End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Dina Vachharajani

Inspirational


4  

Dina Vachharajani

Inspirational


મમ્મી ખોવાઈ....!!

મમ્મી ખોવાઈ....!!

3 mins 20 3 mins 20

ક્યારનો બાલ્કનીમાં ઊભેલો પિન્કુ રડમસ ચહેરે અને સાવ ઢીલી ચાલે ઘરમાં આવી ટીવી પર ન્યૂસ જોઇ રહેલાં મિહાર ને હલબલાવતાં બોલ્યો " ડેડી, મમ્મી તો પાછી ખોવાઇ ગઇ....." આટલું બોલતાં તો એ રીતસર રડી જ પડ્યો. એક ક્ષણ તો મિહાર ને કશું સમજાયું નહીં. પણ બીજી ક્ષણે એના મગજમાં કશોક ઝબકારો થયો અને એ પિન્કુને ઉંચકી લેતાં બોલ્યો " એમ કંઇ મમ્મી થોડી ખોવાય? ચાલ હું પણ તને શોધવામાં મદદ કરું..."

મિહાર આજે જ પિન્કુને વેરાવળ પાસે એક નાના ગામમાં આવેલ એની નાની ને ઘરેથી લઇ આવેલો. છેલ્લાં ત્રણેક મહીનાથી પિન્કુ ત્યાં જ હતો. છ મહિના પહેલાં જ પિન્કુની મમ્મી સ્વાતિનું અવસાન થતાં નાની અહીં જ હતાં. પણ પછી નાનાં પિન્કુને લઇ પોતાને ગામ ગયેલાં. જે આમ તો હવે ટચૂકડા શહેરનો જ ભાગ ગણાતું હતું. મમ્મીને મિસ કરતાં પિન્કુને ખુશ રાખવા નાની રોજ મોડી સાંજે તેને અગાસીમાં લઇ જતાં, ને ગામનાં પ્રદૂષણ રહિત સ્વચ્છ વાતાવરણમાં નિરભ્ર આકાશમાં ચમકતાં ચાંદા ને ટમટમતાં અનેક તારલાઓ બતાવતાં પિન્કુને કહેતાં "મમ્મી તો ચાંદામામા ના સુંદર દેશમાં ગઇ છે. ત્યાંથી એ રોજ પિન્કુને જુએ છે." અને પછી એકાદા ચમકતાં તારાને બતાવી કહેતાં.." જો ....પેલી તારી મમ્મી છે ...તને જોઇ કેવી હસે છે !..." ને પછી તો એ નાનું બાળ રોજ પોતે જ ટમટમતાં તારલીયાઓમાંથી પોતાની 'મમ્મી ' ને શોધી ખુશ રહેતું !!....

આજે મેગાસીટીનાં પોતાના ઘરની બાલ્કનીમાંથી એ ક્યારનો મમ્મીને આકાશમાં શોધી રહ્યો હતો. પણ મોટી ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીઓમાંથી ઉત્પન્ન થતાં ઝેરી વાયુ, અસંખ્ય વાહનોનાં પેટ્રોલ -ડીઝલનો ધૂમાડો...અસંખ્ય ઓફિસ ને ઘરોમાં સતત ચાલુ રહેતા એરકન્ડીશનર મશીનમાંથી ફેંકાતો ઝેરી ગેસ.....આખા શહેરનાં પ્લાસ્ટીકીયા કચરાનાં નિકાલ માટે એને બાળતાં, નીકળતા ધૂમાડાંથી પ્રદૂષિત હવામાં .. ધરતી ને આકાશની વચ્ચે રચાયેલાં આ ગાઢા -ઝેરી વાયુના ધુમ્મસ ભર્યાં વાતાવરણમાં ---માણસ જાતને જ્યાં મુક્ત પણે શ્વાસ લેવો જ નસીબ ન હોય !! ત્યાં તારલા મઢ્યું આકાશ દેખાય એ તો ,અશક્ય જ!!!......

પોતાની મમ્મી માટે વલવલતાં દિકરાની ખુશી માટે મિહાર, પિન્કુને ઉંચકી બાલ્કનીમાં આવ્યો....ઘણાં પ્રયત્ન પછી પણ એક તારો પણ ન દેખાતાં બંને ઉદાસ થઇ ગયાં, જાણે સ્વાતિને ફરી એકવાર ગુમાવી દીધી....!!!

પિન્કુનો ઉદાસ ચહેરો જોઈ મિહાર વિચારતો ....આ બચ્ચાં ને હું એની 'માં 'તો પાછી ન આપી શકું ....મમ્મીને તારલિયામાં જોઇ એને થતી ખુશીની અનુભૂતિ તો હું જરુર આપી શકું!!.....સ્વાતિની ફેફસાંની બિમારી કદાચ આ હવાનાં પ્રદૂષણ ને કારણે જ હતી....હવે મારે મારા દિકરાના સ્વાસ્થ્ય માટે પણ આ શહેર છોડવું જ રહ્યું. એને થયું શહેર છોડી -આ દેશ છોડી પરદેશ સ્થાઇ થતી યુવા પેઢીને ફક્ત પૈસાનું આકર્ષણ જ નથી હોતું...,આસપાસ ભરપૂર વૃક્ષાચ્છાદિત વાતાવરણને કારણે મળતી શુધ્ધ હવા ને ખુલ્લું ગગન પણ એમને એટલાં જ આકર્ષે છે......ને એણે નિર્ણય કર્યો આ મેગાસીટી છોડવાનો.

મિહારને ફક્ત આ શહેર છોડવું હતું.....દેશ નહીં. એને ખાત્રી હતી કે ધુમ્મસ રહિત વાતાવરણને તલસતાં આવાં અનેક પિન્કુ ...અને એમને એક સ્મિત-- સ્વાસ્થ્ય અને સારું વાતાવરણ આપવા કટિબધ્ધ એવા અનેક મિહાર ....આપણાં જ દેશમાં , વૃક્ષારોપણ અને પ્રદૂષણ નિવારણ ને પ્રાધાન્ય આપશે ..લોકોને પણ એ માટે જાગૃત કરશે.પછી ખુલ્લી હવા અને તારલા મઢ્યું આકાશ આપણા હરએક શહેરને નસીબ હશે.

બીજે દિવસે સવારે જ પિન્કુની આંખ ખૂલતાં જ એને પંપાળતાં મિહાર બોલ્યો " બેટા, મમ્મી ક્યાંય ખોવાઇ નથી ગઇ !! એ તો નાનીના ગામમાં જ રોકાઈ ગઇ છે. હવે આપણે પણ ત્યાં જ આપણું ઘર બનાવશું...પછી પિન્કુ રોજ સાંજે મમ્મીને અને મમ્મી પિન્કુને જોયા જ કરશે.


Rate this content
Log in

More gujarati story from Dina Vachharajani

Similar gujarati story from Inspirational