Vibhuti Desai

Inspirational Others

3  

Vibhuti Desai

Inspirational Others

મેદાન

મેદાન

1 min
198


  મહેશનાં ઘરની પાછળનાં ભાગે બાપદાદાની માલિકીની ખુલ્લી જગ્યા. એક દિવસ કેટલાંક ક્રિકેટ રસિયાઓએ ત્યાં ક્રિકેટની મેચ ગોઠવી. લગભગ દસથી બાર ટીમને રમાડવાનું આયોજન.

આયોજકોને તો જાણે બોડી બામણીનું ખેતર હોય એમ મહેશની પરવાનગી વગર મેદાન પર ક્રિકેટનું આયોજન કરી દીધું.

મહેશે વિચાર્યું, "હું આયોજકો સાથે જીભાજોડી કરું કે કોને પૂછીને કર્યું ? અથવા પોલીસ કેસ કરું તો એ આંટાફેરા કરવાનાં. એનાં કરતાં આ મુસીબતને અવસરમાં ફેરવું તો ?"

તરત જ મહેશે પોતાને ત્યાં કામ કરતો માણસ, કે જે પોતે પણ મેચ રમવાનો હતો તેને બોલાવી આયોજકોને મળી જવાનું અને મળવા આવે ત્યારે મેદાન વાપરવાની લેખિત પરવાનગી માંગતો પત્ર લઈ આવવા કહ્યું.

આયોજકો પરવાનગી માંગતો પત્ર લઈને મળવા આવ્યા એટલે મહેશે કહ્યું, "તમે મારું મેદાન વાપરો તો એ મેદાન પર મારી ફર્મનું બેનર મૂકો."

મેદાન સ્પોન્સર બાય મહેશ દેસાઈ,અને પોતાની ફર્મનું વિવિધ ડીલરશીપની જાહેરાત કરતું બેનર તૈયાર કરાવી મેદાન પર મૂકી બેનર સાથે પોતાના ફોટા પડાવી પોતાની ડીલરશીપવાળી જે તે કંપનીને મોકલી આફતને અવસરમાં પલટી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational