મિત્રતા અને સમય - ૪
મિત્રતા અને સમય - ૪
એક શાબ્દિક મુલાકાત
જ્યારે કોઈને મળવાની વાત આવે એટલે આપણાં મનમાં ઘણા પ્રશ્નો આવે પણ મિત્રોને મળવાનું થાય એટલે તો જાણે ઉમળકો જાગે, જુની વાતો તાજી થાય, ખાવાનું રખડવાનું અને ક્યારેક તો આંખમાં આંસુ આવી જાય. પણ આ મિત્રો તો હાલ કામમાં વ્યસ્ત છે કોઈ નોકરી કરે છે ને કોઈ અભ્યાસ કરે છે એટલે મળવાનો સમય તો કોઈ પાસે છે નહીં પરંતુ ના મળીએ એટલે નોખા છીએ એવું નથી અને વળી આ નવા દાયકામાં તો સૌ પાસે મોબાઈલ છે એટલે જોડાયેલા તો ખરાં જ!
હું મારા અમુક પ્રશ્નોનું લીસ્ટ લઈને પહોંચી એમની પાસે જેવા કે "જો તમને દસ જણને ફરી મળવાનો મોકો મળે તો તમે શું કરો? કેવું અનુભવશો? " "એવી કઈ વાતો કે ઘટનાઓ છે જે આજેય યાદ છે અને તમારા મિત્રો વિશે કંઈ કહેવું હોય તો શું કહેશો? "
તો એમના જવાબો કંઈક નીચે મુજબ હતા,
કિંજલ: " મને જો મારા મિત્રોને ફરી મળવાનો મોકો મળી જાય તો હું તો ખુશીથી પાગલ જ થઈ જાઉં. બધાને ગળે મળીને ખુબ વ્હાલ કરું, બવ બધું ખાવાનું પીવાનું અને ઢગલાબંધ વાતો કરવી છે અને હા ખુબ ફોટા પણ ક્લિક કરવા છે. અને હા, મારા ગ્રુપમાં મારી સૌથી પ્રિય મિત્ર એટલે જ્યોતિ. કેમકે એણે મને જીવન જીવતા શીખવ્યું છે. એ હતી સાથે એટલે જ કદાચ આ બધો સમય મારા માટે આટલો યાદગાર બની રહ્યો છે. મારી રાધિકા એટલે લાફિંગ પાર્ટનર, એનું તો બસ વાતવાતમાં હસવું અને મારી બનાસકાંઠા ની બોલીના ચાળા પાડવાનું કામ જ કરવાનું... પ્રિયલ નું નોનસ્ટોપ બોલવાનું હદ હતી હો અને અંકિતા નો ગુસ્સો તો ભાઈ ગજબ! પ્રિયંકા તો બિન્દાસ માણસ એને તો કોઈ ટેન્શન લેતા જોઈ જ ના શકે અને ટૉપર પ્રિયંકાની તો વાત જ નિરાળી. કાજલ એટલે ડિમ લાઈટ... બધાની કંઈક ને કંઈક જુદી જ આદત... "
જ્યોતિ: "આમ અમારી દોસ્તી તો કંઈ અનોખી હતી પણ પહેલા તો બધા એકદમ શાંત જ હતા પણ પછી ધીમે ધીમે બધા જ મસ્તીખોર બની ગયા. અમે અમારો સમય ખુબ એન્જોય કરતાં. ચા પીતાં પીતાં ચર્ચા કરવાની તો આદત જાણે દિનચર્યા બની ગઈ હતી. બવ હર્યા ફર્યા ભણતાં ભણતાં પણ ખુબ ધમાચકડી કરી અને આ ખુબ આહ્લાદક વર્ષો વીતી ગયાં.. અને ખાસ મારી કિંજલ એકદમ શાંત અને ક્યુટ.
જો આ બધાને મળવાનો મોકો મળી જાય તો હું તો હંમેશાંની જેમ રડવા જ લાગી જાઉં. પછી બધાને ગળે મળીને ફરી રડું, બવ હેરાન કરું, પછી મારું પણ અને પછી ફરવા લઇ જાઉં અને બવ બધી વાતો કરું.
એકવાત તો મને હજુય યાદ છે. એકવાર હું મારી એક પ્રોબ્લેમના કારણે રડતી હતી તો બધા જ મારી આજુબાજુ હતાં. બધા મને ગુસ્સાથી બોલતા હતાં કે 'ખાઈ લે' અને પછી આ વાતમાં ખબર નહીં કેમ પણ હિના એટલી ગુસ્સે થઈ કે એણે ત્યાં દુકાનમાં જ પૌઆ ફેંકી દીધા... આ વાત એ સમયે તો ખુબ ગંભીર હતી પણ હવે યાદ કરું તો હસીને પેટમાં દુઃખી જાય છે. "
અને પછી પી.કે. કહે કે,
"અહીં હતા ત્યારે અહીં જ હતાં
દૂર ગયા તો બસ દુર ગયા જ...
અત્યારે એ સમય જાણે સોનું
ત્યારે એ સમય બસ સમય જ... "
અને પેલી M.S.Dhoni જોવા ગયેલા એ રાત તો હજુય અદલ યાદ છે. એ દિવસે રાધિકાનો જન્મદિવસ હતો. ખુબ મસ્તી કરી હતી. પણ ઘણીવાર એવું થતું હતું કે ક્યાંય જવાનું નક્કી કર્યું હોય એટલે એક બે જણ તો એવા મળે જ જે આવવાની ના પાડી જ દે પછી તાંડવ થાય કે પછી મનામણાં પણ જવાનું ખરુ જ! જ્યોતીનું રડવાનું અને ટેન્શન લઇને ફરવાનું અને રાધિકાનું જોક્સ કરવાનું. એક રડતી રહે બીજી હંમેશાં પોઝિટિવ બનીને સૌને હસાવતી રહેતી. એ Golden period અમારા સૌ માટે જીવવાની પ્રેરણા છે. એ સમય જે વીત્યો એવો ફરી આવશે નહીં અને એ હવે ક્યારેય ભુલાશે પણ નહીં. અને ચકુ બધાની આદતો કેવી કહે છે,
કે કિંજલ શાંત સ્વભાવ, રાધિકા પોઝિટિવ પર્સન, પ્રિયંકા ભણેશરી, હિના એંગ્રી ગર્લ, કાજલ એટલે રોતુંરામ, પ્રિયલ બાબુ...
એકવાર ગાંધીનગર અને ખંભાતની મુલાકાતે ગયેલા એ તો સફરનામાનું સુંદર પાનું બની ગયું છે, એ સમય સાથે વિતાવીને ખુબ યાદો ભેગી કરી હતી. હું એમ ના કહી શકું કે આ જ સૌથી બેસ્ટ ગ્રુપ છે પણ અમારા માટે તો આ જ દુનિયા છે. The great two years of life...
દોસ્તી એટલે હરવું ફરવું, રખડવું, ભેગાં હસવું ને સૌને રડાવવા, મજાથી જીવવું અને મજાક ઉડાવવી, રાત્રે ગપ્પા મારવાં અને સવારે ઝઘડવું, નારજ થયા પછી જલદીથી માની જવું અને કોઈને ના મનાવવું. બસ આવા જ કંઈક પસાર થઈ ગયા, યાદોની સરવાણી વહી જાય અને આંખોના પોપચાં ભીના થઈ જાય પણ ચહેરાં પરનું સ્મિત ના છુપાય એવી દોસ્તી. જુનાં મિત્રોને મળવાનો ખયાલ પણ મન રોમાંચિત કરી મૂકે, એમ થાય કે બધાને ભેગા કરી આમ ઢગલો વાતો કરી લઇએ.
"ભલે જેવું પણ મળે જીવન
હંમેશા હસવું રડવું તારી સાથ,
હોય જેવી સ્થિતિ સર્જાઈ
બસ તું છોડજે ના મારો હાથ... "
મિત્ર જ્યોતી હવે તું વધારે ટેન્શન ના લેતી અને રડવાનું તો બિલકુલ નહીં, કેમકે તું અમારી સાથે રડે તો અમને ગમે પણ જો એકાંતમાં રડે તો અમનેય દુઃખ થાય ને! બસ હસો અને મોજ કરો, સપનામાં મળતાતો રહીશું જ !
મિત્ર રાધિકા તમને તો કંઈ કહેવું નથી બસ હંમેશા આવા જ અતરંગી બની રહેજો અને ખુબ હસતાં રહેજો અને હા અમારી ભાષા બવ ગમે તો આવજો શીખવા બનાહકાંઠામાં.
મિત્ર પ્રિયલ તમારું બોલવાનું તો હવે અમને ફાવી ગયું છે પણ આજે તમે વાતવાતમાં રિસાઈ જાઓ છો એ યાર હવે ના કરજો, હવે મનાવવા તો અમે આવીશું પણ પછી આ મનાવવામાં તો આપણી વાતો રહી જશે ને...
મિત્ર પિંકી તમે આમ બિન્દાસ રહી ને ખુબ સફળ થાઓ અને બસ મળતાં રહો..
અને બટુક ખુબ ભણો, ખૂબ આગળ વધો અને હસો, જમો ને જલસો કરો.
મિત્ર કાજલ તમે જેમ આંખોને ખૂબસુરત બનાવો છો બસ એમજ તમારું જીવન પણ સુંદર બને અને તમે આ દોસ્તીને સજાવતા રહો...
મિત્ર હિના તમે તો યાર જોરદાર છો, બસ ગુસ્સો ઓછો કરજો. We care for you.
મિત્ર અંકિતા અને દ્રિશ્યા તમે પણ સમય મળે એટલે મળતાં રહો. ખુશ રહો.
કિંજલ તમે જેવા છો એવા જ ક્યુટ બનીને રહેજો, ભલે જ્યાં રહો બધાની સાથે જ રહેજો. ગ્રુપના શાંત અને ક્યુટ મિત્ર છો અને એવા જ અમને પસંદ છો.
બસ મિત્રો આમ જ જોડાયેલા રહેજો, એકબીજાને social media પર લાઈક કરતાં રહેજો, ક્યાક સમય મળે તો મળી લેજો, તમારી મિત્રતાને ખુશીઓથી સજાવી લેજો.
"ગમે તેટલાં દૂર હોઈએ આપણે પણ લાગણીથી
જોડાયેલા ઋણાનુબંધ તુટતા નથી,
આજે તમને કહેવા છે મનના અહેસાસો મારા
પણ હોઠને લાયક શબ્દો જડતા નથી,
ધન્યવાદ કોને કહું હું ઓ અનંત
નસીબમાં લખાવીને લાવી છું તમને
બાકી આવા મિત્રો અનાયાસે મળતાં નથી."
