STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

મીઠાંના કણ.

મીઠાંના કણ.

2 mins
2





“મીઠાંના કણ”

સવારનો સૂરજ હજુ આકાશની કિનારે અટક્યો હતો…
પણ ધરતી પર એક નવી પ્રભાત પહેલેથી જ જન્મ લઈ રહી હતી.
પગલાંઓની એક શાંત લહેર ધીમે ધીમે આગળ વધી રહી હતી—
કોઈ શસ્ત્ર વગર, કોઈ ક્રોધ વગર…
માત્ર હૃદયમાં સત્ય અને અહિંસાનો દીવો લઈને.
આ માત્ર એક યાત્રા નહોતી…
આ તો એ ક્ષણ હતી, જ્યાં ઇતિહાસ લોહીથી નહીં,
પણ મીઠાના એક નાનકડા કણથી લખાવાનો હતો.
~~~~~
દાંડી દરિયા કિનારે,સવારનો સૂરજ હજુ પૂરેપૂરો ઉગ્યો નહોતો…
પણ રસ્તા પર પગલાંઓની એક શાંતિભરી રામનામની ધૂન ગુંજતી હતી.આ રામનામ ની ધૂન હતી દાંડી કૂચની—
જેમાં હજારો લોકો,  હથિયાર મૂકી 
,હૃદયમાં એક આગ લઈને શાંતિ થી ચાલી રહ્યા હતા.
આગ, હતી સ્વતંત્રતાની.ગુલામી થી મુક્તિ ની.
અને માર્ગ, પકડ્યો હતો અહિંસા અને માફીનો.
આ માર્ગ ચિંધનાર હતા મહાત્મા ગાંધી.

સાબરમતીના એ સંત,
જે કહેતા,

“શક્તિ લાઠીમાં નથી… સત્યમાં છે.”

તે જ ટોળામાં એક યુવાન હતો વીરરાજ .
તેના મનમાં ઉકળાટ હતો…

“આ કેવી લડાઈ?

તેઓ મને મારે … અને તો પણ મારે શાંતિ રાખવી, અને માફ કરવા ?”

તેના હાથમાં એક નાનો પથ્થર ચમકી રહ્યો હતો—
જાણે તેની અંદરની આગને આકાર મળ્યો હોય.

ત્યારે બાજુમાં ચાલતા એક વૃદ્ધ સ્વયંસેવકે ધીમેથી કહ્યું—
“બેટા… પથ્થર ફેંકીશ તો લડાઈ વધશે,

માફ કરીશ તો, તો ઇતિહાસમાં વીર બનશે.”

વીરે કંઈ કહ્યું નહીં…

પણ પથ્થર તેની મુઠ્ઠીમાં હજુ પણ કસાઈને બંધ હતો.

અચાનક…
હવામાં એક કઠોર આદેશ ગુંજ્યો—
“રુકજાવ !”

અને પછી…
લાઠીઓનો વરસાદ.
લોકો ટપો ટપ પડી રહ્યા હતા
પણ કોઈ ન પ્રતિકાર કે આઘાત મારતું.

વીર પણ ઘાયલ થયો.
માથામાંથી લોહી વહી રહ્યું હતું…
અને હાથમાં પથ્થર હજુ જીવતો હતો.

એક ક્ષણ…
માત્ર એક ક્ષણ.
તેને લાગ્યું કે પથ્થર ઉઠી જવો જોઈએ.
પણ એ જ સમયે…
ગાંધીજીનો અવાજ જાણે પવનમાં ફરી વળ્યો—

“અહિંસા એ કાયરતા નથી… એ સૌથી મોટી હિંમત છે.”
વીરે ધીમે ધીમે મુઠ્ઠી ખોલી …
અને પથ્થર જમીન પર પડી ગયો.

થોડી વાર પછી…
એ જ પોલીસનો એક સિપાહી થાકી ગયો.
તે રસ્તાની બાજુએ બેસી ગયો—શ્વાસ ફૂલતો.

ઘાયલ વીર તેની પાસે ગયો.
હૃદયમાં હજુ દુખ હતું…
અને આંખોમાં થોડો ગુસ્સો પણ.
પણ વીરરાજ ના હાથમાં પાણીનો લોટો હતો.
એક ક્ષણ માટે બંને વચ્ચે મૌન ઊભું રહ્યું—
જાણે સમય પણ અટકી ગયો હોય.
અને પછી…
વીરે પાણી આગળ કર્યું.
સિપાહી ચોંકી ગયો.
“અમે તમને મારીએ … અને તમે અમને પાણી આપો છો ?”
કોઈ જવાબ નહિ...
પરંતુ 
વીરનું સ્મિત શાંત હતું—
“કારણ કે હું તમને હરાવવા નથી આવ્યો…
તમને સમજાવવા આવ્યો છું.”

સિપાહીની આંખોમાં કંઈક પીગળી ગયું.લાઠી પકડી રાખનાર હાથ…
હવે કંપી રહ્યો હતો.
એ ક્ષણે,
કોઈ યુદ્ધ નજીતાયું નહીં…
પણ જીત નું બીજ વવાઈ, એનેક દિલ જીતી લેવાયા.

સાંજ પડતી હતી…
અને દાંડીના દરિયાકિનારે એક  મીઠાંના કણ અનેક હાથમાં ઉઠ્યા.

પણ એ માત્ર મીઠાં માટે નો સત્યાગ્રહ નહોતો…
એમાં હજારો લોકોની શાંતિ, સહનશક્તિ અને માફી ભળી હતી

અંતમાં…

“ના ખડગ, ના ઢાલ…
સાબરમતીના સંતે કરી નાખ્યો કમાલ.”

શીખ…
અહિંસા એ શાંત દરિયો છે—
જેમાં સૌથી મોટું તોફાન પણ ઓગળી જાય છે.
અને માફી એ એ પવન છે—
જે શત્રુને પણ મિત્ર બનાવી દે છે. ✨



ના કોઈ લાઠી કે ખડગ, ના કોઈ ઢાલ…કે પ્રતિકાર..
સાબરમતીના સંતે કરી નાખ્યો કમાલ.”
Disclaimer 

આ વાર્તા ઐતિહાસિક ઘટનાઓથી પ્રેરિત એક કલ્પિત રચના છે. તેમાં દર્શાવાયેલા પાત્રો અને ઘટનાઓ લેખકની કલ્પનાનો ભાગ છે. કોઈપણ વ્યક્તિ, ઘટના અથવા પરિસ્થિતિ સાથે સમાનતા યોગાયોગ માનવી.



Rate this content
Log in

Similar gujarati story from Abstract