STORYMIRROR

Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

મોડું તો નથી થયું

મોડું તો નથી થયું

5 mins
347

"જો શ્રધ્ધા, તું ઈશ્વર પર શ્રધ્ધા રાખ. તારૂ નામ પણ શ્રધ્ધા છે. તું અખૂટ શ્રધ્ધાનો ભંડાર બનીને જિંદગી વીતાવ. આપણામાં તો કહેવાય છે કે જે થાય એ સારા માટે. જેને બિમારી આપી છે એ જ એનો ઈલાજ પણ આપશે. જે હિંમતથી પરિસ્થિતીનો સામનો નથી કરતું એ નિરાશામાં ડૂબી જાય છે. હું નથી ઈચ્છતો કે મારી પત્ની નિરાશામાં સરી પડે. જેને જિંદગીમાં પ્રેમ ના મળ્યો હોય એને નિરાશા આવે. આપણી જિંદગી તો પ્રેમથી છલોછલ ભરેલી છે" માહિમ એકી શ્વાસે પત્નીને કહી રહ્યો હતો.

"દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને બિમારી ના આવી હોય. રડવાથી કયારેય કોઈ મુશ્કેલીનું સમાધાન થતું નથી. "

"તમારી વાત સાચી છે પણ. . . "

"મારે તારી કોઈ વાત સાંભળવી નથી. નવરુ મગજ શેતાનનું ઘર બની જાય. " માહિમ પત્ની સામે જોઈને બોલ્યો.

"હવે તો હું નિવૃત્ત થઈ ગયો છું મારી પાસે તો સમયે સમય જ છે. તું લગ્ન વખતે કહેતી હતી કે મારે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ પર પી. એચ. ડી. કરવું હતું તો હવે કર. "

શ્રધ્ધા પતિ સામે જોઈ રહી. મનમાં થયું કે પતિ કેટલો પ્રેમાળ છે કે મનમાં દબાઈને રાખેલી વર્ષો પહેલાંની મારી અતૃપ્ત ઈચ્છા યાદ રાખી છે. કદાચ એને જ પ્રેમ કહેવાતો હશે ! પોતે તો કેટલી બધી નસીબદાર છે કે આટલો પ્રેમાળ પતિ મળ્યો ! લગ્નબાદ બીજા શહેરમાં જવાનુું થતાં એને અભ્યાસ છોડી દીધો હતો. સંસારમાં પડ્યા પછી એ પોતે પણ આ વાત ભૂલી ગઈ હતી.

"હવે એ શક્ય નથી. હું તો બધું જ ભૂલી ગઈ છું. થોડુ ઘણું તૈયાર કરેલું એ તો બધા કાગળિયા તો હું પિયરમાં મુકીને આવી છું. ત્યારબાદ તો મમ્મી પપ્પાના મૃત્યુબાદ ભાઈ ભાભીએ ઘર પણ વેચી દીધું. હા, ઘર વેચતાં પહેલાં મને પૂછેલું કે તમારા કાગળિયા પડ્યા છે એનું શું કરવાનું છે ત્યારે મેં કહેલું કે મારા પી. એચ. ડી. ના ગાઈડને પહોંચતાં કરજો જેથી કોઈ વિદ્યાર્થીને કામ લાગે. "

શ્રધ્ધા બોલતાં બોલતાં અટકીએ તકનો લાભ લઈને માહિમે કહ્યું,"વિષયોની કયારેય કમી હોતી નથી તું શાંતચિત્તે વિચારીશ તો તને નવો વિષય મળી જશે. હીરો વર્ષો સુધી પડી રહે તો કંઈ એની કિંમત ઓછી થતી નથી. ઘણીવાર તો મોંઘવારીની સાથે સાથે એની કિંમત વધતી જાય છે. હાલ તો તારી પાસે જિંદગીના ઘણાબધા અનુભવો છે. તું એમાંથી કોઈ પણ વિષય પસંદ કરજે. તારા દરેક કાર્યમાં મારો સાથ છે જ "

પરંતુ એના આંસુ અટકતાં જ ન હતાં. માહિમની ઘણી સમજાવટ છતાં પણ કંઈ પરિણામ આવતું ન હતું. માહિમ વિચારતો કે પત્નીને કઈ રીતે ખુશ રાખી શકાય ?

અચાનક જ એને વિચાર આવ્યો કે માથેરાન જેવી શાંત જગ્યા અને વાહનોની અવરજવર વગરની પર્યાવરણ વગરની કુદરતી સાંનિધ્ય વચ્ચે જાણે કે પ્રકૃતિના ખોળામાં હોય એવો અનુભવ થવાથી પત્નીની તબિયત અચુક સારી થઈ જશે.

બીજે જ દિવસે બંને જણાં માથેરાન જવા ઉપડી ગયા. માથેરાનમાં તો કોઈ વાહન જઈ જ ના શકે. ટેક્ષીસ્ટેન્ડથી પણ ત્રણ કિલોમીટર દૂર જવા માટે કયાં તો ઘોડા ઉપર જવું પડે અથવા તો મનુષ્ય મારફતે ચલાવાતી હાથ રિક્ષામાં. બિમારીમાં તો ઘોડા પર જવું શક્ય જ ન હતું. પરંતુ ગરીબ માણસ પાસે પોતાનો ભાર ખેંચાવામાં એને સંકોચ થતો હતો.

લગ્નના અમુક વર્ષો બાદ કેટલીયે વાતો વ્યક્તપણે એકબીજાને કહેવાની જરૂર નથી રહેતી.

માહિમ પત્નીના મનની વાત સમજી ગયો તેથી  માહિમ પત્ની પાસે આવી બોલ્યો,"શ્રધ્ધા,તું એવું વિચાર કે તારા બેસવાથી એ લોકોને આવક થશે આ પણ એમની કમાણીનું સાધન છે. તું હકારાત્મક વિચાર કર. જે વ્યક્તિ હકારાત્મક વિચારે છે એનાથી બિમારી દૂર ભાગે છે. મેં જાણીને આ જગ્યા પસંદ કરી છે.

શહેરના ઘોંઘાટથી દૂર,પેટ્રોલ ડીઝલના ઘુમાડાથી દૂર,હોર્નના અવાજ પણ નહીં આવું સુંદર અને રણિયામણું સ્થળ અને શુધ્ધ હવા તો માત્ર માથેરાનમાં જ મળે. "

શ્રધ્ધા વિચારતી હતી કે ખાડાટેકરા અને ઢોળાવવાળા રસ્તે બે વ્યક્તિ રિક્ષા ચલાવે અને પોતે બેસી રહે છે એક વ્યક્તિ આગળથી ધક્કો મારે અને બીજી વ્યક્તિ પાછળથી. પોતે તો ચાલતાં પણ થાકી જાય છે.

એ રાત્રે એ ઊંઘી ના શકી. મનમાં એક ખચકાટ હતો. માણસોએ ખેંચેલી રિક્ષામાંએ આવી. એ સાથે જ એના મનમાં એક સુંદર વિચાર વિચાર આવ્યો. સવારે એ પ્રફુલ્લિત ચિત્તે ઊઠી. પતિ સામે જોઈને બોલી કે ,"હું અહીંના રિક્ષાવાળાઓની જિંદગી પર જ નિબંધ તૈયાર કરીને પી. એચ. ડી. માટે થિસીસ તૈયાર કરવા માંગુ છું. હું એવી ઘણી વ્યક્તિને ઓળખું છું જે પી. એચ. ડી. ના ગાઈડ તરીકે નિમાયા છે. પણ આ ઉંમરે કોઈ શું કહે ?"

મેં રસ્તામાં જ એમની જિંદગી વિષે પૂછેલું એ લોકો અહીં મજૂરી કરી કમાણી કરે છે એમના કુટુંબના બધા ખેતીના વ્યવસાયમાં દૂરના ગામડે રહે છે. રસોઈ માટેની સામગ્રી સાત કિલોમીટર દૂરથી વાંકાચૂંકા રસ્તે માથે વજન મુકી ચાલતા આવે છે. એમના મોં પર થાક પણ વર્તાતો નથી. આટલી સખત મહેનત અને ઘરનાથી દૂર હોવા છતાં પણ ગીત લલકારતાં રહે છે. ખુશ રહેવાનું કોઈ એમની પાસેથી શીખે. નાના માણસો પણ આપણને જિંદગી હસીખુશીને જીવતાં શીખવાડે છે.

"શ્રધ્ધા આપણે આપણા માટે જીવીએ છીએ. લોકો માટે નહીં. તારી બિમારીમાં કોઈ કેટલા દિવસ મદદ કરશે ? શું આપણને ખુશ રહેવાનો અધિકાર નથી ?"

"પરંતુ એ માટે ઓનલાઈન એમની વેબ સાઈટ પર પેપર સબમિટ કરવા પડે. બધુ ટાઈપ કરાવવું પડે. મારાથી દોડાદોડ નહીં થાય. બીજું કે નવી ટેકનોલોજી પણ મને આવડતી નથી. ના. . . ના. . . હું કંઈ નહીં કરૂ. "

"પતિપત્નીના તન ભલે જુદા હોય મન એક જ હોવું જોઈએ. બંને એકબીજાના પૂરક છે.

તું લખવાનું ચાલુ કર હું પણ નવી ટેકનોલોજી શીખી લઈશ. બીજું કે તું લખજે બજારમાં જઈને હું તારી થિસીસ ટાઈપ કરાવી લાવીશ. કદાચ છે ને તું પ્રયત્ન કર્યા પછી પણ સફળ ના થાય કે પુરૂ ના કરી શકે તો શું ફેર પડવાનો છે !"

"માહિમ,તું મને મદદ કરીશ. તો બધા સગાસંબંધીઓ તો એવું જ કહેશે કે હું નિવૃત્ત પતિ પાસે કામ કરાવું છું એ તો એવું પણ કહેશે કે અમારા પતિ તો આવું કામ ના કરે. આ ઉંમરે આ બધું કરવાની શું જરૂર ? બીજું કે આ ઉંમરે તમેે દોડાદોડ કરીને થાકી જશો. "

શ્રધ્ધા, એકવાત યાદ રાખજે કે પોતાની પ્રિય વ્યક્તિનું કામ કરતાં કયારેય થાક ના લાગે. ખરેખર તો આ બધું કામ કરતાં મારી ઉંમર ઓછી થઈ જશે. હું મનથી પણ પ્રફુલ્લિત રહીશ. એ જ સાચો પ્રેમ કહેવાય. બીજી વાત કે જયારે મનથી એકબીજાનું કામ કરીએ ત્યારે જિંદગી જીવવા જેવી બને છે. આવા કામમાં તો ઈશ્વરના આશીર્વાદ આપણી જોડે હોય.

જો શ્રધ્ધા એકવાત યાદ રાખજે કે કોઈપણ ઉંમરે ભણવા માટે કયારેય મોડું નથી થતું. પતિપત્ની એકબીજાના પૂરક થઈને જીવે એ જિંદગી સુખમય સાબિત થાય બાકી મૃત્યુ બાદ એકબીજાના વખાણ કરો ત્યારે મોડું થયું કહેવાય. બાકી જિંદગીમાં હમેશ માટે નવું નવું શીખવામાં કયારેય મોડું નથી થતું. આપણે ખુશ હોઈએ તો સમાજની પરવા કરવાની જરૂર નથી. ખુશ રહેવા માટે અને સુખી થવા માટે કયારેય મોડું નથી થતું."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational