Nency Agravat

Inspirational

4.0  

Nency Agravat

Inspirational

મિશન પાસ્ટ એન્ડ ફ્યુચર ફિક્શન

મિશન પાસ્ટ એન્ડ ફ્યુચર ફિક્શન

11 mins
186


(કેપ્ટન બીટ :  હેડ ઓફ ધ અર્થ)

(ડો, કેરેટ, : આસિસ્ટન્ટ )

(મિટિંગ ટાઈમ )

"એટેન્ડન્ટસ એવરી વન, આ વાતને ખાસ ધ્યાનથી સાંભળી યાદ રાખજો, તમારું એક સ્ટેપ તમને દ્રશ્ય રહેવું કે અદ્રશ્ય તેના પર નિર્ભર કરી દેશે, એક ભૂલ બધાને ભારે પડશે, B સરકારનો આજનો ઈમેલ મેં વાંચ્યો, લાસ્ટ વોર્નિંગ, બધું કામ જલ્દી પૂરું કરી લોક કરી આવવું, જો 1 જાન્યુઆરી પહેલા ન નીકળ્યા તો તમને એન્ટ્રી નહી આપીએ, આપણા માટે હજુ 1 મહિનો છે, "

"કેપ્ટન બીટ પણ હવે કોઈ કામ બાકી જ નથી, છે તો બસ ગ્રેવીટી સેટ કરવાનું એ તો છેલ્લા 5 દિવસમાં જ કરવું પડશે, આપણે જ્યાં સુધી અહીં પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી બદલાવ નહી થાય, "

"યસ ડો..કેરેટ , હા, બસ એ જ કે આપણે 25 તારીખ સુધી ફ્રી જ છીએ, 2099 નો અંત અને આપણે 2100 માં મંગળ ગ્રહ પર પહોંચવાનું જ છે, "

"કેપ્ટન બીટ પણ આપણી નજીકનો ગ્રહ શુક્ર છે, છતાં મંગળ કેમ પસંદ કર્યો, અને ગુરુ ગ્રહ સૌથી મોટો ગ્રહ છે..માનવજાત જ્યાં વસે ત્યાં તેની વસ્તી વધવાની, મોટો ગ્રહ આપણને સારું પડશે, "

"ગુડ કવેશ્યન ડો, કેરેટ, સાચું કહ્યું ,ગુરુ ગ્રહ માં 1331 પૃથ્વી સમાય શકે એટલી વિશાળ જગ્યા, મંગળ ગ્રહ પર લાલ રંગ અને ત્યાં ગ્રીન હરી સારી છે, 2030માં જે છોડ ત્યાં વાવ્યા એ આજે વૃક્ષ બની ગયા છે, એટલે "

"કેપ્ટન બીટ,મને એક વાત હજુ નથી સમજાતી આટલી સુંદર પૃથ્વી છોડી આપણે શા માટે બીજે શિફ્ટ થઈ એ છીએ, ?"

"જગ્યાનો અભાવ, પાણીનું સ્તર વધતું જાય, આપણે સાથે લઈ જવાની યાદી ડો, કેરેટ યાદ રાખજો, "

"કેપ્ટન બીટ સાથે બસ આ પૃથ્વીની મેમરી લઈ જવાની છે, મોટા ભાગનું કામ થઈ ગયું છે, જો તમે પરમિશન આપો તો અમે પાસ્ટમાં જવા માંગીએ છીએ, ઇફ યુ ડોન્ટ માઈન્ડ , "

"કેમ પાસ્ટમાં જવું, ? ફ્યુચરનું વિચારો, "

"કેપ્ટન બીટ સાચું કહું , જે પૃથ્વીએ માનવજાતને પોતાના સંતાનની જેમ સાચવ્યા એ પૃથ્વીને લોક કરવાનો સમય આવ્યો, દુઃખ થાય છે, એટલે આ દુનિયામાં રહેલી મેમરીને હું કેદ કરી સાથે લઈ જવા માંગુ છું, ત્રીજા વિશ્વયુદ્ધ પછી જે હોનારત થઈ છે ખરેખર દુઃખ દાયક છે, માનવ જાતે કુદરતનો 95% જેટલો વિનાશ કરી નાખ્યો, "

"એટલે જ બાકી વધેલી 5 % કુદરતી સંપતિને ફરી 95 % સુધી પહોંચાડવા માટે પૃથ્વીને લોક કરવી જરૂરી છે, વધેલી માનવજાતે બસ એટલું જ વિચાર્યું પૃથ્વીને એના પોતાના વિકાસ માટે લાંબા અંતરાલની જરૂર છે, માટે આપણે અન્ય ગ્રહ પર રહીએ એટલે કોઈ ડિસ્ટર્બન્સ પણ નહીં, "

"ઓકે સર , પણ અમે પાસ્ટમાં જવા ઈચ્છીએ છીએ, સારી સારી બાબતોને સાથે લેવી છે, ખાસ તો

4 R નો સિદ્ધાંત, "

"કેમ 4R" ડો, કેરેટ સામે અચરજ સાથે જોઇ કેપ્ટન બીટે કહ્યું,

"કેપ્ટન બીટ, વિકાસની દોડમાં જે ભૂલ્યા એ ફરી રીપીટ ન થાય એનું ધ્યાન રાખવા જૂનું ઘણું સાથે લઈ જવું,

રડ્યુઝ : રેડિયો જેવું વિઘટનીયનો વપરાશ ઘટાડો

રિયુઝ : એક જ પદાર્થો વારંવાર ઉપયોગ

રિસાયકલ: રિસાયકલ કરી શકે તેવી વસ્તુઓ વાપરો

રિકવાર :વાપરી શકાય તેવી વસ્તુઓ જ વાપરવી"

આ સિવાય બીજું ઘણું, "

"ગુડ, નક્કી કરો ક્યાં સમયમાં તમે રહેવા માંગો છો, રુલ્સ અને રેગુલેશન તમારે સ્ટ્રિકલી ફોલ્લો કરવા પડશે, અદ્રશ્ય સ્વરૂપ પસંદ કરવું પડશે, પાસ્ટની કોઈ ઘટનામાં ખલેલ પહોંચાડવી નહી, "

"કેપ્ટન બીટ બધું સર્ચ કરી તમારી પાસે આવ્યા છીએ, બસ તમારી પરમિશન જોઈએ, 25 દિવસ છે હજુ , ત્યાં સુધી અમે ફ્રી છીએ, "

"ડો..કેરેટ પાસ્ટમાં જવા માટે રિસર્ચ કરતા પણ કેરિંગ મહત્વની છે, તમારી એક ભૂલ તમને ભારે પડશે, કાલે પૂરી ફાઈલ સબમિટ કરો, ચાલો ઘણી ચર્ચા આજે કરી યોગનો સમય થઈ ગયો, "

"હા કેમ નહિ કેપ્ટન બીટ જે વસ્તુએ માનવજાતને બચાવી લીધી અને ફરી એક મોકો આપ્યો આપણી ભૂલ સુધારવાનો એ યોગ ને કેમ ભુલાય, ?, "

"રાઇટ , "

પૃથ્વી પર આપણે એ મુકામ પર પહોંચી ગયા છીએ, જ્યાં આપણે આપણી ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે..ઘણું ભોગવ્યું આપણે હવે ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો હતો, ટેકનોલોજીની હરણફાળમાં પાછું વળીને જોયું નથી અને માનવજાત મોટી ભૂલ કરી બેઠા, ત્રીજા વિશ્વયુદ્ધ પછી જે પૃથ્વીનો વિનાશ થયો એ માનવજાત માટે શર્મનાક હતો, પરંતુ લોકોનું યોગ તરફનું વલણ 5 ટકા કુદરતી સંપતિને બચાવી શક્યા, પર્યાવરણની જાગૃતિ માણસને ફરી એક તક આપતી ગઈ,  આ તકને જવા દેવી નથી, એટલે જ બચેલા લોકોનું આ પગલું ફરી આશાનું નવું કિરણ લઈ આવ્યું..ટેકનોલોજી હવે ફરી પહેલા જેવી દુનિયા બનાવવામાં મદદ કરશે,  જેણે વિનાશ કર્યો એ જ વિકાસ તરફ દોરી જશે, !

બીજા દિવસે ડો , કેરેટ અને એની 5 મેમ્બરની ટીમ કેપ્ટન બીટ પાસે ફાઈલ લઈ આવી, ભૂતકાળમાં કોને ક્યારે જવું? કેવી રીતે ?તેની બધી માહિતી પોતાના માઈન્ડમાં સેટ કરી લીધી..બાકી હતું માત્ર ટાઈમ મેનેજમેન્ટ,

"કેપ્ટન બીટ,ભૂતકાળમાં જવા માટે અમે 20મી સદી પસંદ કરી છે, અને અલગ અલગ વર્ષની અમુક ઘટનાઓને પસંદ કરી એની સાથે જીવવા માંગીએ છીએ, અને મેમરી કેદ કરી સાથે લેતા આવશું, "

"ડો, કેરેટ તમે સિકવનસમાં જવાનું પસંદ કરો, પાંચ મેમ્બર છો તો એક જ જગ્યાએ જશો તો ધ્વનિના તરંગો પર જવું સહેલું રહેશે, "

"નો,કેપ્ટન બીટ અમે બધાં અલગ અલગ પ્લેસ પર જવાના છીએ, શ્રાવ્ય કે અશ્રાવ્ય ધ્વનિ નહી પસંદ કરીએ, "

"કેમ,,,આવૃત્તિ વધુ એટલે પીચવાલો ધ્વનિ વધુ અને તેનું કંપન 20 Hz - 20000 HZ કંપન/સેકન્ડમાં તમને ટ્રાવેલ કરવું સહેલું પડશે , "

"કેપ્ટન બીટ, વીજ પહેલા થાય અને મેઘ ગર્જના બાદમાં થાય, , બસ આ જ સિદ્ધાંત ઉપર ટ્રાવેલ પસંદ કરીશું, "

"એટલે "

"પ્રકાશ ના તરંગો પસંદ કરીએ તો "?પ્રકાશ કણ અને તરંગ બંને સ્વરૂપ ધરાવે એટલે અમારે સહેલું પડશે, low of reflection પ્રકાશનું પરાવર્તન મદદ કરશે, !"

"વ્હોટ, ડો, કેરેટ અઘરું પડી જશે, પાછું વળવું, અને એક ભૂલ તમને ભારે પડશે, જો તમે તમારા સમયે પાછા ન વળી શક્યા, ટાઈમ લિમિટ પૂરી થશે તો તમે વિઝ્યુઅલ થશો, કદાચ પરમેનેટ એ સમયમાં આયુષ્ય ભોગવવું પડે, અને તે સમયના લોકો અને આપણામાં ઘણો ફેર છે, આપણે રોબોટિક જીવનશૈલીમાં ઘડાય ચૂક્યા છીએ, અને એ લોકો સોફ્ટ હદય ધરાવતા માનવી..અઘરું પડશે.."

"કેપ્ટન બીટ અઘરું છે, અશક્ય નથી, અમે બધું રિસર્ચ કરી લીધું, ખાસ વિરોધ થતી એકિતવિટી પર કંટ્રોલ કરવાનું છે, "

"પાસ્ટમાં જવા દબાણને નજરઅંદાજ ન કરતાં, "

"હા, વાતાવરણનું દબાણ 10"5 n/m2..છે, પણ આપણા શરીર અંદરના દબાણને કારણે કચડાઈ નહી જઈએ,  ઓલ સેટ.."'

"'ગુડ લક ફોર યોર જર્ની ,  એક વાત ખાસ યાદ રાખજો કે તમે એક સારા મિશન ઉપર જાઓ છો, પણ વધુ સારું કરવામાં એ ન ભૂલતા કે આપણે હવે પૃથ્વીના મહેમાન છીએ..જો તમે સમયસર પાછા ન આવ્યા તો અમે પૃથ્વીને લોક કરી દેશું, અને તમે,  , !

અધૂરા મુકયેલા વાક્યમાં ઘણું કહેવાય ગયું હતું..અને પછી મોત જ હતું, છતાં એક સારી મેમરીને સાથે લઈ જવા ડો કેરેટ અને એની ટીમ તૈયાર હતા, કારણ એક નવી દુનિયા વસાવવા માટે સારી બાબતો સાથે લેવી જરૂરી હતી, અને ભૂતકાળની ભૂલો ફરી ન થાય એની તકેદારી રાખવા એક મોટું જોખમ ભરેલું પગલું ભર્યું, ડો, કેરેટએ પોતાના 5 મેમ્બર માટે P,Q,R,S,Tસિમ્બોલ સિલેક્ટ કર્યા, પોતાનો સમય નક્કી કર્યો કોણ ક્યાં સ્થળ ઉપર પહેલા જશે, અને જીવશે, અનુભવશે

કેપ્ટન p:

1) 11 સપ્ટેમ્બર1893 સ્વામી વિવકાનંદજી શિકાગોમાં

કેપ્ટન Q:

2)1913 માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને મળેલ નોબેલ પ્રાઈઝ અને શાંતિનિકેતનમાં પ્રવચન

કેપ્ટન R:

૩) 12મી માર્ચ 1930 ગાંધીજીની દાંડીકુચ યાત્રા ભારતની સ્વતંત્રતા

કેપ્ટન S :

4) 1969માં બર્માથી ગુરુદેવ પાસેથી ચૌદ વર્ષ સુધી વિપશ્યના સાધના કરી તેના પ્રચાર અર્થે ભારત આવ્યા,

કેપ્ટન T:

5)1971 પ્રમુખ સ્વામી મહારાજે સંપ્રદાયની સુકાન સાંભળી માનવજીવન ને ધર્મમય બનાવવા કરેલ પ્રયાસ

"વાહ..નવી સૃષ્ટિના નિર્માણ માટે ખૂબ સારી યાદો એકઠી કરશો..જે માનવજીવનની ભલાઈ માટે તેમજ નવનિર્માણમાં ઉપયોગી બનશે, ડો, કેરેટ ગુડ લક ફોર જર્ની.."

"કેપ્ટન બીટ, થેંક યુ તમારી પરમિશન વિના શક્ય નહતું..થેંક યુ સો મચ"

"માનવજાતની ભલાઈ માટે જાઓ છો, પણ થેંક યુ મને નહી પણ સંજયને કહો, જેની પાસેથી આ ટેકનિક આપણે શીખ્યા, જેવી રીતે ધૃતરાષ્ટ્રને સંજયે મહાભારતનું યુધ્ધ અઢારે અઢાર દિવસ ઘરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી કહ્યું, બસ એ જ રીતે તમે આ 5 ઘટનાઓને અહી કેપચર કરાવજો .."

"ઓકે કેપ્ટન બીટ, "

ડો, કેરેટ અને એના સાથીદારોએ પોતાની સીટ લીધી, દરેક ટાઈમ ટ્રાવેલમાં મુસાફરી કરવા રેડી હતા, દરેક વ્યક્તિ ક્યાં કેવી રીતે પોતાની જવાબદારી નિભાવવી એ બાબત થી પૂરી રીતે સજાગ હતા, ડો..કેરેટ એ પ્રથમ સિમ્બોલ p પસંદ કર્યો, એક જ કારણ હતું કે સૌથી મોટું જોખમ એ જ સમયગાળામાં હતું,  પણ આ એવી ટેકનોલોજી હતી જેમાં સ્થૂળ કાયા 2099માં હતી પણ અદ્રશ્ય સ્વરૂપમાં ગમે તે સ્થળ ઉપર જીવન જીવી શકે, સમય મર્યાદા સાથે સમય વિતાવી પોતાની એનર્જી અન્ય સાથીદારને પાસ કરવાની, ક્રમિક રીતે ગોઠવાયેલ મેમ્બર પોતાની સાથે કેટલી ઊર્જા લેતી જવી એનાથી વાકેફ હતા, કેપ્ટન બીટ સાથે હંમેશા જોડાયેલ રહી ઊર્જા વિનિમય કરતી રહેવાની અને સાથે મેમરી..કેપચર કરેલી યાદો કેદ કરવાની, કેમ કે ગૂગલ પૃથ્વી ઉપર કામ કરતું મંગળ ગ્રહ પર એને સેટ થતા વાર લાગી જાય એમ હતી, યાદ એક જ રાખવાનું હતું કે જે ક્રમમાં જશે એનાથી ઉલ્ટા ક્રમમાં રિટર્ન થવાનું હતું, એટલે સૌથી પહેલા જનાર ડો, કેરેટ p સિમ્બોલ સાથે સૌથી છેલ્લે રિટર્ન થશે,

ડો, કેરેટ યોર જરની સ્ટાર્ટસ,

આંખો બંધ કરી બેસેલા ડો, કેરેટ એ આંખો, ખોલી તો 1893માં શિકાગોમાં ધર્મ પરિષદમાં હતા, એ સભામાં જ્યાં સ્વામી વિવેકાનંદના અમેરિકાના મારા ભાઈઓ બહેનો, શબ્દો પર આંખો હોલ તાળીઓથી ગુંજતો હતો,

"કેપ્ટન બીટ કેપચર ઇટ "

12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં જન્મેલા સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ ધર્મ અને વિજ્ઞાનની નજરે જોતા શીખવ્યો છે..આધુનિક ભારતની નીવ સ્વામીજીએ રાખી છે..દુનિયાની સામેની હિન્દુ ધર્મને લઈ નવી પરિભાષા સ્થાપિત કરે છે..31 સપ્ટેમ્બર 1893 માં અમેરિકાના શિકાગોમાં ભાઈઓ અને બહેનો સંબોધનએ દર્શાવે છે તે ભારત વિશ્વને પરિવારની જેમ જુએ છે તેમની પરિષદમાં જવાનો લહાવો મળ્યો તેમના થોડાક અંશો,

જે રીતે અલગ અલગ સ્ત્રોતોમાંથી નીકળતી વિભિન્ન નદી અંતે સમુદ્રને મળે છે , એ રીતે મનુષ્ય પોતાની ઇચ્છાને અનુરૂપ અલગ-અલગ ભાગ પસંદ કરે છે , તે જોવામાં ભલે સીધા કે વાંકાચૂકા લાગે અંતે ભગવાને મળે છે, સાંપ્રદાયિકતા કટ્ટરતા અને ભયાનક વંશવાદ એ લાંબા સમય સુધી પૃથ્વીને પોતાનામાં બાંધી રાખી છે, તેણે દુનિયાને હિંસાથી ભરી દીધી છે, આ દુનિયા રક્ત રંજત થઈ છે, મને ગર્વ છે કે હું એવા ધર્મમાંથી આવું છું, જ્યાં જેણે દુનિયાને સહનશીલતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ ભણાવ્યો, દરેક ધર્મને સત્યના સ્વરૂપે સ્વીકાર કરીએ છીએ, યુવાનો લક્ષ્યનો ત્યાં સુધી પીછો કરો જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય, ઓવર,

સિમ્બોલ કયુ યોર જર્ની સ્ટાર્ટ

1913 ગીતાંજલિ માટે નોબેલ પ્રાઈઝ રવીન્દ્રનાથ ટાગોરને ઘોષિત કરવામાં આવ્યું..શાંતિનિકતનમાં તેમના વિશે ઘણા લોકો પ્રવચન આપતા હતા..રવીન્દ્રનાથ ટાગોર માત્ર મહાકવિ કે સંગીતકાર જ નહિ પણ ચિત્રકાર પણ હતા , તેઓ એક શિક્ષક તથા ગુરુદેવ હતા..લોકો દ્વારા તેમના વિચારો રજૂ થતા હતા,

તેઓ કહેતા સૃષ્ટિકર્તા બિલકુલ પોતાની પરિપૂર્ણતા સૃષ્ટિ ઘડતા રહે છે , એનો કોઈ ઉપસર્ગ નથી , બહારની સૃષ્ટિ મનુષ્યના અંતરના તારને ઝણઝણાવી એક માનસપદાર્થ ને જન્મ આપે ત્યારે જે રસનો સૂર બજાવે છે, એ જ છે અંતર આત્માનો અવાજ, અને આજ તો છે આઘાત પ્રત્યાઘાત માનવ સૃષ્ટિમાં, , !! કલા જ માણસ ને સુંદર જીવન આપી શકે છે, ઓવર

સિમ્બોલ R યોર જર્ની સ્ટાર્ટ,

12 મી માર્ચ 1930 ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ, , અમદાવાદથી 80 સાથીદારો સાથે નીકળેલા બાપુ 380 km ગાંધીજી દ્વારા અંતર કાપ્યું,  વચ્ચેના ગામમાં એક સાંજે પડાવ દરમિયાન ગાંધીજી ગામના લોકોને તથા પોતાની સાથે રહેલ આગેવાનોને પ્રવચન આપતા હતા કે,

 છેલ્લા થોડા વર્ષોમાં દુનિયામાં ઘણી ઊથલપાથલ થઈ ગઈ છે , બીજા વિશ્વયુદ્ધમાં અણુ બોમ્બના ઉપયોગની વપરાશ વિનાશની કલ્પના ખૂબ દર્દનાયક છે, અહિંસા અને સત્ય પર મારી શ્રદ્ધા મજબૂત બની છે..સત્ય અને અહિંસાથી મોટી કોઈ શકતી જ નથી..સત્યનો સ્વીકાર કર્યા વિના અને તેનો સાક્ષાત્કાર કર્યા વિના સર્વનાશમાંથી બચવાનો કોઈ બીજો ઉપાય નથી..દ્વેષ ને પ્રેમથી તો જીતો,  હિંસા ભલે આવે બોમ સામે પણ મીઠાના એક રુપિયાના ૮૦૦ અને 24 રૂપિયા કરવેરો ન ભરવો , આ દાંડીને અને સાથીદારો સાથે ની 380 કિલોમીટરની પદયાત્રા સ્વતંત્રતા જરૂર અપાવશે, ઓવર

સિમ્બોલ s યોર જર્ની સ્ટાર્ટ, ,

બર્મા થી ગોયન્કા મહારાજ 1969માં ગુરુજી પાસેથી ચૌદ વરસની વિપશ્યના સાધના શીખી ભારત આવ્યા હતા , એક જ ઉદ્દેશ સાથે લોકોને વિપશ્યના ની જાણકારી આપવા વિપશ્યના એ આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ ..આ અત્યંત પુરાતન વિધિ છે , ગૌતમ બુદ્ધે આ વિલુપ્ત થતી પદ્ધતિનું પુન અનુસંધાન કર્યો..આપણા વિચાર-વિકાસ, ભાવનાઓ ,સંવેદના જે વૈજ્ઞાનિક નિયમને અનુસરે છે..તે સાધનાથી સ્પષ્ટ થાય છે , માણસને અંતર આત્માની શુદ્ધિ વિપશ્યના થકી જ થાય છે , આંતરિક શાંતિ ધરાવતો માણસ જ બહારની દુનિયામાં શાંતિ સ્થાપી શકે છે , પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા ચિતશોધન નો અભ્યાસ સુખમય જીવન જીવવામાં મદદ કરે છે, બસ આજ વિપસ્યના ને સાથે લઈ જવી છે ફરી આપણા નવા ગ્રહ પર એનો ઉપયોગ કરવો છે, ઓવર

સિમ્બોલ T યોર જર્ની સ્ટાર્ટ

પ્રમુખસ્વામી મહારાજે 1940માં બીએપીએસ ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પાસેથી હિન્દુ ધર્મ પ્રમુખ તરીકે દીક્ષા લીધી , 1950માં બીએપીએસ ના પ્રમુખ તરીકે નિયુક્ત થયા 1971માં પોતાની ભૂમિકા શરૂ કરી સ્વામિનારાયણ ધર્મ હિંદુ ધર્મ અને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કામ કર્યું , એક જ કારણ લોકોને ધર્મના જ્ઞાનની સાથે સંસ્કાર મય જીવન આપવાનું, અનિશ્ચિતતાથી દૂર કરવા વ્યસન મુક્ત કરવા અને પ્રભુમય રાખવા આ ધર્મની સ્થાપના કરે છે, ધર્મ માણસને એક બીજા સાથે જોડે છે..સમગ્ર પૃથ્વી વાસીઓ ભગવાનના અંશ છીએ, એકબીજા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જ શાંતિ કે સુખમય જીવન આપે છે, ઓવર

" ઓલ મેમબ્રસ લીસન..યોર ટાઈમ ઇઝ ઓવર, કેમ બેક ફાસ્ટ..ફર્સ્ટ..સિમ્બોલ T, નેક્સ્ટ S, , નેક્સ્ટ R, , નેક્સ્ટ, ક્યુ, ગુડ જોબ, કેમ બેક ફાસ્ટ and સેટ યોર મેમરી..now સિમ્બોલ p last યોર journey is ઓવર..ઊર્જા વિનિમય કરી સિમ્બોલ p જલ્દી પાછા આવો, આન્સર મી..ડો..કેરેટ..

"કેપ્ટન બીટ ,,સિમ્બોલ p કેમ કોઈ જવાબ આપતા નથી, એમની ઊર્જા પૂરી થવામાં છે..last એમને આવવાનું હતું પણ હજુ કેમ કોઈ જવાબ આપતા નથી, ડો, કેરેટ જો સમયસર પાછા ફરી ન વળ્યા તો, જોખમ રહેશે..પૃથ્વીને લોક કરવાનો સમય થઈ ગયો છે, 30 ડિસેમ્બર બસ માત્ર આપણી પાસે એક દિવસ છે..જો ડોક્ટર કેરેટ પાછા ન ફર્યા તો આપણે નીકળી જવું પડશે.."'

"આઈ નો..Dr, જોન્સ બસ એની જ મને ચિંતા છે, B ગવર્મેન્ટ ના ઇમેલ ચાલુ થઈ ગયા છે..ગ્રેવિટી સેટ થઈ ગઈ છે..બસ હવે આપણે આપણું યાન ચાલુ કરવાનું છે..તમે પૃથ્વીને લોક કરવાની પ્રોસેસ શરૂ કરી દો..યાન ઓન કરી દો, "

"પણ કેપ્ટન બીટ ડોક્ટર કેરેટ નું શું થશે ??એ હજુ પણ પાસ્ટમાંથી પાછા નથી ફર્યા, એમની મેમરીમાં હજુ પણ ૧૮૯૩ છે.."

"ડો..જોંસ બસ હવે છેલ્લો સમય છે, જો ડો..કેરેટ છેલ્લી કલાકમાં પાછા ન ફર્યા, તો યાન શરૂ કરી દેવું, પૃથ્વીને બચાવવા અને માનવજીવનને નવેસરથી શરૂ કરવા , ડો..કેરેટનું યોગદાન હંમેશા યાદ રહેશે, "

એક વડા તરીકે સખત પણ ડો, કેરેટને પોતાના આસિસ્ટન્ટ નહીં પણ દીકરાની જેમ રાખનાર કેપ્ટન બીટની આંખમાં આસુ હતું, બસ હવે યાન ઉપાડવાનો અંતિમ સમય, એક જ ચિંતા ડો..કેરેટ કેમ પાસ્ટમાંથી પાછા ન ફર્યા..બધું બરાબર હતું, એમની મેમરી કેપચેર થઇ..પૂરતી ઊર્જા હતી..વધુ ઊર્જા હતી કારણ..કે પહેલા એ જનાર અનેં છેલ્લે એ આવનાર હતા,  ક્યાં ભૂલ થઇ ગઇ આ સવાલ બધાને કોરી ખાતો હતો, ખાસ..કેપ્ટન બીટને..!

ત્યાં જ બીપ બીપ એવો અવાજ આવ્યો..ડો..કેરેટ ની સીટ પર બધા ત્યાં ભેગા થયા, સ્થૂળ કાયાની જગ્યાએ હલન ચલન થયું, અને ડો..કેરેટ પાછા ફર્યા,  બધાના મનમાં એક જ સવાલ ક્યાં રોકાયા, ,

"સોરી દોસ્તો..2011 માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત ના ધોનીની છેલ્લી સિકસ જોવા સ્ટેડિયમમાં રોકાઈ ગયો, થોડી એનર્જી હતી થયું ચાલ વાપરી નાખું..ભારતની એ ઘણી યાદો સાથે લીધી આ ક્રિકેટની દિવાનગી કેમ ભુલાય, !"

અને એ યાન ઝડપથી ઉપડ્યું, પૃથ્વીને લોક કરી માનવ જીવનના નવા અધ્યાયને ખોલવા મંગળ ગ્રહ પર પહોંચ્યું..રતી ઉપર નીરવ શાંતિ અનુભવાય , શાયદ એ કહેતી હશે

"હાશ, લાંબા અંતરાલ બાદ પોતાની માટે ફરી જીવવાનો સમય આવી ગયો !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational