STORYMIRROR

રચનાઓ મીના શાહની

Inspirational

4  

રચનાઓ મીના શાહની

Inspirational

મિટીંગ કેમ ?

મિટીંગ કેમ ?

2 mins
271

દીપા પગ પછાડતી ઘરમાં આવી . "મોમ, મને હવે બીજી મિટિંગ માટે કોઈ દિવસ જવાનું કહેતી નહીં. કેવી સ્ટુપીડ જેવી વાતો ? તમારા   શોખ, આવડત, ઈચ્છા બધાની ચર્ચા પરંતુ દંભીપણે. જાણે બધું સારું જ છે મારામાં. એ રીતે જવાબ આપવાના.

તને ખબર છે ને કે હું તો ખૂબ શોર્ટટેમ્પર છું. પણ મારાથી મિટિંગમાં એવું તો કહેવાય જ નહીં. મને તો લખવા વાંચવાનો શોખ છે જ નહિ. સંગીત પણ ઓછું ગમે છે. આરામથી ફરવું કે બિન્દાસ પલંગમાં પડીને ટીવી જોયા કરવું. એ મારી આદત. પણ એ કહું તો તો ધરતી કંપ જ આવી જાય. મને ઘરકામ કે રસોઈ નથી ગમતી એવું તો બોલાય જ નહીં.

અને સામે બેઠેલ ચિંતન જાણે સર્વગુણસંપન્ન હોય એ રીતે મને જવાબ આપે. ખૂબ શાલીન છે. સારું કમાય છે. વળી કહે ભવિષ્યમાં અમીર થવાના અને અબ્રોડ જવાના સપના સાકાર કરવા ઈચ્છે છે. મને કહે તને રાણીની જેમ રાખીશ. સમાનતામા માને છે. પણ શરૂમાં સાથ આપવો પડશે. મારી દોટમાં સહભાગી થવાની તૈયારી રાખવી પડશે. તું જ કહે મને આ બધી સુફિયાણી વાતોનો શો અર્થ ?

અગર જીવનમાં જોડાઈશું તો મારી આદત, જે તેને ખબર નથી, અને તેના અવગુણ મને ખબર નથી, કેવી રીતે એકબીજાને સાચવશું ? આ મીટીંગોનો કોઈ અર્થ ખરો !

પ્લીઝ મમ્મી તેના કરતાં જૂના જમાનામાં કરતા તે જ રીતે સામી વ્યક્તિથી અજાણ રહીને પરણવું સારું. બધું સાચવી લઈશું તેવી હિંમતથી જ સાત ફેરા ફરી લઈશ. નહીં ફાવે તો છોડી દઈશ. પણ આ મીટીંગનો દંભ હવે નથી કરવો.

બે ચાર વાર મળીએ એટલે બધી સારી સારી વાતો કરીએ અને મનમાં સામી વ્યક્તિનુ એક ચિત્ર દોરાઈ જાય. પછી તેમાં ડાઘ દેખાય. તેના કરતાં કોરા કાગળથી જ જોડાવું અને જીવવું સારું. તમારા પેલાં મોટીવેશનલ સ્પીકર કહે છે ને "તેમ ના આશા ના અપેક્ષા."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational