મણીકર્ણેશ્વર મહાદેવ
મણીકર્ણેશ્વર મહાદેવ
મણીકર્ણેશ્વર મહાદેવ મંદિર મણીનગરમાં સૌથી જૂનું મંદિર છે.
મણીલાલ શેઠ હતાં એમણે મણીનગર વિસ્તાર વસાવ્યો હતો એમણે જ મહાદેવનું પવિત્ર મંદિર બંધાવ્યું હતું.
મણીલાલ શેઠે ૧૯૧૫ માં મણીપુર નામનો વિસ્તાર બનાવ્યો પછી એ મણીનગર નામે ઓળખાયું.
તા:- ૧ જાન્યુઆરી ૧૯૨૭ નાં રોજ મુંબઈ ગવર્નર રાઈટ ઓનરેબલ સર લેસ્લી વિલ્સન પી.સી.જી.સી.આઈ.ઈ તથા ઓનરેબલ દીવાન બહાદુર હરિલાલ દેસાઈભાઈ દેસાઈની ખાસ મદદથી મણીનગર રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું.
મણીલાલ શેઠે મણીનગરમાં ગાર્ડન પણ બનાવ્યાં..
મણીલાલ શેઠે જ મણીકર્ણેશ્વર મહાદેવ મંદિર બનાવ્યું અને શિવલિંગની સ્થાપના કરી.
મણીકર્ણેશ્વર મંદિરની ખાસિયત છે કે શિવરાત્રી એ શિવજીની પાલખી યાત્રા નિકળે છે અને મણીનગરની નગરયાત્રા કરે છે બેન્ડ વાજા સાથે..
શ્રાવણ માસમાં દર સોમવારે મંદિરનાં પૂજારી તાંડવનૃત્ય કરીને આરતી ઉતારે છે એ જોવા માટે મેદની ઉમટી પડે છે અને એ આરતી નિહાળવાનો એક અદ્ભુત લહાવો છે.. શિવરાત્રી અને શ્રાવણ માસમાં તો અલૌકિક પૂજા થાય છે. મંદિરમાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
લઘુરુદ્ર અને રુદ્રાભિષેક પણ થાય છે.
આ મંદિરમાં એકવાર દર્શન કરવાથી જાણે બાર જ્યોતિર્લિંગ દર્શન કર્યા હોય એવું લાગે છે.
મણીનગરમાં મણીકર્ણેશ્વર મહાદેવ ખુબ જ જાણીતું છે.
હર હર મહાદેવ.
