Prashant Subhashchandra Salunke

Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Inspirational

મગફળી

મગફળી

1 min
200


ચોમાસાની ઋતુમાં એક યુવક સજીધજીને એક શ્રીમંતના ઘરે મોટી મિજબાનીમાં જઈ રહ્યો હતો. રસ્તામાં એ એક ખેતર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામે એક ખેડૂત મળ્યો. ખેડૂતે એના થેલામાંથી એના ખેતરની મગફળીઓ આપતા કહ્યું, ‘બેટા, આ મગફળી સાથે રાખ આગળની મુસાફરીમાં કામ આવશે.”

આ સાંભળી યુવક હસી પડ્યો અને બોલ્યો, “અરે ! તમને ખબર છે હું કેટલી મોટી મિજબાનીમાં જઈ રહ્યો છું તે ? ત્યાં તરહ તરહના પકવાન હશે. મીઠાઈઓ અને વાનગીઓ પીરસાસે એવામાં તમારી આ મગફળીઓ મારા શા કામની ? આમ બોલી એણે મગફળીઓને સામે આવેલા કાદવમાં ફેંકી દીધી.

હવે બન્યું એવું કે રસ્તામાં એક નદી આવતી હતી જે ચોમાસાના પાણીને કારણે ગાંડીતુર બની હતી. નદીને પાર કરીને જવું એ જોખમકારક હતું. તેથી યુવકને પાછું વળવું પડ્યું. યોગાનુયોગ વરસાદ પણ ચાલું થઈ ગયો અને વાદળાને કારણે વાતાવરણ અંધારિયું બની ગયું. આટલી લાંબી મુસાફરીને કારણે યુવકને ખૂબ ભૂખ લાગી હતી. એની આતંડીઓ કકળી રહી હતી. અચાનક એના ધ્યાનમાં આવ્યું કે એ એજ જગ્યાએ ઊભો હતો જ્યાં બપોરે પેલા ખેડૂતે મગફળીઓ આપી હતી.

હર્ષભેર યુવક કાદવવાળા પેલા ખાડા પાસે દોડી ગયો અને એમાં પડેલી મગફળીઓને શોધી શોધીને ખાવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational