Anami D

Tragedy

1  

Anami D

Tragedy

મિત્રતા અને અમુક પ્રશ્નો

મિત્રતા અને અમુક પ્રશ્નો

2 mins
611


આપણે જેને મિત્ર માનતા હોઈએ જરૂરી નથી કે આપણે પણ એના મિત્ર હોઈએ. આપણા માટે એ ફ્રેન્ડ હોય પણ એના માટે પણ આપણે એના ફ્રેન્ડ છીએ એવું માની લેવું ભૂલ ભરેલું છે. આપણા ફ્રેંડ્સના પોતાના ફ્રેન્ડ્સ હોય છે. એમની પોતાની લાઈફ હોય છે. ખાસ કરીને જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવાં સોશિયલ સાઇટ્સ નથી વાપરતા અને તમારા ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂક વાપરતા હોય ત્યારે ચોક્કસથી સમજવું જોઈએ કે એમની પોતાની સોશિયલ મીડિયાની એક અલગ દુનિયા છે અને ત્યાં એમના મિત્રો છે.  


તમે એમને કૉલ કરો છો કે મેસેજ કરો છો અને તમને રીપ્લાય નથી આવતા અથવા રીપ્લાયમાં એવું સૂચન આવે છે કે યાર હું અહી હાજર નથી હોતી/હોતો માટે તારે પણ ફેસબૂક કે વ્હાટ્સએપ્પ ચાલુ કરવું જોઈએ. 


ઘણી વાર તો એવું પણ બનતું હોય છે કે આપણા બેસ્ટ ફ્રેન્ડના સોશિઅલ મીડિયા આઈડી આપણને ખબર જ નથી હોતી. પ્રાઇવસીની વાતો કરતા હોય કે મારે મારી લાઈફની બધી વાતો બધાને કહેવી જરૂરી નથી. ઉપરથી આપણને કહે કે મારે ફેસબૂક/ઇન્સ્ટાગ્રામ પર બેસ્ટી છે. કલાકો સુધી ફેસબૂક ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ સાઇટ્સ પર ઓનલાઈન રહેવાવાળા લોકો પાસે તમને મળવા માટેની કે તમને કોલ બેક કરવા માટેની અમુક મિનિટ્સ નથી હોતી.


વર્ષોની દોસ્તી પર ભરોસો રાખવા ને બદલે લોકો સોશિયલ સાઇટ્સ પરના એમના ચેટિંગ પાર્ટનર્સ ને બેસ્ટી બનાવી ને એમના પર વધુ વિશ્વાસ રાખે છે. સોશિયલ મીડિયા પર સેડ સ્ટેટ્સ કે પોસ્ટ રાખવા વાળા એમના ફ્રેન્ડ્સ એમને દુઃખી દેખાય છે એટલે એને રીપ્લાય આપશે અને કલાકો સુધી ચેટિંગ કરશે પણ તમે દુઃખી હશો ને તમે કોલ પર વાત કરવા માટે સમય માગશો તો કહેશે કે કોલિંગ પોસીબલ નથી એટલે તમે કહેશો કે વ્હોટસએપ પર મેસેજ કર વાત કરીએ તો કહેશે કે હું વ્હોટસએપ ઓછું યુઝ કરું છું તું ફેસબુક પર આવ.


આનો શું ઉપાય છે ?  


તમારા જીવનમાં તમારી વર્ષો જૂની દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ સાથે આવું થયું હોય તો તમે શું કરો ?


મને તો સમજાતું નથી કે ફેસબૂક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાથી દુનિયા વિસ્તારી રહી છે કે સંકોચાઈ રહી છે ?



Rate this content
Log in

Similar gujarati story from Tragedy