મીઠો રોટલો
મીઠો રોટલો
નિરવભાઈ એક ખેડૂત હતા. તેને બે પુત્રો હતા. એકનું નામ આશિષ આપે બીજાનુંં નામ રાજેશ. આશિષ મોટો હતો જ્યારે રાજેશ નાનો. આશિષ ખૂબ મહેનતુ અને રાજેશ એનાથી સાવ વિરુદ્ધ આળસું.
નિરવભાઈ બંને પુત્રોને સમજાવે કે પરિશ્રમ એ જ પારસમણિ. મહેનત વડે આપણે જે ધારીએ તે બધું મેળવી શકીએ. આશિષ આ વાત ધ્યાનથી સાંભળે. પણ રાજેશના મનમાં આ વાત ઉતરે જ નહિ. આળસુની જેમ પડયા રહે.
સમય જતાં બંને ભાઈઓના લગ્ન થયાં. આશિષ અને રાજેશ બંને અલગ અલગ રહેવા જતા રહ્યા. રાજેશની પત્ની કામ કરે અને રાજેશ આળસ કરે. આમને આમ એક દિવસ રાજેશની પત્નીએ કહ્યું,"તમારે આળસુની જેમ પડયા રહેવું. કંઈ કરવું જ નહિ. "
ખીજમાં ને ખીજમાં તેની પત્નીએ કહી દીધું" આજ તો તમે ખેતરમાં કામ નહિ કરવા લાગો ત્યાં સુધી ખાવા નહિ મળે. " રાજેશને આ વાત ગમી નહિ. તે સવારથી જ ખેતરે ચાલી નીકળ્યો અને આખું ખેતર ખેડી નાખ્યું.
બપોરે બંને સાથે જમવા બેઠા. રાજેશને ખૂબ જ ભૂખ લાગી હતી. આજ પહેલી વખત કામ કરેલું. એકસાથે બે રોટલા ખાઈ ગયો. અને જમીને બોલ્યો," આજ તો રોટલો કંઈક વધારે મીઠો લાગે છે. "
ત્યારે તેની પત્નીએ કહ્યું," મહેનતનો રોટલો મીઠો જ હોય. "
