Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

મહિલાઓ

મહિલાઓ

2 mins
171


આધેડ વયની મહિલાઓનું એક વોટ્સએપ ગ્રૂપ હતું. ગ્રૂપનું નામ કલાવૃંદ હતું. એડમીન અનિતાબહેન હતાં એમનાં હાથ નીચે ભારતી બહેન હતાં.

મહિલાઓ રોજબરોજ નિતનવી પ્રવૃત્તિઓ કરતાં હતાં અને હસ્તકલા કૃતિઓના પ્રદર્શન ભરતાં હતાં ને જે રૂપિયા આવે એનું વૃદ્ધાશ્રમમાં જઈને દાન કરતાં હતાં અથવા જરૂરિયાત મુજબ વસ્તુઓ આપતાં હતાં. આમ મહિલાઓ એકત્રિત થઈને આવી સુંદર કામગીરી કરતાં હતાં. ક્યારેક ક્યારેક કોઈ મંદિરમાં દર્શન કરવા ભેગા થાય અને ત્યાં બધાયને પ્રસાદ વિતરણ કરતાં હતાં. અનિતા બહેનને ભારતી બહેનનાં નેજા હેઠળ સિઝનેબલ વસ્તુઓ બનાવીને વેચાણ કરતાં હતાં. દિવાળીમાં દીવડા, સાથિયા, પૂજાની સામગ્રી વિગેરે ની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. ઉનાળામાં કેરીની સીઝન શરૂ થાય એટલે વિધવિધ પ્રકારના અથાણા બનાવી ને વેચાણ કરતાં હતાં.

મહિલાઓ ઉત્સાહથી ભાગ લેતાં હતાં ને વાર તહેવારે એકબીજાને હાથે બનાવેલી સુંદર વસ્તુઓ ગિફ્ટ આપતાં હતાં. આમ અનિતા બહેન બધી બહેનો સાથે પોતે પણ કામમાં વ્યસ્ત રહેતા હતાં જયારે ભારતી બહેન બજારમાં ઉપલબ્ધ સસ્તી વસ્તુ ખરીદવાની કામગીરી કરતાં હતાં.

મહિલાઓમાં સંપ બહું હતો એટલે એક માળાનાં મણકા બનીને રહેતાં હતાં. આ વખતે અનિતાબહેન અને ભારતીબહેને ઘરમાં પડી રહેલી ભંગાર ને બિન ઉપયોગી વસ્તુઓમાંથી નવી વસ્તુ બનાવવાની કામગીરી હાથ ધરી હતી ને બધી મહિલાઓ ખુબ જ મહેનત કરીને અલગ અલગ વસ્તુઓ બનાવીને બજારમાં વેચાણ કરતાં એ સારી કિંમતે વેચાઈ એટલે બધી મહિલાઓની રકમમાંથી દાન પેટે અમુક રકમ લીધી ને બાકીની રકમ બધી મહિલાઓને વહેંચી દીધી.

બધીજ મહિલાઓ ખુબ ખુશ થઈ ગઈ ને હવે બીજા નવા પ્રોજેક્ટ માટે તૈયાર થઈ ગયાં.

એડમીનના કહેવા પ્રમાણે આ વખતે બધાં અનાથ આશ્રમમાં ગયાં ને ત્યાં બાળકોને ઉપયોગી વસ્તુઓ આપીને આનંદ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational