Alpesh Barot

Tragedy Crime Thriller

3  

Alpesh Barot

Tragedy Crime Thriller

મિસિંગ - ભાગ ૪

મિસિંગ - ભાગ ૪

5 mins
492


સ્ક્રીન પર રેકોર્ડિંગ ચાલતું, ફરી તે સ્ટોપ કરતા... ફરી ચાલતું, ફરી તે સ્ટોપ કરતા. વેન હજુ નીકળી નહિ એટલે અકળાઈને સિંઘે કહ્યું" કોઈ કીડનેપર આટલી વાર સુધી રાહ તો ન જુવે, તેમ છતા વેનનો નંબર નોંધી લયો. અને આ ગાડી ક્યાં છે ? કોના નામે રજીસ્ટર છે ? તમામ માહિતી મને સાંજ સુધી જોઈએ."

"જી સા'બ...." તોમરે કહ્યું.


પી.આઈ સિંઘ, માથું ખંજવાળી રહ્યા હતા. પોતાની કેબિનમાં બેસી  તે જાણે ઉંડી તપસ્યામાં ઉતરી ગયા હોય તેવું લાગતું હતું. જાધવે જ્યારે કેબિનમાં આવીને કહ્યું." સા'બ...સા'બ..." તેમણે ધ્યાન ના આપ્યું એટલે ના છૂટકે તેણે સિંઘ સાહેબનો હાથ હલાવ્યો...

"હા જાધવ, શુ થયું ?"

"સાહેબ, હું પણ એ જ કહેવા માગું છું. શુ થયું ? શુ વિચારી રહ્યા છો ?"

"દાળમાં કઈ કાળું છે...એક અજાણ્યો પ્રવાસી ઉદયપુરમાં કીડનેપ થાય છે. જો પૈસા માટે તેની કિડનેપિંગ કરવામાં આવી હોત, તો ક્યારનો ખંડણીની રકમ માટે ફોન આવી ગયો હોત. વાત કાંઈક બીજી જ છે. આ નિલનો બાયોડેટા તો કઢાવ, શુ જોબ કરતો હતો, ક્યાં રહેતો હતો ? તેના મિત્રો,પરિવાર વિશે મારે બધું જ જાણવું છે !"

"સાહેબ આપણે કીડનેપરને શોધીએ છીએ, તો આ નિલનો બાયોડેટા કાંઈ સમજાયું નહીં."

"જવાબ તારા પ્રશ્નમાં જ છે." સિંઘ ખંધુ હસ્યાં...

"મજા આવશે, ઘણા સમયથી એવું લાગતું હતું. આ પોલીસની નોકરીથી કંટાળી ગયો હતો. નવથી પાંચની જોબથી હું ખુશ નોહતો. હવે એવું લાગે છે કે કઈ નવાજૂની થવાની છે.."જાધવે ભવિષ્યવાણી કરતા કહ્યું.


"સાહેબ, વેન પરેશભાઈના નામે રજિસ્ટર છે. તેની એક નાની દુકાન છે. તે આ વેન નો ઉપયોગ માલની ડિલિવરી માટે કરતા હતા. તેનું કહેવું છે કે કાલે તે વેનથી જૈન કોલોનીની એક કરીયાણાની દુકાનમાં સામાન પોહચાડવા માટે પોતાની વેન મૂકી હતી. તે વેન કાલે સાંજના સમયે ગુલાબબાગ વિસ્તારમાં ખરાબ થઈ ગઈ હતી."

"મને પણ એવું જ કંઈક લાગ્યું હતું, નહિતર કીડનેપર થોડી વિસ પચીસ મિનિટ માટે ત્યાં રોકાય."

"પણ સાહેબ, તે સિવાય તો ત્યાં કોઈ કાર,વેન એક મિનીટથી વધુ ઉભી જ નથી રહી."

સિંઘ સાહેબ ફરીફરીને તે ફૂટેજ જોયા કરતા હતા. તે અકળાઈને બોલ્યા, "આખરે આ નિલ ગયો તો ગયો ક્યાં ? આસપાસ ભરખી ગયો કે જમીનમાં સમાઈ ગયો ?" તેમણે બંને હાથ જોરથી ટેબલ પર પછાડયા..


ગુજરાત એક ખાનગી પોર્ટની અંદર કન્ટેનર ટર્મિનલમાં એક ગોલ્ડથી ભરેલો કન્ટેનર ક્સ્ટમના હાથ લાગી ગયો હતો.

"આપણી ઈજ્જતનો તો ભાજીપાઉં થઈ ગયો. આપણી આ પહેલી ડીલ મોસ્કો સાથે હતી, શું ઈજ્જત રહી ગઈ મારી ?

ઇઝરાઇલ, ટર્કી, ફ્રાન્સ, ઇટલી સાથે હુજુ વેપારી સંબધ વધારવાના બાકી છે. આ ઘંઘામાં હજુ આપણે નવા છીએ. પહેલા હેકર ટુ*** મારી પાસે લઈને આવો, ગડબડ ક્યાં થઈ છે તે મારે જાણવું છે ?"

"જી બોસ.. હું તેને હમણાં જ તમારી સામે લાવું છું "

કહેતા એક વીસ, બાવીસ વર્ષનો ભૂરાવાળવાળો યુવાન કન્ટેનર યાર્ડમાંથી કાર લઈને નીકળ્યો.


કન્ટેનરમાં બનાવેલી ઓફિસમાં બે ખુરશીઓ હતી. વચ્ચે એક ટેબલ હતું. તે સિવાય ખૂણામાં પાણીનું માટલું પડ્યું હતું. આસપાસ કન્ટેનર એકની ઉપર એક, એ રીતે ગોઠવાયેલા હતા.

" રાજ, તું બહાર ઉભો રહેજે, મારે આનાથી કઇ એકલામાં વાત કરવી છે."

"જી બોસ..."

"જો રવિ, આજે પરિસ્થિતિ ગમે તે રહી, એક સમય આપણે બેસ્ટ ફ્રેન્ડ હતા-છીએ. મને ખબર છે. તું મારાથી એક લાખ ગણો સારો હેકર છો. પણ આ ધંધામાં આવડતથી વધુ, ડેરિંગની જરૂર હોય છે, ડેરિંગની..."

"હા હા હા..ડેરિંગ માય ફૂટ, મેં જાણી જોઈને જ ગડબડી કરી. તને તારી ઔકાત બતાવા... તું ભૂલી ગયો કે હું તારો ફ્રેન્ડ છું. પૈસાનો ઘમંડ હતો ને તને બહુ, આપણે ફરી ત્યાં જ આવી ગયા. ફરી તું ભિખારી બની ગયો ને ? ભિખારી આર્યન ફરી ભિખારી બની ગયો... હા હા હા"

તેણે પોતાની પૂરી તાકાત લગાવી, રવિના ફેસ પર મૂક્કો માર્યો, રવિ ઢસેડાઈને દૂર ખુરશી સાથે ફંગોળાયો. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું, એટલો જોરથી મુક્કો માર્યો હતો. તેની આખી બત્રીસી હલી ગઈ, તે દર્દથી તીલમીલાઈ ઉઠ્યો... આર્યનના હાથમાં પણ કમકમાટી મહેસુસ થઈ રહી હતી.


" સાહેબ, આજે સાત-સાત દિવસ થયા ! નિલનો કોઈ અતો-પતો છે કે તમે પણ હાથપર હાથ ધરીને બેઠા છો ?"

"બેટા, અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે તમામ સી.સી.ટીવી ફૂટેજ જોઈ લીધા.અહીંના લોકલ ખબરીઓ, લોકલ ગેંગ તમામ લોકો સાથે વાત કરી જોયું, પણ આ કોઈ મોટો મામલો લાગે છે. હું મારી બનતી કોશિશ કરી રહ્યો છું..."

"વોટ બનતી....?" જાનકીના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેનો અવાજ રૂંધાવા લાગ્યો, તે ત્યાંથી ઉભી થઈને બહાર નીકળી ગઈ...

"જાનકી... જાનકી......." તેના પિતાએ કહ્યું.


જાનકી ત્યાં સુધી કારમાં બેસી ગઈ હતી.

" અત્યારે જ અમદાવાદ જવું છે મારે...."

" આપણે રાહ જોઈએ, કઈ તો રસ્તો મળશે... "

"અહીંની હવામાં મારો શ્વાસ રૂંધાય છે. મને અત્યારે જ અમદાવાદ લઈ ચાલો..." તે ધ્રુસકાઓ લઈ રહી હતી...


અરાવલ્લીની પર્વતમાળાઓ છોડી કાર ગુજરાતની હદમાં પ્રવેશી ચુકી હતી. સતત ધોધમાર વરસાદ વહી રહ્યો હતો, પણ જાનકીની આંખોથી વધુ ધોધમાર તો નહીં જ ! જાનકીએ પોતાનો ફોન કાઢી, ફોનની ડિસ્પ્લે ઓન કરતા નિલનો ફોટો વોલપેપર મુકેલો હતો તે જોઈને ફરી તેની આંખો સામે તે દ્રશ્યો, ચેહરો રમવા લાગ્યા ! સજ્જનગઢ, ફતેહસાગર, પિચોલા, તેનું મન ઘડીક નિલ સાથે ફરી આવ્યું!


"સાહેબ, આ રહ્યો નિલનો બાયોડેટા... તે કચ્છનો વતની છે. તે એક સૉફ્ટવેર એન્જિનિયર હતો. તેણે અમદાવાદમાંથી જ એન્જિનિયરિંગ કર્યું હતું. તે એક આઈ.ટી કંપનીમાં જોબ કરતો હતો. જ્યાંથી તે છ મહિના પહેલા જ મુંબઈની એક આઈ.ટી કંપનીમાં જોબ પર લાગ્યો હતો. " જાધવ એકી શ્વાસે નિશાળિયાઓની જેમ બોલી ગયા.

"તેના ચાલ ચલગત કેવા હતા ? સ્ટાફના માણસ-મિત્રો દ્વારા જાણ્યું ?"

"હા સાહેબ, બહુ મજાનો માણસ, શાંત સ્વભાવનો વિવેકી વ્યક્તિ હતો. સાથે સાથે કવિ પણ હતો...."

"ઓહ કવિ...મુશાયરાઓ કરતો કવિ ?"

"સાહેબ, તે ખબર નથી, પણ તેની આ ખાસિયતના કારણે જ જાનકીથી તે પરિચયમાં આવ્યો.'

"આ તો થઈ તેના હકારાત્મક પાસાની, હવે વાત કરીએ નકારાત્મક પાસાની.., તો શું તેનો કોઈ દુશ્મન હતો છે ?" સિંઘે પૂછ્યું.

"ના સાહેબ, બહુ વિનયી, અને વિવેકી સ્વભાવનો હતો. બહુ મિલનસાર સ્વભાવને કારણે તમામ લોકો સાથે બહુ જલ્દી ભળી જતો. કંપનીમાં પણ ઘણા લોકો સાથે તેના સારા સંબધ હતા.જે આજની તારીખે પણ તેની સાથે કામ કરવા ઉત્સુક છે." જાધવે કહ્યું.

"તો પછી, ઉદયપુર જેવા શહેરમાં જ્યાં તેને ના કોઈ ઓળખતું હતું, ના કોઈ તેનું અહીં પરિચિત હતું. આખરે આટલા સારા સ્વભાવના નિલનુ કિડનેપ થવાનું કારણ શુ હોઈ શકે ?"

"તો પછી એક જ કારણ હોઈ શકે, ઉદયપુર શહેરમાં કોઈ નવી ગેંગ એક્ટિવ થઈ હોય, જે આ રીતે અજાણ્યા લોકો પર નજર રાખી કિડનેપિંગ કરતા હોય .." કહેતા સ્ક્રીન પર ચાલી રહેલી રેકોર્ડિંગમાં તેની નજર કાળા રંગની સ્કોડા કાર પર ગઈ...જે ફક્ત ૫૦ સેકન્ડમાં ત્યાંથી નીકળી ગઈ હતી. પી.આઈ સિંઘે વિડીયો સ્ટોપ કર્યો.

"જાધવ, કીડનેપર ખૂબ શાતિર દિમાગ વાળો છે... પણ અફસોસ પી.આઈ સિંઘથી વધુ નહિ...."


ક્રમશ:Rate this content
Log in

Similar gujarati story from Tragedy