Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

મીઠી સાગરની હૂંફ

મીઠી સાગરની હૂંફ

2 mins
473


અનેરી સાગર કિનારે બેઠી સાગરના મોજાની મજા માણતી હતી અને એક અલૌકિક હૂંફનો અહેસાસ કરતી હતી અને દૂર દૂર નજર કરી મુંબઈની ઉંચી બિલ્ડિંગો જોતી હતી અને મનમાં દ્રઢ સંકલ્પ કરતી હતી કે ગમે તે તકલીફો કે રૂકાવટ આવે એ સાગરનું સ્વપ્ન પુરુ કરીને જ રહેશે.

સાગર અને અનેરી સ્કૂલથી જ જોડે ભણતા હતા અને કોલેજમાં પણ સાથે જ હતા બેવ એકબીજાને ખુબ જ પ્રેમ કરતાં હતાં.. બન્ને ના ઘરના પણ આ લોકો આ બન્નેની સાચી ભાવના અને પ્રેમ જોઈને અને એમની જોડી જોઈ રાજી હતા એટલે ધામધૂમથી લગ્ન થઈ ગયાં.


લગ્ન થઈ ગયાં અને યુરોપ ટ્રિપ પણ કરી આવ્યાં. સાગરને એના પિતાનો બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો ધંધો હતો અને કાઠિયાવાડના એક નાનાં ગામડાંમાં જમીન અને ઘર હતા, હજુ ધંધામાં ઉંચી ઉડાન નહોતી પણ બીજી કોઈ તકલીફ પણ નહતી. અનેરી પણ ઘર અને ઓફિસ બન્ને સંભાળતી. લગ્ન ને પાંચ વર્ષ થયા જોડીયા બાળકો આવ્યા એક દીકરી હતી અને એક દીકરો હતો ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. ઓળખીતા,સટાફ, અને સગાંવહાલાં ને મિઠાઈઓ વહેંચવામા આવી.


આજે બન્ને બાળકોને એક વર્ષ થયું તો સાંજે બર્થ-ડે પાર્ટીનું આયોજન હતું. રોજ સવારે ચાલવા જતા સાગરના માતા પિતા એક પૂરપાટ આવતી ગાડીની હડફેટે આવી ગયા અને ત્યાં જ એમનું પ્રાણપંખેરું ઉડી ગયું.. ઘરનો માહોલ ગમગીન ભર્યો બની ગયો અને રોકકળ થઈ ગઈ. આ વાત ને છ મહિના થયા હતા અને અનેરીના મમ્મી પણ ટૂંકી માંદગી પછી પ્રભુધામ ગયા. અનેરી એક જ સંતાન હતી અને એના પિતા એક કંપનીમાં નોકરી કરતા હતા જે રિટાયર જિંદગી જીવી રહ્યા હતા એમનો એક ફ્લેટ હતો. મા ના અવસાન પછી સાગર સમજાવીને અનેરી ના પિતાને જોડે રહેવા સમજાવીને લાવ્યો અનેરી ખુબ ખુશ થઈ. અનેરી અને સાગર ખભેખભા મિલાવી ધંધો વધારવા દોડધામમાં પડ્યા હતા. સાગરનું સ્વપ્ન હતું સૌથી ઉંચી બિલ્ડિંગ બાંધવાનું એ માટે એક જમીન જોઈ હતી અને એની દોડધામમાં સાગર એટલો પડ્યો હતો કે ના ખાવાનું અને ના શરીર નું ધ્યાન રાખતો અને એક રાત્રે ના થવાનું થયું.


સાગર ને ગભરામણ થતી હતી અને છાતીમાં દુખાવો અને પસીનો ફૂલ એ.સી. માં પણ થતો હતો અનેરી એ ફેમિલી ડોક્ટર ને ઘરે બોલાવ્યા એમણે કહ્યું કે જલ્દી હાર્ટ સ્પેશયાલિસ પાસે લઈ લો. ગાડીમાં લઈ જતાં જ હાર્ટએટેકના લીધે સાગર બચી ના શક્યો.


અનેરી ના માથે આભ ટૂટી પડ્યું એણે જાતને અને બાળકો અને પિતાને સંભાળ્યા અને મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે હું સંભાળીશ ધંધો અને ઘર.

આજે ઓફિસમાં મિટીંગ પતાવીને સાગરની યાદ બહું જ આવતી હતી અને એકલતા લાગતી હતી તેથીજ સાગરના મોજામાં સાગરની હૂંફ અને શાંતિ મેળવવા બેઠી હતી અને સાગરના સ્વપ્ન ને પૂરાં કરવા દ્રઢ સંકલ્પ સાથે ઉઠી અને મક્કમતાથી ડગલાં ભરી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational