મળ્યું સાંત્વના દિલથી
મળ્યું સાંત્વના દિલથી
અનેરીના જન્મ પછી ગાયનેક પ્રોબ્લેમના લીધે એની મમ્મી મૃત્યુ પામી. અનેરીના પપ્પા વિજયભાઈએ એનું ધ્યાન રાખી પાલન પોષણ કરતાં હતાં. અનેરી હજુ ત્રણેક વર્ષની થઇ હતી પણ એ નાનપણથીજ રોજ રાત્રે ઝબકીને જાગી જતી અને પછી રડવા લાગતી. વિજયભાઈ એ ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કહે 'એને કોઈ બીજી તકલીફ નથી એને માની હૂંફની જરૂર છે.' આ સાંભળીને વિજયભાઈ એ પોતાની વ્યથા કહી. તો ડોક્ટર કહે બીજા લગ્ન કરી લો તો આ દિકરીને મા મળે. વિજયભાઈ વિચારોમાં ઘરે આવ્યા...
વિજયભાઈના એક દોસ્ત હતાં મહેશભાઈ. એમની નાની બહેન વિધવા થઈને પિયર આવી હતી. એક દિવસ અચાનક બજારમાં બન્ને ભાઈબંધ મળ્યા અને એકબીજાના હાલ હવાલ પૂછ્યાં. વિજયભાઈની વાત સાંભળીને મહેશભાઈ એ પોતાની બહેન મમતા વિધવા છે અને પાછી આવી છે જો તારી ઈચ્છા હોય તો હું વાત કરું. વિજય કહે દોસ્ત મને વિચારવા માટે થોડો સમય આપ હું તને પછી જણાવું. આમ કહીને બન્ને મિત્રો જુદા પડ્યા...
અનેરી અચાનક ભર ઊંઘમાં રાત્રે ઉઠી જાય અને રડવા માંડે. વિજયભાઈ ખુબ કોશિશ કરે પણ કેમ કરીને પછી સૂવે જ નહીં. એમણે અનેરી માટે મહેશ ને ફોન કર્યો અને વાત કરી કે 'એમની હા છે પણ શર્ત એ છે કે અનેરીને માની જરૂર છે બસ મારે પત્નીની જરૂર નથી જો સમજી શકે તો !'
મહેશભાઈ એ કહ્યું કે 'એ મમતાને પૂછીને જવાબ આપશે.'
બે ત્રણ દિવસ પછી મહેશભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે મમતાએ હા કહી છે. ખુબ સાદાઈથી લગ્ન કર્યા અને વિજયે મમતાને કહ્યું કે 'મારી ઈચ્છા ગણો તો ઈચ્છા અને માંગણી ગણો તો માંગણી બસ આ મારી અનેરીની મા બનીને એને પ્રેમ આપો એમ કહીને એ બીજા રૂમમાં જતાં રહ્યાં. મમતા એ અનેરીને પોતાની પાસે બોલાવી અને હૈયે લગાવી અનેરીને અજબ સાંત્વન મળ્યું.
રાત પડી એટલે વિજયે મમતાને બધી વાત કરી દીધી. મમતા અનેરીને છાતીએ વળગાડીને લોરી ગાઈને સૂવાડી દીધી. વિજય જોઈ રહ્યો. આખી રાત અનેરી મમતાને લપાઈને સૂઈ રહી તો સીધી સવારે જ ઉઠી. આ જોઈને વિજય ની આંખોમાં અશ્રુ આવી ગયા કે આજે અનેરી ને મળ્યું સાંત્વન માની મમતાનું. અનેરી માની લાગણી માટે જ તરસતી હતી. અનેરી આજે ખુબ ખુશ હતી મા જો મળી હતી !