STORYMIRROR

"Komal Deriya"

Inspirational

4  

"Komal Deriya"

Inspirational

મિત્રો અને સમય - ૧

મિત્રો અને સમય - ૧

3 mins
260

'મિત્રતા' આ સુંદર શબ્દ સાંભળતાની સાથે જ મન પ્રફુલ્લિત થઇ જાય. આ જાદુઈ શબ્દ આપણે નાના હોઈએ ત્યારથી જ સાંભળીએ છીએ પણ એનો ખરો અર્થ તો જો કોઈ સાચો મિત્ર મળી જાય તો જ સમજાય. ખરુ ને ? 

જ્યારે આપણે શાળામાં ભણતા હોઈએ ત્યારે મિત્રતાનો અર્થ સાથે હોમવર્ક કરવાનું, નાસ્તાના ડબ્બા શેર કરવાનું, ગલીમાં ક્રિકેટ રમવાનું કે પછી વધારે તો એ મિત્રના ઘરે જઈને ભણવાનું બસ આટલું જ હોય દોસ્તી. એકદમ સરળ જીવન હોય બાળપણનું અને જે મરજી પડે તેમ જીવવાનું. મસ્તી કરવાની છૂટ, દોડાદોડી કરવાની છૂટ, ગમે તેવા મિત્રો બનાવવાની છૂટ, થોડીવારમાં ઝઘડવાની છૂટ અને પછી તરત પાછા મિત્ર બની જવાની છૂટ. એટલે નાના હોઈએ ત્યારે તો મિત્રતાનું મૂલ્ય ખૂબ હોવા છતાં આપણે આપણી મસ્તીમાં જ હોઈએ પણ જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આ દોસ્તીનો અર્થ બદલાતો જાય છે. આપણે એવું બતાવવાનો પ્રયત્ન કરીએ એ જાણે આખી દુનિયાનો જવાબદારીનો ટોપલો આપણા જ માથે છે.

બચપણની દોસ્તી તો નાસ્તા ના ડબ્બા શેર કરવામાં કે ક્યાંક હોમ વર્ક કરવામાં અને મોજ મસ્તીમાં જ પૂરી થઈ જાય છે. હા, નિશાળના મિત્રો કરતા કોલેજના મિત્રો કઈ જુદા નથી હોતા પણ થોડા અલગ હોય છે. અહીં, ના મિત્રતાની વ્યાખ્યા બદલાય છે, ના એનો અર્થ બદલાઈ છે પણ તોય કંઇક જુદો જ અનુભવ થાય છે. કોલેજમાં જે મિત્રો મળે એમના વિચારો જુદા હોય, ભાષા જુદી હોય, રહેણી કહેણી જુદી હોય, સપના જુદા હોય. તોય એકદમ જુદી જ પ્રકૃતિના લોકોમાં મિત્રતા થઈ જાય એ કોલેજ. અને પછી આ મિત્રોના આ નાનકડા ટોળાને નામ પણ આપવામાં આવે. જેને ગ્રુપ કહેવાય. જેમકે રાજકારણમાં જુદા જુદા જૂથ હોય એમ કોલેજમાં જોવા મળે. મિત્રતા એ નિસ્વાર્થ હોય, ક્યારેક ભણવા પૂરતી જ હોય કે પછી રમવા પૂરતી જ હોય ના એમાં જીવનભર સાથે રહેવાની વાતો હોય, ના એમાં છોડીને જવાની આશા હોય, ના દુઃખ હોય બસ એક નિર્દોષ મિત્રતા હોય. પણ કોલેજમાં આપણે આવા મિત્રો શોધવા પડે અને જો અનાયાસે મળી જાય તો આપણા નસીબ !

તમને કહેવામાં આવે કે 'મારો પ્રિય મિત્ર' વિષય પર નિબંધ લખો તો આમ તમે આંનદથી તમારા મિત્રની વાતો લખવા લાગી જાઓ. આ દુનિયામાં સૌથી જુદો સંબંધ મિત્રતાનો જ છે અને એની સાબિતી આપે એવા ઘણાં ઉદાહરણ પણ છે જેવાં કે કૃષ્ણ સુદામા, રામ સુગ્રીવ, કર્ણ દુર્યોધન અને બીજાં કંઈ કેટલાય. 

મેં ઘણાં લોકો જોયા છે જે મિત્રતાને સહારે તરી જાય છે. જો માતા પિતા પોતાના સંતાનો સાથે મિત્રતા રાખે તો ઘરમાં પણ સ્વર્ગ બની જાય. આજે હું એક એવા જ મિત્રોના ગ્રુપ વિશે લખવા જઈ રહી છું જેમના ના તો સ્વાભાવ મળે છે, ના ભાષા. અલગ વિસ્તારના જૂદી બોલીવાળા, તદ્દન અલગ પહેરવેશવાળા અને તોય એકબીજાના પુરક. બધા જ અલગ અલગ પણ તોય હરહંમેશ સાથે ને સાથે. પેલું 'અનેકતામાં એકતા' જેવું જ. 

આ ગ્રુપમાં દસ સભ્યો એટલે કે મિત્રો.

"મિત્ર ભલે ને ગમે તેવો વિચિત્ર હોય  પણ ખરેખર તો એ આપણું જ ચિત્ર હોય. " હવે મિત્ર કંઈ શોધવા તો જવાય નહીં પણ પેલું સાંભળ્યુ તો છે જ ને કે,  "મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,  સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય." પણ હું તો માનું છું કે સુખ હોય કે દુઃખ મિત્ર હંમેશા સાથે જ રહે. એટલે,  'મિત્ર એવો શોધવો જે ખુદ સરીખો હોય, રૂપ રંગ ભલે જૂદા હોય પણ ગુણ સરખા હોય"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational