મિસિંગ-૧૪(અંતિમ પ્રકરણ)
મિસિંગ-૧૪(અંતિમ પ્રકરણ)


ટ્રેનના ભોપુનો અવાજ અથડાઈ અથડાઈ ને આવી રહ્યો હતો. હજુ ત્યાં ખુરશી પાસે લોહીના ડાઘ હતા. અંધારું ઓરડું હતું. ત્યાં એક કાળા પડછાયાએ દસ્તક દીધી, તે કઈ શોધી રહ્યો હતો.
"બોસ, તમે અહીં આવવાની તસ્દી લીધી, હુકમ કરત તો હું જ ત્યાં આવી ગયો હોત.."
"તારું કઈ કામ નથી, તું થોડી વાર બહાર જા, મારે આ જગ્યા જોવી છે."
"શુ થયું બોસ?"
"તને બહુ પંચાત સુજે છે? તને હંમેશા માટે જિંદગીથી રજા જોઈએ છે?"
"ભૂલ થઈ ગઈ, માફી માફી..." કહેતા તે કરગરવા લાગ્યો...
કઈ તો એવું હતું. જે મારા વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે. તેની સાબિતી આપે! મેં જ પાળીને મોટો કર્યો, આજે મને જ કરડશે? હું એવું નહિ થવા દઉં...
મહારાષ્ટ્ર પુલીસ, ઉદયપુર પુલીસ ના હેડ સંયુક્ત રીતે આ કેસ પર કામ કરી રહ્યા હતા.
"ચેતન, અને સંદીપની હત્યા પાછળનો મોટીવ શુ હોઈ શકે?" સિંઘે પુછ્યું.
"મને લાગે છે. તેઓ ફક્ત પ્યાદા હતા. તેની પાસે અવશ્ય એવી કોઈ ગુપ્ત માહિતી હોવી જોઈએ..."
***
"ચેતન ઉદયપુરમાં શુ કરવા માટે ગયો હતો?" પાટીલે સીધો પ્રશ્ન કર્યો.
સામે ચાલીશ એક વર્ષની મહિલા જે ચેતનની પત્ની હતી. તેણે જવાબ આપ્યો.
"બીઝનેસ મિટિંગ માટે તે ઉદયપુરમાં ગયા હતા. કોઈ પાર્ટી સાથે મિટિંગ હતી. તેવું તેણે જતા જતા કહ્યું હતું."
"તમારા પતિ શુ વ્યવસાય કરતા હતા?"
"મારા હસબન્ડ માછલીઓની દલાલ કરતા હતા. તે નાના નાના માછીમારો પાસેથી માછલીઓ ખરીદી અને વેચતા...."
"મેં તો સાંભળ્યું છે. ચેતન ભાઈને આ વેપારમાં ખૂબ ખોટ ગઈ હતી. તો પછી આ નવું મકાન, બે વહાણ, ત્રણ કાર તમે પહેરેલા મોંઘા ઘરેણાં, અને બાકીના લોકરમાં છે તે અલગ, તે સિવાય મુંબઈ જેવા મહાનગરમાં ત્રણ-ચાર પ્લોટ આ રાતો રાત ત્રણ ચાર કરોડની સંપત્તિ ક્યાંથી આવી ગઈ?"
"સાહેબ હું કઈ નથી જાણતી.... પણ હા તેના મહિલાઓ સાથે અફેર, દારૂ પીને માર કૂટ કરવી...તેથી જ મેં તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી."
***
રવિની મોતનો મને હજુ અફસોસ હતો. જીવન નિરસ થઈ ચૂક્યો હતો. તેના આલિંગન, તેના હુંફાળા ચુંબનની કમી હું આજે પણ મેહસુસ કરું છું. જીવન હવે ભારણ લાગી રહ્યો હતો. કોર્ટમાં મારી વિરુદ્ધ તમામ પુરવાઓ અને ગવાહો હતા. જેથી મને આ બધા ગુનાઓ માટે અપરાધી માની લીધી હતી. પ્રશ્ન હતો, આટલી મોટી રાજકીય ઓળખ હોવા છતાં, મારા પિતાએ કેમ મારા માટે કઈ કર્યું નહિ?
***
"ભુરિયા, જાનકીને સજા કરવાનું કાવતરુ મારું હતું. મેં તે તમામ હોટેલમાં કેમરા હેક કર્યા હતા. અને જે વીડિયો પુલીસે જોયા તે મોટાભાગે જુના અને એડિટિંગ કરેલા હતા."
"આ બધું તે કઈ રીતે કર્યું?"
"હું આ રમતનો બહુ જૂનો ખિલાડી છું." કહેતા તે હસ્યો.
" તું મહા ***** છે."
"તે તારા મિત્રને માર્યો, તારી પ્રેમિકા ને જેલના સળિયા પાછળ પુરાવી દીધી...."
"મારા મિત્રને માર્યો તે સત્ય છે. મારી પ્રેમિકાને જેલમાં પુરાવી તે ખોટી વાત છે. સાચી વાત છે. મેં મારા મિત્રની પ્રેમિકા અને મારી આદરણીય ભાભીને જેલના સળિયા પાછળ પૂરી છે."
"ભાભી?"
"હા ભાભી, મારો ખાસ યાર, રવિની ગર્લફ્રેંડ...જાનકી...."
" એ તો તારી ગર્લફ્રેંડ હતી?"
"ના, તે ગર્લફ્રેંડ બનવાનું ઢોંગ કરી રહી હતી."
"તમે તો બધું જાણો છો.."
"હા જરૂરથી પણ વધુ, તે એલેક્સના બધા મેઈલ વાંચ્યા છે. શુ કામ વાંચ્યા છે. તે પણ જાણું છું..."
***
"નિલ આપણા કહેવામાં નથી, તે હદથી વધુ જાણે છે. જાનકી ને જેલમાં મોકલવામાં માટે નિલ જવાબદાર છે. જો સમય પર સાવચેત નહિ રહો, તો તમારી હાલત પણ આવી જ થશે....." ફોનના સામેથી અવાજ આવવાનું બંધ થઈ ગયું.
"હેલ્લો...., હેલ્લો...., હેલ્લો...."
ફોન કટ થઈ ચુક્યો હતો. ફરીથી જોડવાનું પ્રયત્ન કર્યું, પણ અસફળતા મળી...ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો.
આ સંપૂર્ણ ઘટના ચક્રમાં એક ઉદ્યોગપતિ, અને એક મોટો રાજકારણી તે આ સંપૂર્ણ વાર્તાનો મુખ્ય પાત્ર હોવા છતાં, એક સાઈડ રોલની ભૂમિકામાં હતો. કેમ કે હજુ સુધી તેણે કોઈએ ઓળખ્યો નોહતો! અત્યાર સુધી એક સારો બાપ, સારો વ્યક્તિ, ફક્ત કહેવા પૂરતો જ હતો. હા હું અહીં જાનકીના પિતાની વાત કરું છું. જાનકીનો ઓરમાન બાપ! સાંભળીને આશ્ચર્ય થયુ? ધનરાજ પરમાર, જાનકીની મમ્મી સાથે બીજા લગ્ન હતા. જાનકી જ્યારે
કોખમાં હતી, ત્યારે જ તેના પિતાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું! તે એક્સિડન્ટ પણ ફિક્સ હતું. તે એક્સિડન્ટ ધનરાજે કરાવ્યું હતું. ધનરાજ અને જાનકીના પિતા બંને ખાસ મિત્રો હતા.
બંને બિઝનેસ પાર્ટનર પણ કહેવાય છે. પૈસો બધાની નીયત બગાડે છે. જાનકીના પિતા પોતાના મિત્ર ધનરાજ પર ભરોસો કરી, એને જાનકીની જવાબદારી તેની પત્ની સામે ધનરાજને આપી હતી. સાતરી ધનરાજે, ભોળવી જાનકીની મમ્મી સાથે લગ્ન કરી,તેની પણ હત્યા કરાવી હતી.
પણ તેની કંપનીની પચાસ ટકા માલિક જાનકી હતી. જાનકીને સજા થાય તો ધનરાજને મોટો ધનલાભ થવાનો હતો.
"આ નીલ, હવે હાથમાંથી નીકળી રહ્યો છે." ધનરાજે કહ્યું.
"બોસ આપણે તેને હટાવી દેવો જોઈએ?"
"નહિ, હાલ તો તે આપણે બિઝનેસમાં ખૂબ પ્રોફિટ અપાવી રહ્યો છે. ભવિષ્યમાં કઈ ધાંધલી થાય તો એ કાળી કમાણીનો બધો જ દોષ તેની પર મૂકી દેશું...."
"ભૂરિયાનું શુ કરવું છે?"
"ભુરિયો નીલ પર નજર રાખે છે. તે મારા ઓર્ડર પર જ કામ કરે છે."
***
"તેં બોસને કોલ કર્યો હતો?" નિલે કહ્યું.
"હા કર્યો હતો. મને તારા લક્ષણ ઠીક નથી લાગતા.." ભુરિયાએ તેટલી જ તીવ્ર અવાજમાં તેટલો જ તીખો જવાબ આપ્યો.
બને વચ્ચે યુદ્ધ થયું, ભીમ અને દુર્યોધન માફક,અહીં કોણ ભીમ હતું, કોણ દુર્યોધન કઈ શકાય નહિ! બંને વચ્ચે ખૂબ માર પીટ થઈ, અચાનક નિલે પિસ્તોલ ઊઠાવી ભૂરિયાના માથા પર મુકી.
"આ રમકડું નથી"
"હું બાળક પણ નથી.."કહેતા જ ગોલી ભૂરિયાની આરપાર થઈ ગઈ હતી.
ભૂરિયાના માથામાંથી નીકળ્યું લોહી, આખા ફર્શ પર ફેલાઈ ચુક્યો હતું.
****
ભુરિયો જાણતો હતો. તેને જાણે તેનો ભવિષ્ય ખબર હોય, જેથી તેણે અહીંની લોકેશન સાથે કેટલાક ગુપ્ત સંદેશો પણ ભારતીય પુલીસને આપ્યા હતા.જેથી જ્યારે પુરી દુનિયા સૂતી હતી. તેવી મધ્યરાત્રીએ નીલને ભારતીય પોલીસે દબોચી લીધો..પુલીસે તેને ખૂબ માર્યો! પણ તેને કઈ કહ્યું નહિ, કહેવાય છે ને ચોરની દાઢીમાં તિનકો, એક કોન્સ્ટેબલ નીલને કઈ ખવડાવી રહ્યો હતો. તે ગુપ્ત કેમેરામાં કેદ થઈ ગયું.
"આ ગુપ્તા કોના કહેવાથી આવુ કર્યું?" પાટીલે કહ્યું.
"હું હમણાં જ ગુપ્તાની *** એક કરી નાખીશ.." કમલાકરે કહ્યું.
"શાંતિ, આપણે હવે મછલી પર જાળ બિછાવાનું છે.ફક્ત આપણે તેની પર નજર રાખવાની છે."
થયું પણ એવું વરસાદી રાત હતી. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગુપ્તા પોતાના ઘરથી રાતના એક વાગ્યે નીકળ્યો! એક કાળા રંગની કારમાં એજ જાણીતા ચેહરાએ પૈસા ભરેલી બેગ ગુપ્તાના હાથમાં મૂકી! તે ચેહરો જાણીતો હતો. પૈસા આપતા જ કાંચ ઉપર થઈ ગયા.
મુંબઈની ગલીઓમાં, કાળા રંગની કારા પાછળ પોલીસ જીપ પર ઝડપથી પીછો કરી રહી હતી..
કાર એક વિશાળ બંગલાની અંદર પ્રવેશી... બંગલાની અંદર પ્રવેશતા જ જાણે તેની ઓળખ થઈ ગઈ! હત્યારો બીજો કોઈ નહિ, જનકીના પિતા ધનરાજ જ હતાં.
"આની આપણે ધરપકડ કરીશુ તો શુ થશે?" પાટીલે પૂછ્યું.
"થોડા દિવસ જેલમાં રહેશે પછી, જામીન પર મુક્ત થઈ જશે..."
"આવા લોકો સાથે શુ કરવું જોઈએ? "કોન્સ્ટેબલને પાટીલે કહ્યું.
"હું હોત, તો ભડાકે દેત.."
પાટીલે એક ક્ષણ પણ વિચારવા માટે ન લગાડતા, ધનરાજનો માથો વીંધી નાખ્યો...
હવામાં ગોળીનો પડઘો પડતો હતો. એ અવાજ સાંભળી કઈ અજોઈતું બનવાની જાણ પ્રાણી-પક્ષીઓને જલ્દી થાય છે. ત્યાં પક્ષીઓનો ટોળું અવાજ કરતું કરતું ઉડી રહ્યું હતું.રાતની નીરવ શાંતિ વચ્ચે, એક ગોળીનો અવાજ કાળજા ચીરી ગયું તેવું હતું.
સમાપ્ત
Bank -paytmpayments bank
Account number- 917600030379
Ifsc code- PYTM0123456
Name: alpesh ramjibhai