Bharat Thacker

Inspirational

4.5  

Bharat Thacker

Inspirational

મોઢાનો ભારી

મોઢાનો ભારી

2 mins
231


અરે! યાર. આ કોરોના એ તો લોહી પીધું છે. નમન મનોમન બબળ્યો. અઠવાડીયા થી ઘરમાં પુરાયેલ નમન જેવા ખુબ સક્રીય લોકો માટે સમય પાસ કરવું ખુબ અઘરું બનતું જતુ હતુ.

નવરા બેસેલા નમને વિચારીયું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ ભલે રાખીયે પણ આપણને સોશિયલી કનેક્ટેડ રહેવા માટે સોશિયલ મીડિયા અને મોબાઇલ તો હાથવગા છે. મોબાઇલ દ્વારા બધાના ખબરઅંતર પુછીને માનસીક અંતર ઘટાડવાની કોષિશ ચાલુ કરી નમને.

યાદી માં હવે નામ આવ્યું એના કોલેજના દોસ્ત મહકનું. નમન એને ‘મોની બાબા’નું ઉપનામ આપેલું. પ્રમાણમાં ઓછું બોલતો મહક દિલનો સાફ હતો. તેણેજ નમન ને કહ્યું હતું કે હું મોઢાનો ખુબ ભારી છું અને કાંઇ કહી નથી શકતો કે કાંઇ માંગી નથી શકતો. મહક પોતાના આ સ્વભાવને કારણે જ દર્શના પ્રત્યેની પોતાની કૂણી લાગણી, ખેંચાણ અને પ્રેમ વ્યકત કરી શકતો નહીં. આ કામ નમને બખુબી કરી આપ્યું અને મહક અને દર્શના ને એક કરી આપ્યા.

સમયની સાથે બધા અલગ થલગ થતા ગયા. મહક પોતાના પિતાની બિમારીને પહોંચી વળવા કમાણી કરવામાં ખુબ જ વ્યસ્ત રહેતો.

કેમ છો? મોની બાબા. ફોન લાગતા જ નમને મસ્તી શરુ કરી દિધી. પછી દર્શના, તેમના બાળક અને બાપુજી ની પૂછપરછ કરી. કોરોનાની તેમની જિંદગી ઉપર કેવી અસર છે તે અંગે પણ પૂછ્યું. ઓછા બોલા મહકે છેલ્લે એટલું કહ્યું કે ‘ઓર ભી ગમ હૈ જહાં મે, કોરોના કે સિવા.’ નમન ને નવાઇ લાગી કે મહક આવી ગર્ભીત વાતો કેમ કરે છે.

બે દિવસ રહીને મહક ઉપર નમનનો વોટ્સએપ મેસેજ આવ્યો. લખ્યું હતું કે અરે, યાર તું મોઢાનો ભારી છો પણ ક્યારેક તારી તકલીફ અમને કે તો કાંઇ ખબર પડે ને?

એનીહાઉ, જે વાત તું ન કરી શક્યો એ હું સમજી ગયો છું. બાપુજીની માંદગી પાછળ તું ખેંચાઇ ગયો છો અને ઉપરથી કોરોના વાઇરસ અને તેને સંલગ્ન સમસ્યાઓ. હાલે તારી આવક પણ બંધ છે અને તારા પૈસા પણ ખોટી રીતે રોકાઇ ગયા છે એટલે તું ખેંચ મા રહેતો હોઈશ. તું ચિંતા ન કર. તારા ગુગલ એકાઉન્ટ માં મે બે લાખ ટ્રાન્સફર કરી નાખ્યા છે. વધુ જરૂરિયાત હોય તો જરૂર થી જણાવજે. મહામારીમા પણ જો તું મોઢાનો ભારી રહીશ તો પછી મારું મોઢું પણ ફૂલી જશે, યાર થોડો ખુલ્લી ને જીવને.

મહક મનોમન શાયરી બનાવી રહ્યો હતોઃ

નથી વ્યકત કરી શકતો મનની લાગણી અને વાતો, મોઢાનો છું ભારી

વગર કહે સમજી જાય એવા આપ્યા છે દોસ્ત, ભગવાન હું છું તારો આભારી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational