STORYMIRROR

"Komal Deriya"

Inspirational

4  

"Komal Deriya"

Inspirational

મિત્રો અને સમય - ૨

મિત્રો અને સમય - ૨

3 mins
147

પહેલી મુલાકાત 

૨૦૧૫ના જુલાઈ મહિનામાં કોલેજમાં એડમિશન લઇ બધા વિદ્યાર્થીઓ પોતાના નવા સપના અને મુંઝવણો લઇને પહોંચી ગયા હતા. વિદ્યાનગરની ડીપાર્નીટમેન્ટ ઓફ ફીઝીક્સ આ પ્રથમ વર્ષ એમ.એસ.સી.ની પ્રથમ સત્રની શરૂઆત અને ગુજરાતના જુદા જુદા સ્થળોએથી ઘણાં વિદ્યાર્થીઓ અહીં આવી ગયા હતા. એમની વચ્ચે જ એકબીજાથી સાવ અજાણ એવા આ દસ મિત્રો પણ હતાં. 

લગભગ બધાએ અનુભવ્યું જ હોય છે કે પહેલો દિવસ હોય, કોઈને ઓળખતા ના હોઈએ, ઘરથી દુર હોય ત્યારે કેવું લાગે ! બસ આવી જ ગડમથલ, થોડોક ડર અને નવા લોકોને મળવાના ઉમંગ સાથે બધા જ એકબીજાનો પરીચય કેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ઘરથી દૂર રહેવું, હોસ્ટેલમાં રહીને ભણવું શરૂઆતમાં તો ખુબ અઘરુ હોય પણ જ્યારે મિત્રો મળી જાય પછી વળી ઘરે જવાનું મન ના થાય. ખરુ ને?  આમ ધીરે ધીરે મુલાકાત થવા લાગી, હોસ્ટેલમાં સાથે રહેવા લાગ્યાં, સાથે ભણવાનું, જમાવાનું અને રખડવાનું ય ખરું જ! બસ આવી રીતે બધા નવા મિત્રો બનાવતા ગયા અને કંઈક આમ જ આ દસ મિત્રો પણ મળ્યાં. આમ પહેલી મુલાકાત એટલી કંઈ ખાસ તો નહોતી પણ એ મુલાકાતમાં જીવનભર સાથે રહેવા વાળા સાથી મિત્રો મળી ગયા.

મિત્રો હોય એટલે મસ્તી હોય, મજાક હોય, અનલિમિટેડ ધીંગામસ્તી હોય, ક્યારેક ગુસ્સો હોય ને વળી ક્યાંક રીસણાં મનામણાં પણ હોય જ.  પછી એમ થાય કે આ મિત્રોને મળવું હોય તો ક્યાં મળશે ? 

તો ૨૦૧૫ જતા રહેવાનું બધા ભેગાં જ મળી જાય. વહેલી સવારે તો હોસ્ટેલમાં મળી જાય પણ જો મોડું થાય તો પછી તો એ ફીઝીક્સની લેબોરેટરીમાં સુંદર મજાના યંત્રો અને સાધનો સાથે કામ કરતાં મળે કે પછી મગ્ન થઈને પ્રોફેસર સાહેબની સામે બેસીને ભણતાં મળે.  અને જો ત્યાં ના મળે તો... તો પછી ચા પીવા પણ ગયા હોય અને લટાર મારવા શાસ્ત્રી બાગમાં પણ જતા રહ્યાં હોય.

એવું પણ બને કે Movie જોવા ગયા હોય. અરે! આ તો કેટલું રખડ્યાં એમને મળવા. હા, પણ આ મિત્રો છે જ એવા કે જલદી હાથમાં ના આવે, ખુબ ચંચળ અને મસ્તી ઓન. આ યુનિક ગૃપને એક મજાનું નામ 'Unicorn- એક એવું પ્રાણી જે દુનિયાના બધા પ્રાણીઓથી અનોખું છે. ' અને હોય જ આ ગ્રુપના સભ્યો પણ એવા જ તો છે, સૌથી અલગ... ચાલો થોડો પરીચય આપીએ એ સભ્યોનો.. કિંજલ જે સૌથી કયુટ અને બધાની લાડકી, જ્યોતિ મસ્તી અને સમજદારીનો સંગમ, પ્રિયલ અને કાજલ આ બંને નાના બાળકો જેવા, રાધિકા એટલે હાસ્યનો સમંદર, હિના ગુસ્સાનો પિટારો, પ્રિયંકા તો ભણેસરી, પ્રિયા એટલે ઉપનામે બટુક, દ્રિશ્યા અને અંકિતા મૌનધારી. 

આ એમનો ટુંકમાં પરિચય. હકીકતમાં આ માત્ર નામ નથી એક અનુભવ છે, એક સાથ છે, કહેવાતા વ્યક્તિ પણ એકબીજાનો શ્વાસ છે. સાથે હોય કે ના પણ હંમેશાં આસપાસ જ રહેતાં. 

જ્યારે એક વ્યક્તિ વિશે લખીએ તો એ સરળ અને સહજ છે કેમકે એમના વિચારો અને આદતોને આપણે સરખો ન્યાય આપી શકીએ પણ જ્યારે વાત અલગ અલગ લોકોના વિચારો, ઘ્યેય, સપનાઓ અને સ્વભાવ લખવાની આવે ત્યારે બસ એટલું જ અજુગતું લાગે. મેં દરેક પાત્રને સંપુર્ણ લખવાની તસ્દી લીધી નથી પણ જે આ ગ્રુપના સભ્ય છે અને મને આ ગ્રુપની વાતો કરે એમના વિશે તો લખવું જ પડે! 

મારો પરિચય કિંજલ સાથે થયો અને પછી આ વાત લખવાનો વિચાર આવ્યો. 'મારી મિત્ર કિંજલ' એવું લખતી હોઉં તો ઘણુંબધું લખી શકાય પણ ટુંકમાં કહું તો બધાની જેમ એમને ય એમનો પરિવાર જીવથી વધારે વ્હાલો પણ આ પરિવારમાં જ આ મિત્રો આવી જાય. સરળ વ્યક્તિત્વ, મસ્તીખોર મિજાજ, સુંદર અવાજ એમની આગવી ઓળખ. 

આ બધાએ ભેગા મળી બે વર્ષ મોજ કરતાં કરતાં ભણ્યાં, ખુબ હર્યા ફર્યા અને ખાધું પીધું. પરીક્ષાઓ હોય કે પછી રજાઓ આ બધા તો સાથે ને સાથે જ. એકબીજાને હસાવતાં, રડાવતાં, જરૂર પડે પડખે ઊભા રહેતા, સમજાવતાં, નવા નવા સપના જોવાનું શીખવતાં અને પૂરા કરવાની હિંમત પણ આપતાં, ઘણીવાર માતાપિતા જેવા બની જતાં, ને ઘણીવાર ભાઈ બહેન જેવાં, પોતે એકબીજાનો મજાક કરે પણ બીજાને ના કરવા દે. 

બસ આમ કરતાં કરતાં બે વર્ષ પૂરાં કર્યા અને ઢગલાબંધ યાદો અને અશ્રુધારાઓ સાથે વિખૂટા પડ્યાં.

"કેવી તો વસમી હશે એ વિદાય ? 

કે મેજ પર ચશ્માં ભીના હતાં!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational