Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

મંજુબાનું રસોડું

મંજુબાનું રસોડું

3 mins
960


એક સવાલ ઉદભવે છે કે શું સેવા કરવાથી આપણી મનોકામના પૂરી થવાની છે ?

આ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા ?

મારાં મંતવ્ય મુજબ.

જો સેવા જેવું ઉત્તમ બીજું કશું જ નથી. સેવા થકી દરેક મનોકામનાઓ પુરી થઈ જતી હોય છે કારણકે આપવામાં જે મઝા છે એ લેવામાં નથી.

એટલે જ મંજુબા નું રસોડું ખુબજ જાણીતું અને માનીતું બન્યું છે.

 આ દુનિયામાં કોઈ પણ સમસ્યાઓ હોય પણ તેનો રસ્તો મંજુબા એ જેમ અન્નદાનથી ચાલું કર્યો એમજ દરેક વ્યક્તિ વિચારે તો ધરતી સ્વર્ગ બની જાય અને દુનિયામાં કોઈ દુઃખ કે તકલીફ પણ ન રહે.. ઈશ્વરે સૃષ્ટિ સર્જી ત્યારે જ માણસને અને દરેક જીવને કર્મ એવું ફળ એ સિધ્ધાંત અફળ છે એ નિયમો પર જ સૃષ્ટિની રચના કરી હતી.

અને બધાંજ જીવ સૃષ્ટિ ને સરખાં પ્રમાણમાં અન્ન પર હક્ક આપ્યો હતો પણ ઘણાં લોકો એ સંગ્રહખોરી કરી અને ડબલ કિંમતે વેચાય એવું કરતાં મોંઘવારી વધી ગઈ.

એ થકી ગરીબો ને અનાથ લોકોને ખાવાં નું નહીં મળતાં ભૂખે મરવાનો વારો આવ્યો ત્યારે એમની વ્હારે આ મંજુબાનું રસોડું આવે છે.

ઈશ્વરને આપણી પાસેથી કશુંજ નથી જોઈતું. ભગવાન તો ફકત આપવામાં જ સમજે છે.. 

એમજ મંજુબા પણ આપવામાં જ સમજે છે છતાંય ઘણાં લોકો એ સેવાયજ્ઞ માં યથાશક્તિ ફાળો આપે છે.

આપણી જિંદગીમાં સુખ-દુઃખ આવ્યા કરે છે. સર્જનહારે દરેક વસ્તુનું સર્જન કર્મની ગોઠવણ થકી કરી છે.

પણ મંજુબા જેવાં સેવાભાવી સંસ્થાઓ થકી જ આ ધરતી ટકી છે.

તેને માટે એક દાખલો મંજુબાનું રસોડું છે બધાંજ જાણતાં હશે. 

એક્વાર એક માણસ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા રસ્તામાં તે થાકી ગયો. તેને થયું કે લાવ થોડોક આરામ કરી લઉં. ત્યાં એક મોટું ઘટાદાર વડનું ઝાડ દેખાયું. તે વડના ઝાડ નીચે લાંબો થઈને સૂતો.

સૂતાં સૂતાં તેને વિચાર આવ્યો કે ઈશ્વરે પણ કમાલ કરી આવડાં મોટા વડનાં ઝાડ ઉપર સાવ નાનાં નાનાં ટેટા ઉગાડયા અને આવડાં મોટા તરબૂચને જમીન પર વેલા ઉપર ઉગાડયાં. તે મનોમન ઈશ્વની આ રચના ઉપર હસતો હતો. ત્યાંજ વડનાં ઝાડ ઉપરથી એક ટેટો તેના માથા ઉપર પડ્યો અને એ ઝબકી ગયો. તેને વિચાર આવ્યો કે ઈશ્વરે બધુંજ બરાબર કર્યું છે ટેટાની જગ્યાએ તરબૂચ આ ઝાડ ઉપર હોત તો ?

આ તો થઈ ભગવાનની રચનાની વાત, પરંતુ આપણે વાત હતી કર્મનાં સિદ્ધાંત અફળ છે અને એ પ્રમાણે જ આપણને એ ફળ આપીને છોડે છે.

એમજ આ મંજુબા નું રસોડું ચારેકોર છવાઈ ગયું છે આ એમનો સેવાયજ્ઞ છે એમને દિલથી હું સલામ કરું છું.

ધારોકે કોઈ વ્યક્તિ કર્મ ખોટાં કરે પણ ભક્તિ અને દાન પૂજન કરતાં હોય તો જે દિવસ પૂન્ય ઘટી જાય એટલે જે ખરાબ કર્મો કર્યા હોય એનું ફળ મળશે.

માનવી માનવતા થકી જ મહેંકે છે..

આપણે સારાં કર્મો કરીએ તો તેનું ફળ અવશ્ય સારું ને સુખમય આવશે તો એ સદાય રહેવાનું છે અને દુઃખ પણ જયારે આવશે તો એ પણ ચાલ્યું જવાનું છે. સમય હંમેશા પરિવર્તિત છે.. એટલે જ સારાં કર્મો કરતાં રહો. અન્ન દાન ધર્મથી મહાન કોઈ ધર્મ નથી.

ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તેનો આભાર માની પુણ્યનું ભાથું બાંધીએ.. જે આ લોક અને પરલોકમાં સાથે આવશે. આપણાં કર્મો ને સેવા થકી જ આપણી નામના થશે.. 

માટે જ સેવાયજ્ઞ ને સમજીને જિંદગી જીવીએ અને બીજાને જીવવા મોકો આપીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational