મિહિર અને વંદના
મિહિર અને વંદના
મિહિર અને વંદના બંને ભાઈ - બહેન હતા. એમની વચ્ચે ૩ વર્ષનો ફરક હતો. મિહિર મોટો હતો. એ વંદનાનું ધ્યાન ખુબ જ રાખતો, વંદના પણ આખો દિવસ એના ભાઈ સાથે જ રહેતી. બંને વચ્ચે ખુબ જ પ્રેમ હતો.
બંને જણા જેમ જેમ મોટા થતાં ગયા એમ એમ બંને ને ભણવા મૂકી દીધા હતા. ત્યાં પણ ફ્રી પિરીયડમાં બંને જણ જોડે જ રહેતા હતા. એક વખત વંદનાના ક્લાસમાં એક છોકરાનું નવું એડમિશન થયું હતું. એનું નામ "રાજ" હતું. પહેલાં એ જ્યાં ભણતો હતો ત્યાં એટલું સારું ભણાવતા નહોતા.
એક વખતની વાત છે વંદનાના ક્લાસમાં છોકરાઓ વચ્ચે કોઈ બાબતે મારા મારી થઈ. સ્કૂલમાં પ્રિન્સિપાલ ને ખબર પડતાં એ વંદનાના ક્લાસમાં આવ્યા અને બધા ને ક્લાસમાં ઊભા કર્યા અને પછી ધમાલ કરવામાં કોણ કોણ હતા એ પૂછ્યું પણ કોઈ એ જવાબ ન આપ્યો. આખરે બહુ પૂછતા વંદના એ કહ્યું કે એમાં રાજ અને બીજા બે જણા હતા.
આ સાંભળીને પ્રિન્સિપાલે એ બધાને સજા આપી અને ફરીવાર આવું ના કરે એટલા માટે એમના માતા પિતા ને સ્કૂલ માં બોલાવ્યા. આમાં રાજ પણ સામેલ હતો અને વંદના એ પ્રિન્સિપાલ ને કહ્યું હતું એટલે રાજ ને એની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. એણે આ બાબતે વંદના ને હેરાન કરવાનું નક્કી કર્યુ હતું. પછી તો જ્યારે પણ મોકો મળતો રાજ વંદના ને હેરાન કરતો. પહેલાં તો વંદના એ મિહિરને કશું કહ્યું નહિ પણ એક વખત મિહિરની સામે જ રાજે વંદનાને હેરાન કરી. આ જોઈને મિહિર ખુબ જ ગુસ્સે થયો અને એણે ત્યાં જ રાજ ઉપર હુમલો કર્યો અને એણે પ્રિન્સિપાલને આની ફરિયાદ પણ કરી. આખરે રાજની સામે ફરિયાદોને હિસાબે એને છેલ્લી ચેતવણી આપી ને છોડી દીધો. ત્યારપછી મિહિર હરઘડી વંદનાનું ધ્યાન રાખતો હતો અને વંદના પણ એનો ભાઈ જેમ કહે એમ જ કરતી. આવો પ્રેમ હતો બંને ભાઈ - બહેન વચ્ચે.
