મહેંકાવે કૂળને દિકરી
મહેંકાવે કૂળને દિકરી
લાગણીઓનો ખજાનો લુંટાવી દે છે આ દિકરી ઓ. પ્રેમના ઘોડાપૂરમાં નવડાવી દે છે. સ્નેહમાં ઝુલતા કરી દે છે દિકરીઓ. કોકિલાના કૂજન જેવો ટહુકો કરે આ દિકરીઓ. સરિતાના ખળખળ સલિલમાં ભીંજાવે આ દિકરીઓ અને જીવન બાગને મહેકાવે આ દિકરીઓ.
અમદાવાદના એક મધ્યમ વર્ગના પણ ખાધેપીધે સુખી એવું કુટુંબ લલિતભાઈ અને અંજુબેન, બન્ને નોકરી કરે અને ઘર ચલાવે. દિકરી મોટી હતી મનાલી અને દિકરો જીગર. બન્ને છોકરાઓ ભણવામાં હોંશિયાર હતાં. એટલે અંજુ બન્નેને ઘરેજ ભણાવતી. લલિત ભાઈને સિગરેટ અને તમાકું ખાવાનું વ્યસન એમને એના વગર ના ચાલે.
અંજુએ કહ્યું કે, 'આ વ્યસન પાછળ રૂપિયા બગાડો છો એના કરતાં એટલા રૂપિયા નું ડ્રાઈફ્રૂટ કે દૂધ પીવો.' પણ લલિત ભાઈ માન્યા નહીં. આમ કરતાં મનાલી દસમાં ધોરણમાં આવી અને જીગર સાતમું ધોરણ આવ્યો. એણે અને જીગરે લલિતભાઈને વ્યસન છોડવા કહ્યું. લલિત ભાઈને આમ પણ દિકરીઓ ખુબ વ્હાલી. મનાલી એ કહ્યું કે, 'સિગરેટ કે તમાકું બે માંથી એક છોડો નહીં તો હું તમારી સાથે વાત નહીં કરું.' લલિત ભાઈ નાં માન્યાં.
મનાલી એ બોલવાનું બંધ કરી દીધું. એક દિવસ થયો બે દિવસ અને એક અઠવાડિયું થયું પણ મનાલી ના બોલી. લલિતભાઈને એમ કે એને મારા વગર ચાલશે નહીં એટલે આવશે. પણ લલિતભાઈને હવે લાગ્યું એમણે મનાલીને મનાવવા કોશિશ કરી કે ચલ તને ભાવતો આઈસ્ક્રીમ ખવડાવું ચલ બોલ. મનાલી કોઈ જ જવાબ આપ્યા વગર લેશન કરવા લાગી. આમ લલિતભાઈ રાહ જોતાં કે મનાલી આજે પપ્પા બોલશે. પણ આમ કરતાં પંદર દિવસ થયા અને લલિત ભાઈ ઢીલા પડ્યા એમણે મનાલીનો હાથ પકડીને વચન આપ્યું કે આજથી તમાકું બંધ બસ હવે ખુશ ને. મનાલી એ હા કહી પપ્પાને વળગી પડી.
આમ મનાલી કોલેજમાં આવી અને એને નિકુંજ જોડે પ્રેમ થઈ ગયો એણે ઘરમાં વાત કરી કહ્યું કે તમે ખુશીથી હા પાડશો તો નિકુંજ જોડે લગ્ન કરીશ બાકી ના પાડશો તો ભાગીને લગ્ન નહીં કરું. પણ બીજા કોઈ સાથે પણ લગ્ન નહીં કરું. આમ ઘરનાને મનાવીને નિકુંજ સાથે મનાલીના લગ્ન આર્યસમાજમાં કરી દેવામાં આવ્યા. જીગર પણ એન્જિનિયર કોલેજમાં હતો અને સાથે એક ટ્યુશન ક્લાસમાં લેક્ચર લેવા જતો હતો. ત્યાં સરલ કરીને એક છોકરી આવતી હતી એની સાથે પ્રેમ થઈ ગયો અને માસ્ટર ડિગ્રી મેળવી અને નોકરી એ લાગ્યા પછી સરલ સાથે લગ્ન કર્યા.
સરલના લગ્નના બીજા દિવસે એ ઉપરથી નીચે ઉતારી તો લલિતભાઈ સિગરેટ પીતાં હતાં એને સ્મોકિંગની એલર્જી હતી. એણે લલિતભાઈની સિગરેટ પતી એટલે એ પગે લાગી. લલિતભાઈએ માથે હાથ મૂકીને આશિર્વાદ આપ્યા. સરલે કહ્યું, 'પપ્પા આશિર્વાદમાં આજથી સિગરેટ નહીં પીવો એવું વચન આપો.' લલિત ભાઈ એકદમ અવાચક બની ગયા. એ ચેન સ્મોકર હતાં એ જવાબ આપે એ પહેલાં સરલ ફરી બોલી. 'પપ્પા આપો વચન..' લલિતભાઈએ વચન આપ્યું અને ખિસ્સામાં સિગરેટનું પેકેટ હતું એ અને લાઈટર કચરાનાં ડબ્બામાં નાખી દીધું.
પણ અચાનક સિગરેટ બંધ કરવાથી લલિતભાઈની તબિયત બગડી પણ મનાલી, સરલ અને જીગરે એમની દેખભાળ કરી એમને હિમ્મત બંધાવી, અને દવા અને દુવાથી લલિતભાઈને એકદમ સારુ થઈ ગયું. સાચેજ દિકરીઓ મહેંકાવી દે છે બે કૂળને એનો આ જીવતો જાગતો દાખલો છે. દિકરીઓ તો બે કૂળની તારક છે. દિકરીઓથી જ ઘરની રોનક છે. હવે લલિત ભાઈ બધાંને વ્યસનથી મુક્ત રહેવા સમજાવે છે અને પરિવારને અને દિકરીઓને ખુશ રાખવા કહે છે.