મમત
મમત
મૃણાલ શહેરની સ્કૂલમાં ટીચર હતી અને તેનો પતિ, મિહિર પાણી ખાતામાં ઇરિગેશન અધિકારીના પદ ઉપર જોબ કરતો હતો. મિહિર સીધો હતો અને જાહેર બાંધકામ અને પાણી ખાતાના દૂષણોથી પર રહી પ્રમાણિક હતો. મૃણાલ અને મિહિર બંનેની સરસ નોકરીને લીધે તેઓની જિંદગી આરામથીનીકળી જાય એવું હતું. મિહિર ભલોભોળો અને ભણેલી પણ સીધીસાદી મૃણાલ બંનેને એકબીજા તરફથી કશી જ કનડગત ન હોવાથી સુખી હતા ! મૃણાલે હાઇસ્કૂલને ટૂંકા સમયમાં એવી નંબર વન બનાવી કે જ્યાં સેલીબ્રીટીના સંતાનો ભણવા અવવા લાગ્યા, બોર્ડની પરીક્ષા હોય કે બીજી કોઈ જિલ્લા સ્તરે પ્રતિયોગિતા, મૃણાલની હાઇસ્કૂલના વિદ્યાર્થીઑ મેદાન મારી અવ્વલ નબર લાવતા તેથી સ્કૂલના ટ્રસ્ટી મંડળે હાઇસ્કૂલનું સંચાલન મૃણાલને સોંપી પ્રિન્સિપલ બનાવી હતી,
સામાન્ય, કેસમાં બને એમ લગ્ન પછી, બે ત્રણવર્ષમાં એકાદ અને બીજા ત્રણેક વર્ષમાં બીજું, એમ મૃણાલ બે બાળકની માતા બની. મોટી દીકરી કુંજને દીકરો નાનો કહાન ! કોઈને અદેખાઈ આવે તેવી જિંદગી હતી મિહિર અને મૃણાલની !
પણ, મૃણાલના સાસુ સસરા ! ગજબના. બંને સાંઇઠીમાં હોવા છતા એ બન્નેને અરસપરસ તું-તું મેં-મેં ચાલતું જ હોય ! પરતું, જ્યારે મિહિર કે મૃણાલને કઈ કહેવાનું આવે તો, ખલાસ બંને એક થઈ ગોલા-બારૂદ સાથે હાજાર થઈ કુ-ભાગ ભજવે.
જેમ કે, એમને ગમે એવું પિક્ચર ટીવીમાં આવતું હોય તો, છાના છપ બેસીને જોવા લાગે ! પણ, ક્યારેક મૃણાલ કે મિહિર રાતે ટીવી જોવા બેસે તો એમ કહે કે, સમયસર સુઈ જવું જોઈએ. આ તમારા છોકરાઓનેય અસર થાય. તમને વહેલા સૂતા જુવે, તો વહેલા ઊઠવાની ટેવ પડેને. અને,મિહિર માવડિયો ચુપચાપ, એમની સૂચના મુજબ કરવા તૈયાર થઈ જાય. વળી એ બન્ને પોતે, ઈચ્છા થાય ત્યારે જુવે ખરા ત્યારે કોઈ વાંધો નહિ.
એવું જ, ખાવા પીવામાં. મૃણાલને બહાર જમવા જવાનું મન થાય..ત્યારે..સાસુની ટકોર હાજર જ હોય. અત્યારની પેઢીને બારે જ ખાવું. સાંજે નહીં કે માંદા પડાય. બહારનું તે બહારનું ઘર જેવી સોખ્ખાઈ થોડી હોય ? અને પોતાને મરજી થાય ત્યારે ફાફડા જલેબી કે વ્રત ઉપવાસમાં બફ વડા કે કેળાંવડા પણ આવી જાય.
આમ જુવો તો મૃણાલને તેમની ટક-ટક સામે જરા પણ વાંધો નહોતો,પરંતુ વાંધો, એમની માનસિકતા સામે હતો. તે, આ બાબતે મિહિર સાથે ચર્ચા કરે ત્યારે, મિહિર તરત બોલે, મુકને હવે. તેઓ વડીલ છે, છોડને ચાલ્યા કરે, તારે ઘસયુ છોલ્યું કરવું. મિહિત ન તો મૃણાલને સાંત્વન આવે કે ના કોઈ સુઝાવ આપે અને કદી એના મમ્મીપપ્પાને સમજાવે કે મૃણાલનું ઉપરાણું લઈ કોઈ વાર ટોકે. અને એવુજ કઈ પહેરવા ઓઢવા, બાબતે શરૂઆતમાં નેહા, સાડી કરતાં વધારે ડ્રેસ પહેરવાનું પસંદ કરતી, તો સાસુ મોકો ન ચુકતાં "સાડી તે સાડી.એના જેવું બીજું કાંઈ સારું ન લાગે. આ પંજાબી ડ્રેસ આપનો પહેરવેશ થોડી છે, તે મુસલમાન પહેરે.. તે લોકો જો તો ખરી, કેવા છે ? તેઓ કદી સાડી પહેરેછે ખરા ?
મૃણાલ, અત્યારના યુગની સ્વતંત્ર કમાણી કરતી વર્કિંગ વુમન હોઇ તે ન્યૂ ટ્રેન્ડ મુજબ, વેસ્ટર્ન સ્ટાઇલના કપડાં પહેરે તેમાં કોઈએ વાંધો શું કામ ઉઠાવે, તે મૃણાલની સમજની બહાર હતું, પરંતુ સમાધાન કરી વલણ ધરાવતી મૃણાલ હંમેશા વિવાદ ટાળતી. ક્યારેક મૃણાલ, સમસમી રહેતી, કે આતે કેવું ? કોઈવાર એને કાઈ બોલવા કે સમજાવવા જાય તો, સામેથી સાસુ- સાસરાના લોતીયા ખાવા પડે. "તમને જ, હોશિયાર અને તમનેજ બધી ખબર પડે ! અમે તો ગામડિયા. અમે જ ગમાર. શી આ સ્કૂલની નોકરી કરે છે તો તું બહુ સમજદાર થઈ હોય તેવી રાઇ ભરાઈ ગઈ છેને કાંઇ. બસ હવે તો જીભે દોરો દઇશું અમારે તો કાંઈ, બોલવુંજ નથી. આ વારેવારે અને અને હર વખતે જુદી જુદી થતી સામાન્ય લાગતી નોંક્ઝોકથી મૃણાલ માટે હવે આ, ત્રાસ રૂપ થઈ પડ્યો હતો !
આવે ટાણે, "સીધી વાત" કરી મૃણાલ, મિહિરને જો કઈ કહેવા જાય તો. મિહિર ? એજ..જૂની પુરાણી ઘીસીપીટ્ટી એક જ રેકોર્ડ..વગાડે.".. રહેવા..દે..ને..ચાલ્યા કરે. મૃણાલને ખરેખર, કંટાળો આવતો.
આમ ઉપર ઉપરથી જોવા જાય તો ખાસ કોઈ પ્રોબ્લેમ નહતો. આ તો રોજની રામાયણ. વાત કોઈ દમ નહીં પણ કચકચ.કચ..મોટી અને સતત રહેતી . પરંતુ એક દિવસ .નાની ચિનગારીએ, મોટી આગ પકડી...
વાત જાણે એમ હતી કે, અર્ધ વાર્ષિક પરીક્ષા હોઇ, મૃણાલે ફોસલાવી ફોસલાવીને કુંજ અને કહાનને ટીવી પાસેથી ઉઠાડીને ટીવી બંધ કરી, હજુ ખૂબ મગજમારી કરીને, બન્નેને સ્કૂલથી આપેલું વર્ક કરવા બેસાડ્યા અને મૃણાલના સાસુને ટીવી જોવું હતું પણ એ ચાલુ કરે એ પહેલાં જ બહારથી આવેલા, મૃણાલના સસરાએ, ઘરમાં પ્રવેશતાં વેંત જ, ટીવી ઓન કર્યું. હવે, મૃણાલે તો સહજતાથી કહી નાખ્યું, "આ બન્નેને માંડ માંડ બેસાડ્યા છે, માથે પરીક્ષા આવી રહી છે, તો હવે મહેરબાની કરીને ટીવી ચાલુ ન કરો." અને મૃણાલની આતલી અમથી "સીધી વાત"ના જવાબમાં, સાસુએ ખોટે-ખોટી લમણાઝીંક કરી અને. માંડ્યા જેમ આવે એમ બોલવા.
"હા, લ્યો ! કરો બંધ તારું ટીવી, મિહીરના બાપુ, હવે તો આપણે "વવ" ના ગુલામ એમને પૂછ્યા વિના અપણથી કઈજ ન કરાય. લો. તમારું ટીવી બંધ બસ. વહુબા તમે કહેશો એટલુંજ પાણી પીશું. ભણેલી અને નોકરિયાત વહુ લઈ આવવાની આ જ મોટી માથાકૂટ. વહુ ઉઠીને હવે આપણને જ દબાવે છે. નવાઈની કમાણી કરે એટલે પાવર તો હોય જને ? આપણે ન સમજ્યા.આપણે ગમાર.'
મૃણાલ, ભણેલ ગણેલ અને આત્મનિર્ભર, આજના જમાનાની "સીધી વાત" કરનારી સ્ત્રી હતી. એ સંસ્કારી પણ હતી. પરંતુ, ગમાર સાસુની, જીભ પર, આજે કંટ્રોલ ન રહ્યો. તે દિવસે મૃણાલના સાસુ અને સસરા એ મૃણાલને ન કહેવાના વેણ કહ્યા. મૃણાલની અત્યારસુધી કાબુમાં રાકેલું મગજ ગુમાવ્યું, કમાન છટકી.એણે, સામે સામુ સંભળાવી દીધું, એના સાસુ- સસરા જરાય ગાંજ્યા જાય તેમ ન્હોતા, એ રાડો પાડતાં જાય અને રડતાં પણ જાય. છેલ્લેનેહા બોલી, તમને કઈ કહેવું સમજાવવું તે " ભેંસ આગળ ભાગવત." જેવું છે.
મિહિરને તે સાંજે ઓફિસેથી ઘરે પાછા આવી ઘરમાં પગ મુક્તો જોઈને એની મમ્મીએ ઠૂંઠવો જ મુક્યો ."માથા ફરેલ વહુ મળી છે .. તારી બાયડી અમને ભેંસ જેવા ગણે છે." મિહિરે આવતાં પહેલા મૃણાલે તેણે કરેલા ફોનથી બીના જાની હતી, તેમ છતાં પોતાની માને આમ રોતી જોઈને, એનું મગજ છટક્યું. એણે ક્રોધના આવેશમાં રાડ પાડી.,મૃણાલ, બોલવા ચલવામાં વિવેક કેમ નથી રાખતી ? અને તેથી મૃણાલના ગુસ્સા પર, બળતામાં ઘી હોમાયું. એણે મિહિરને પણ સંભળાવી દીધું.,"શું તમેય, આ લોકોની ગાડીમાં બેસી ગયા ? મે તમને આવા ન્હોતા ધાર્યા."
એ સાથે જ મૃણાલના સસરા, મૃણાલ પર હાથ ઉગામવા ગયા. અને છોકરાઓ રાડારાડ કરવા લાગ્યા. મિહિર કે કોઈ કાંઈ સમજે એ પહેલાં, "તમાશાને તેડું ન હોય" એ ન્યાયે લોકો ભેગા થઈ તમાશો જોવા લાગ્યા, અને મૃણાલે તાત્કાલિક નિર્ણય કરી લીધો કે હવે પોતે આ ઘરમાં રહેવા નથી માંગતી. એણે મિહિરને, ચોખ્ખેચોખ્ખું કહી દીધું, "તારે, આવવું હોય તો ચાલ, મારી સાથે.. નહીંતર હું બન્ને છોકરાઓને લઈને જતી રહું છું."
મિહિર માટે મૃણાલનું આ જલદ પગલું એકદમ, અણધાર્યું હતું, તે હતપ્રભ બની ગયો. તેણે જ્યારે મૃણાલને સમજાવવા પેલી જૂની રેકોર્ડ્સ વગાડી. પરંતુ સમય અને સંજોગોના મારથી હવે, એ એટલી જૂની થઈ ગઈ હતી કે, એમાંથી કોઈ સૂર મૃણાલના કાને અથડાયા જ નહીં .
આખરે, મૃણાલ, હાઈકુલ ના ક્વાટરમાં જઇ, ખરેખર પોતાનું, જે સ્ત્રી ધન કહી શકાય, તેટલું લઈને, છોકરાઓ સાથે, જુદી રહેવા ચાલીનીકળી ! મિહિર, પોતાના માબાપનું એકમાત્ર સંતાન હોઈ, ક્યારેય એમને છોડી જુદું થવાની કલ્પના પણ કરેલી નહોતી. મિહિરે,જ્યારે મૃણાલને અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ, એના મમ્મી પપ્પા એ એને રોકતાં કહ્યું, "જવા દે એને ! પોતે નોકરી કરે એટલે પતિને ગુલામ સમજે છે. જવા દે. આમ વરસોથી ચાલતા સુખી સંસાર માં કોઇની "મમત"થી પૂરો મુકાયો.
મૃણાલે, આવેશમાં આવીને સ્વતંત્ર રહેવાનું પગલું, તો ભરી લીધું. તેને ખબર હતી, કે આ દુનિયામાં પોતાને કદાચ કોઈપણ પુરુષ બીજા પતિ તરીકે સહેલાઇથી મળી જશે પણ, પોતાના બાળકોનો પિતા ન મળે ! અને, એ મિહિર જ છે, જે પ્રેમાળ પિતા છે. એક ભવમાં બે ભવ નથી કરવા અને સૌ સારા વાના થસે, તેવી આ
શાએ પોતાની વિધવા ગંગાબાને તેડાવી નવો એકડો ઘૂંટવા મડયો. સ્કૂલની નોકરી અને તે પછી કોચિંગ ક્લાસ ખોલીને તનતોડ મહેનત કરી સેટલ થઈ ગઈ.
***
નાતાલની રજાઓ, અને વધારામાં રવિવારની સવાર હતી, મૃણાલને નાતાલનું વેકેશન ગમતું, કારણ કે સ્કૂલ-કામનું કોઈ ભારણ નહી. હાફ યરલી એક્ઝામની કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસનું ઓડિટ જેવી અગત્યની કાર્યવાહી પતેલી હોઇ, ઘણુખરું આ સમયના અવકાશમાં કામનું ભારણ નહિવત રહેતું. મૃણાલ તણાવમુક્ત ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં આજની સવારે ગરમા ગરમ કોફી અને ઢેબરાની લહેજત માણતી હતી, ત્યાં કોલબેલની રિંગ રણકી, તેની વિચાર્યું કે આતો રઘુ પટાવારો હશે અને સ્કૂલની ટપાલ આપવા આવ્યો હશે, તે મા લઈ લેશે, તેમ વિચારી તે સોફામાંથી ઊભી ના થઈ, થોડી વાર પછી ફરીથી બેલ રણક્યો, અને ગાંગબાનો અવાજ સાંભર્યો, બેટા મૃણાલ, જો તો કુમાર આવ્યા છે, મૃણાલ માટે આ ચોંકાવનાર ક્ષણ હતી, આજે મિહિરનું ઘર છોડે લગભગ છ એક વરસ થવા આવ્યા હતા, આ સમય દરમ્યાન કોઈ ફોન-પત્ર, કે કોઈ સામાજિક- બિનસમાજિક પ્રસંગમાં પણ મુલાકત નહોતી થઈ.
મૃણાલ શરૂઆતના દિવસોમાં વાર તહેવારે જ્યારે પણ શક્ય હોય, ત્યારે મિહિરને ભવતો મગસ કુરિયરથી મોકલતી, આવું કરવું તેણે ગમતું અને મયુર, જ્યારે તે ખાશે ત્યારે યાદ કરશે, તે વિચારે મનોમન ઘણા આનંદનો અનુભવ કરતી. પણ મિહિર તરફથી એકનોલેજ ના થતાં તેને આમ કરવું બંધ કરેલુ. અને, આજે આમ અચાનક મિહિર શું કામ આવ્યો ? મૃણાલના છાના ખૂણામાં ધરબાયેલી ઊર્મિઓ, ઉછાળા મારવા લાગી, પરંતુ ત્યાં મૃણાલના મગજે તેના દિલ ઉપર કબ્જો જમાવતા, આજે કુકરની સિટી વરાળનીકળે તે પહેલા દબાઈ ગઈ. તેણે જડપથી કોફીનો મગ પૂરો કર્યો, અને ઊભી થઈ, તેના બેડરૂમમાથી રસોડામાં જતાં જતાં મયુરને શુસ્ક નઝરે ફિક્કો આવકાર આપી રસોડામાં ઘૂસી ગઈ.
ગંગાબા મૃણાલના સ્વમાની સ્વભાવથી વાકેફ હતા, તે વિમાસણ હતા, કે શું કરવું ? મિહિરકુમારને કઈ થોડા તરછોડાય ? આખરે તો જમાઈ છે ? કેમ છે મારા વેવાણ, મારી યાદ આવજો,બેસો કુમાર, હું આવી ... કહેતા રસોડામાં ગયા, જોયું તો મૃણાલ માથે હાથ દઈ બેઠેલી હતી, ગંગાબાએ મૃણાલના વાંસે હાથ ફેરવ્યો અને બોલ્યા .. દીકરી .. હૃદયના તાર નાજુક હોય છે ! તેણે દિમાગથી નહીં દિલથી જાળવવાના હોય. અને તું તો શિક્ષક છે, શિક્ષક સમાજનો મોભ ગણાય, અને તેમાં પણ પછી તું એક સ્ત્રી છે, જે, કેળવણી અને આચરણ થકી, તેના આખાય કુળને તારવા ક્ષમતા ધરાવે છે, આપણે રહ્યા સ્ત્રીની જાત, જ્યારે સામે ચાલીને કુમાર આજે તારે આંગણે આવ્યા છે ત્યારે હું ફક્ત સીઘી વાતજ કરીશ, દીકરી મૃણાલ, અત્યારે "મમત" રાખવી તે આપણાં માટે હિતકારી નથી. જા વાળ સરખા કરી મોઢું ધોઈ, બેસ તેમની પાસે, જો તો ખરી ! શેને માટે આટલી વહેલી સવારે આપણી આજે યાદ આવી ? મૃણાલે એક નજર ગંગાબાની આંખોમાં પરોવી અને તેમની આજીજી ભરી નજર સામે તે વિવશ બની, બાને વળગી એક ડૂસકું લઈ ચહેરો ધોઈ, ચાંદલો કરીને પાણી અને પેશન ફુટ જ્યુસનો જગ, ચીઝ બાઇટ સ્ટીક, પાઈનેપલ, ચેરી, બ્લેક ઓલીવની આખી ટ્રે. લઈ ડાઈનીંગ ટેબલ પાસે પહોચી અને વિચારતી હતી કે મિહિરને કેવી રીતે બોલાવું.
"જ્યારે...જ્યારે જ્યારે દિલ કમજોર પડે ત્યારે મગજ માનવીના મન નો કબ્જો જમાવતું હોય છે." તેમ, આને મૃણાલના મગજે અસંયમિત હરકતના ભાગ રૂપે ડાયનીગ ટેબલ ઉપર અવાજ થાય તેમ ટેબલ મેટ અને ગ્લાસ ગોઠવાવનું ચાલુ કર્યું, અને આવજ સાંભળી મિહિર ત્યાં સામે ચાલી આવ્યો. યંત્રવત ફ્રૂટ ડિશ અને જ્યુસનો ગ્લાસ મિહિરને આપ્યો અને બંનેની નજરો ચાર વર્ષે મળતી હોય બનને બાજુએથી ખાળી રાખેલી લાગણીના બંધ તૂટી પડ્યા બંન્નેની સજળ આંખોએ વણ કહેલી લાગણી વ્યક્ત કરી, ત્યાં ગંગાબા આવ્યા અને બોલ્યા અરે હું તો ગરમા ગરમ લિલવાની કચોરી લઈને આવી અને તમે લોકોએ હજુ જ્યુસ પણ નથી પીધો. તંદ્રા તૂટતાં મયુર બોલ્યો, "હે મનું, છોકરાઓ ક્યાં ? મજામાંને ?" "હા તેઓ માજમાં છે પણ તેઓ ટેનિશ રમવા સ્કૂલની ક્લબમાં ગયા છે."
આજની અચાનક મિહિરની મૂક મુલાકાત નાસ્તો અને આ ડાયનીગ ટેબલે સીમિત રહી હતી. અને મૃણાલ તરફથી ઠંડા પ્રતીભાવથી મિહિર બેચેન હતો, વાતનો તંતુ આગળ વધતો નહતો, અને મિહિર બોલ્યો, "મૃણાલ આપણાં બઁક લૉકરની ચાવી તને ખબર છે તે ક્યાં રાખી છે ?
મૃણાલે કહ્યું, લૉકરની ચાવી બેન્કે આપેલી કીચેનમાં રાખેલી હતી અને તે આપણાં કબાટના ડ્રોવરમાં ચાવીઓના ડબ્બામાં રાખેલી હતી, સિવાય કે, તે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ મુકી હોય ? ઓકે, મે જગ્યા બદલી નથી, થેન્ક યૂ મૃણાલ, મારી મોટી ચિંતા દૂર થઈ. મારે લૉકર માથી ડોક્યુમેંટ્સ કાઢવાના હતા. ચાલ હું, ફરી કબાટમાં જોઈ તે મેળવી લઇશ.
ઘડિયાળના અવિરત ચાલતા કાંટાની વચ્ચે સીમિત વાતોને લઈ, આખરે મિહિરને તેની મુલાકાત ટૂંકાવી પડી હોય તેમ, તેમ મૃણાલને કહ્યું ગંગાબાને રીગાર્ડ્સ કહેજે, ચલ હું નિકળું છું, ખ્યાલ રાખજે, અને કામ હોય તો જણાવજે.
મિહિર ધીમા પગલે દરવાજે પહોચ્યો બુટ પહેરવાનીચો નમ્યો. ત્યાં તેના શર્ટના ઉપલા ખિસ્સામાથી સેંટરલ બઁકની તે પીત્તળની કીચેન સાથે લૉકરની ચાવી નીકળીને નીચે પડી. ગુલાબી સવારની નીરવતામાં ચાવી અને કિચેનના ફર્શ ઉપર પડવાથી મધુર ઘંટડી જેવો અવાજ આવ્યો મૃણાલ અને મિહિરની નજરો સીધી મળી, મૃણાલે નીચા નમી .ચાવી ઉપાડી. મૃણાલે આ તકનો યોગ્ય ઉપયોગ કર્યો. ખૂબ ચીવટથી, અને એકદમ નોર્મલ બિહેવ કરીને, કશુજ બન્યું ના હોય તેમ મરયુરના ખિસ્સામાં મૂકી, મૃણાલને અહેસાસ થયો કે મિહિર આજે પણ ભારોભાર લાગણી ધરાવે છે. એક પ્રેમાળ, પતિ અને પિતા, એક ફરજપસ્ત પુત્ર પર, ઉપરવટ થઈ, તે આજે મૃણાલ સુધી, એકલો મૃણાલને મળવા આવી પહોંચ્યો હતો. એનું હૈયું, ધબકી રહ્યું, અને તે સભાન હતી કે મિહિરે અંહી તેને મળવા આવવા માટે ચાવીનું ખોટું બહાનું બનાવેલ હતું અને તેના જૂઠની પોતે નોધ લીધી હતી. મૃણાલે કોઈ જ, મહેણાં ટોણા બોલ્યા વગર, સમજદાર પત્નીનો રોલ ચતુરાઈથી અદા કર્યો.
મિહિરે, કહ્યું, "કોઈ કામ હોય તો કહેજે હું જાવ છું." ત્યારે, મૃણાલે, આંખોથી પતિને જવાની પરવાનગી આપતાં આપતાં. સહજ રીતે ખૂબ પ્રેમથી, પોતાના પતિની નજરમાં નજર પરોવી, એવા વિશ્વાસથી, કે .. એના પતિને, પોતાનો આ પ્રેમ ફરી જરૂર ખેંચી લાવે.
મિહિર, આજે આટલે વરસે "મમત" છોડી મૃણાલને આંગણે ઊભેલો હતો. હવે તેને મનમાં ડર લાગતો હતો, મૃણાલ કઈ કહેશે તો ? દ્રઢ મનોબળ રાખી, પહેલ કરી આવડું મોટું કદમ ઉપાડ્યું, ત્યારે એ અપમાનિત થઈ મુલાકાતની મધુર યાદને બગાડવા નહતો માગતો, અને ખુદ ઇચ્છતો હતો કે મૃણાલ વધારે કઈ બોલે, કે એની સાથે આવે મૃણાલે, મિહિરને બુટની દોરી બાંધવામાં મદદ કરી ત્યારે મિહિરે આભારવશ નજરે, મૃણાલને ઊભી કરી પીઠ પર પ્રેમપૂર્વક હાથ પસવાર્યો.
ત્યારે મૃણાલે ભાવવિભોર બની અને તેણે પણ મિહિરને પ્યારની હુંફ આપી વિદાય કરવા હાથ જોડ્યા, ત્યાં રસોડામાંથી ગંગાબા આવ્યા અને બોલ્યા, "કુમાર લો આ તાજો તમને ભવતો મગસ બનવ્યોછે તે તમે ખાજો, અને મારી યાદ તમારા મમ્મી પપ્પાને આપજો."
ગંગાબાના હાથમા રહેલો ડબ્બો લઈ, મૃણાલ મિહિરને વળવા સોસાયટીના નાકે આવી. અને જુવે છે તો ગાડીમાં પાછલી સીટમાં મિહિરના મમ્મી-પપ્પા હતા, મૃણાલને જોતાં તે બંને વડીલોની "મમત" હવે "મમતા" બની બારે ખાંગાં થઈ મૃણાલ ઉપર વરસી પડી.
" મૃણાલ વહુ તમે અમારા ઘરનું ઘરેણું છો. અમને માફ કર, તારા અમે ગુનેગાર છીએ."
ત્યારે ગંગાબા બોલ્યા, "છોકરાઓને ધમકાવવાનો તમારો હક છે. ના વેવાણ ના તમે વડીલ છો અને
"સ્નેહનાં હેતને કોઈ પારખા નહીં, વરસતી વાદળીને તર્ક નહીં,
વાયરો ઉડાવે પાંદડા જ્યારે, લીલા-પીળાનો કોઈ ફર્ક નહીં.
દિલના હેતાળ હીંડોળે જ્યારે, ઝૂલો ગમ્મત ગેલથી,
ત્યારે .. કેમ ?હવે, શું કામ ? તે વિચારવાનોકોઈ અર્થ નહીં."
તેમ કહેતા વેવાણ અને વેવાઈને ઘરમાં દોરી જતાં હતા ત્યારે. મમતને કોરાણે મૂકી મૃણાલ અને મિહિર, ક્લબમાં ટેનિસ રમવા ગયેલા કુંજને કહાનને લેવા જતાં હતા.