N.k. Trivedi

Drama

3.8  

N.k. Trivedi

Drama

મંગળસૂત્ર

મંગળસૂત્ર

3 mins
281


"ચીમન", ..."એય ચીમન"....

ચીમને અવાજ સાંભળ્યો, પણ અહીં રૂખી ક્યાંથી હોય મને ભ્રમ થયો લાગે છે પણ અવાજ તો રૂખીનો લાગે છે.

ફરી અવાજ આવ્યો, "ચીમન", ...."એય ચીમન"

હવે, ચીમને અવાજની દિશામાં જોયું તો દૂરથી રૂખી, ચીમનને બોલાવી રહી હતી. ચીમન, કેશુકાકાની દુકાને મંગળસૂત્રને નિરખતો ઊભો હતો. ચીમને રૂખીને પાસે બોલાવી, કેશુકાકા એ ચીમન સામે જોયું, "રૂખી તને આ મંગળસૂત્ર ગમે છે ને એટલે ચીમને મારી પાસે અનામત, થાપણ તરીકે રાખ્યું છે, અને મને તાકીદ કરી છે, કે તેને ચીમન સિવાય કોઈને વેચવાનું નથી". "હા, કાકા ચીમનનો વાયદો જરૂર પૂરો થશે."

ચીમન અને રૂખી નાનપણથી સાથે હતા, બંનેના ઘર પાસે પાસે અને એક શેરીમાં હતા, સાથે રમતા, સ્કૂલે પણ સાથે જતા, ગામડાની સ્કૂલમાં સહ-શિક્ષણ હતું, આમ તોફાન, મસ્તી કરતા કરતા યુવાનીમાં ક્યારે ડગ માંડી દીધા ખબર ન પડી, યુવાનીના ભાવો ઉપસવા લાગ્યા. એકબીજાને ગમવા લાગ્યા હતા, શરમ જેવી અનુભૂતિ સમજાવા લાગી હતી.

બંનેના ભાવ હવે બચપનના ભાવથી કઈક અલગ છે એમ બંનેને પ્રતીતિ થવા લાગી હતી, પણ ભાવો હજી અવ્યક્ત હતા, પણ મનમાં તો ઉથલ પાથલ શરૂ થઈ ગઈ હતી અને બંને અલગ અલગ જ્ઞાતિના હતા. તો પણ બંને એક બીજાને ન મળે તો અસ્વથ થઈ જતા હતા, આ યુવાઅવસ્થાની વિડબ્મણા હતી. પણ મનના ભાવ બંનેએ પારખી લીધા હતા.

સમય, સમયે તેનું કામ કર્યું, બંનેના ઘરમાં ખબર પડી, બંને કુટુંબને વાંધો નહોતો પણ જ્ઞાતી બાધ નડતો હતો, છોકરા સંયમી હતા એ સવાલ નહોતો પણ કોઈ રસ્તો મળતો નહોતો. વડીલો પણ મૂંઝવણમાં હતા.

ચીમનને આગળ અભ્યાસ માટે શહેર જવાનું થયું, ચીમને રૂખીને મળી ને કીધું, વડીલોની સંમતિ મળે ત્યાં સુધી તારી હું રાહ જોઈશ, રૂખી એ પણ એજ નિર્ણય આપ્યો. એમ બંને પ્રેમી એક બીજાને વચન આપી બંધાયા.

ચીમન અને રૂખીના માતા, પિતા એ બંનેને ઘણી વખત લગ્નના નિર્ણય માટે પુછી જોયું હતું પણ બંનેનો એકજ જવાબ હતો, અમારે તમારા આશીર્વાદ જોઈએ છે, ત્યાં સુધી અમે રાહ જોઈશું, બંનેનો અતૂટ અને શુદ્ધ પ્રેમ જોઈને જ્ઞાતિના વડીલો એ પણ આડકતરી સંમતિ આપી હતી, આ વાતની રૂખીને જાણ હતી, પણ ચીમન શહેરમાં હોવાથી એ આ વાતથી અજાણ હતો, ચીમનના માતા-પિતા એ પણ નિરાંતે જાણ કરશું એમ વિચારી જાણ નહોતી કરી, તેઓના મનમાં એવી ઈચ્છા હતી કે આ વાતની જાણ રૂખી, ચીમનને કરે.

રૂખીને ખબર પડી કે ચીમન ગામમાં આવ્યો છે, એટલે તલપાપડ થતી ચીમનને શોધતી હતી, એને ખબર હતી કે ચીમન ક્યાંય નહીં મળે તો તે કેશુકાકાની દુકાને મંગળસૂત્ર નિરખતો જરૂર મળશે, આ પહેલા પણ ચીમનને ઘણીવાર મંગળસૂત્ર નિરખતો જોયો હતો. રૂખીનો અંદાજો સાચો પડ્યો ચીમન કેશુકાકાની દુકાને મળી ગયો.

...................."કેમ, રૂખી આવી વાત કરે છે". કેશુકાકાને પણ વાતનો અંદાજો આવી ગયો હતો, "રૂખી ચીમનને તડપાવમાં, તું વાત કરે છે કે હું કરું", "ના" "કાકા હું વાત કરું છું", રૂખીએ બધી વાત કરી, ચીમન ખુશ, ખુશ થઈ ગયો, "કેશુકાકા આ તમારા આશીર્વાદનું પરિણામ છે, તમે મારી થાપણ સાચવી", "ના" "બેટા તમારો પ્રેમ મંગળસૂત્રમાં સાચવાયેલો હતો એ આજે ફળીભૂત થયો".


Rate this content
Log in

Similar gujarati story from Drama