પરંતુ તે તરુણો તો ગુંડાઓના હાથમાં ચાકુ જોઈ ઊભી પૂંછડીએ નાઠા. આ જોઈ સલોની ખૂબ ગભરાઈ ગઈ.

એક ગુંડાએ આગળ આવીને સલોનીનો દુપટ્ટો પકડ્યો. સલોની ડરથી થરથર કંપવા માંડી. ગુંડો સલોનીનો દુપટ્ટો ખેંચવા જતો જ હતો ત્યાં એક ત્રાડ સંભળાઈ, “એ ઔરત પર ક્યાં દાદાગીરી દિખાતે હો ? હિંમત હૈ તો મુઝસે લડો !” સલોનીએ પાછળ વળીને જોયું તો સાડી પહેરેલ એ માનવઆકૃતિ તાબોટા પાડી ગુંડાઓને પડકારી રહી હતી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action