મદદવાળી ઉતરાયણ
મદદવાળી ઉતરાયણ


2009ની ઉત્તરાયણની સવાર. દર વર્ષની જેમ બધાને ઉત્તરાયણ માટે ઉત્સાહ હતો. બધા પતંગ, દોરી, તલના લાડુ લઈને ત્યાર હતા. જોરશોર સાથે ઉત્તરાયણની શરૂઆત થઇ. આકાશ રંગબેરંગી પતંગવાળું થઈ ગયું."કાઈપો છે" અને "લપેટ"ની બૂમો સંભળાતી હતી. એવામાં મારું ધ્યાન બિલ્ડીંગ નીચે પતંગ પકડવા ઉભા ગરીબ છોકરાઓ પર પડી. જે પતંગ પકડવા આમ થી તેમ દોડાદોડ કરતા હતા. મને વિચાર આવ્યો કે આ લોકો પતંગ લૂંટયા કરશે તો પતંગ ચગાવવાનો આનંદ ક્યારે લેશે. મોજમસ્તી ક્યારે કરશે. મેં આ વાત પપ્પાને કરી, પપ્પાએ મને શાબાસી આપી. એમને કહ્યું મને ગર્વ છે કે તું મારો દીકરો છે. જા એ બધાને ઉપર લઇ આવ આપણે આ વર્ષે એ લોકો સાથે ઉત્તરાયણ ઉજવીશુ.
હું ખુશ થઈને એ બધાને ઉપર લઇ આવ્યો. બધાએ તેમને આવકાર્યા, સાથે પતંગ ચગાવ્યા, મમ્મી અને આંટીએ જમાડ્યા અને ખુબ મોજમસ્તી કરાવી. પપ્પા અને અંકલોએ થોડા પૈસા પણ આપ્યા. આ રીતે અમારી ઉત્તરાયણ રહી મદદવાળી ઉત્તરાયણ.