The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

અમૃત પટેલ સ્વયંભૂ

Inspirational

3.1  

અમૃત પટેલ સ્વયંભૂ

Inspirational

મગું મોચી

મગું મોચી

2 mins
398


તેણે ક્લિનીકની દીવાલ ઊપરની તસવીરને તેના હાથરૂમાલથી સાફ કરી હારને સરખો કરી ક્યાંય સુધી જોતો રહ્યો.! તે સાથે જ...


'મંગુ મોચી' હા બધા અહીં શહેરમાં તેને આજ નામથી ઓળખતા. બ્રિજની નીચે નાની એવી તાળપત્રીથી બનાવેલી દુકાન. ગામમાં કોઈ ધંધો રહ્યો નહોતો ને ધનકી એ પણ એક દીકરીને જન્મ આપી ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી એટલે તે ત્રણ વરસની કોમલને લઈને શહેરમાં આવી ગયો હતો.


કોમલ…! કેવું સરસ નામ. આ નામ જ્યારે ધનકીએ રાખ્યું ત્યારે મંગુએ કહ્યું હતું; 'આવા નામ તો મોટા લોકોના છોકરાના હોય આપણાથી આ નામ ન રાખી શકાય' ત્યારે ધનકીએ દલીલ કરતા કહ્યું હતું,'તે એટલજ તો આ નામ રાખ્યું છે. મારે પણ મારી આ લાડકીને મોટી મેમ બનાવવી છે !' બોલતા ધનકી શરમાઈ ગઈ. પણ ધનકીની ઈચ્છા અધૂરી રહી.


શહેરમાં કોમલને લઈને આવેલો મંગુ તે પછી તો કોમલના ઉછેરમાં ને વાસ્તવિક જીવનમાં બધું ભૂલીને રોજ સવારથી સાંજ સુધી તેની નાનકડી દુકાનમાં બાંધના પગરખાઓ ધસીને ગાડું આગળ ધપાવાતો રહ્યો.


હવે તો કોમલ પણ સાત વર્ષની થવા આવી તે પણ હવે મંગુને ધંધામાં મદદ કરવા લાગી. એકાંતમાં મંગુને ધનકી યાદ આવી જતી તો તેણે કોમલ માટે જે વિચાર્યું હતું તે સાંભરી આવતા નાનકડી કોમલને બુટમાં ખીલી મારતા જોઈને અસહ્ય વેદના અનુભવતો આ સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય પણ નહોતો.


ત્યાં એક દિવસે તાવથી કોમલનું શરીર ધખી રહ્યું હતું. તેમ છતાં તે કામ કરે જતી હતી. મંગુને ખબર પડતા ધંધો બંધ કરી કોમલને લઈ ડોક્ટર પાસે ગયો. હોસ્પિટલમાં એક લાઈનમાં બધા પેશન્ટ બેઠા છે. હોસ્પિટલમાં એક ખૂણામાં એક વજન કાંટો મુકવામાં આવ્યો છે. તે વજન કાંટે એકપછી એક પોતપોતાની રીતે વજન કરી રહ્યા છે. કોમલ આ બધું કુતૂહલવશ જોઈ રહી છે. તેણે આ પહેલા ક્યારેય આ વજન કાંટો જોયો નહોતો. તેની સામે તેની જ ઉંમરની છોકરી બેઠી છે તે પણ વજન માપીને પપ્પાને કહ્યું,' પપ્પા, ટ્વેન્ટી ફાય.' કોમલ તેને જોઈ રહી. મનમાં ને મનમાં વિચારી રહી,'શુ હશે આ !. પેશન્ટ એક પછી એક બદલાતા રહ્યા. ત્યાં તકનો લાભ લઈ કોમલ વજન કાંટે ઊભી રહી ગઈ ! કાંટો ચક્કર ફરતા તે જોઈ રહી. તે પાછી વળી ત્યારે પેલી છોકરી બોલી, 'કેટલું થયું?!


કોમલ શરમાઈને મંગુ પાસે આવી ગઈ, બધા કોમલને જોઈને હસી પડ્યા. મંગુને પણ શરમ આવી પણ શું કરે ! અને તે દિવસે મંગુએ હોસ્પિટલમાં મુઠ્ઠી વાળી હતી ! અને આજે એજ કોમલ તેના પોતાના ક્લિનિકમાં પેશન્ટને તપાસી રહી છે અને મગું ધનકીની તસવીર ને જોઈ રહ્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational