STORYMIRROR

divya jadav

Inspirational

3  

divya jadav

Inspirational

મદદ

મદદ

2 mins
176

રાકેશ ભાઈ પથારીમાં પડ્યા પડ્યા રડી રહ્યા હતા. 

"શું કરું ?મારી પાસે એક રૂપિયો પણ નથી. દવાખાનાનું બિલ ચૂકવવા માટે. અને મારા મોટા ભાઈ મને દવાખાનામાં એકલો મૂકીને ચાલ્યા ગયા. "રાકેશ ભાઈ રડતા રડતા પોતાની પત્ની વાસંતી બેનને કહી રહ્યા હતા. 

રાકેશ ભાઈને અપેન્ડિક્સનો દુખાવો ઉપડતા તાત્કાલિક વાસંતી બેન તેમને હોસ્પિટલ લઇ ને આવ્યા હતા. ત્યાં ડોક્ટરે રાકેશ ભાઈ ને તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું.  

રાકેશ ભાઈ: "તું ગામડે ફોન કર અને મોટા ભાઈને તેડાવી લે. અને હા,એને પૈસાનું પણ કહેજે, લેતા આવે."

( ગામડે રાકેશભાઈને પંદરેક વીઘા જમીન હતી. બધી જમીન રાકેશભાઈના ભાઈ સાંભળતા હતા. અને રાકેશ ભાઈ ને બાજુના શહેરમાં નાની એવી અનાજ કરિયાણાની દુકાન હતી. )

હા .. કહી વાસંતી બેને ગામડે તેમના જેઠ રમણીક ભાઈ ને ફોન કર્યો અને બધી હકીકત જણાવી.

રમણીક ભાઈ:" હા હું હમણાં જ આવું છું તમે ઓપરેશન ચાલુ કરાવી દયો."

 રાકેશ ભાઈનું ઓપરેશન થઈ ગયું. અને ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા. આ ત્રણ દિવસ રમણીકભાઈ એ રાકેશ ભાઈની કરિયાણાની દુકાન સંભાળી. દુકાનમાં થયેલો ત્રણ દિવસનો નફો લઈને રમણીક ભાઈ હોસ્પિટલે આવ્યા.  

રાકેશ ભાઈ: ભાઈ આજે મને રજા આપી દેશે. ભાઈ મારી પાસે એક રૂપિયો પણ નથી. તમે અત્યારે દવાખાનાનું બિલ ભરી દેજો. હું તમને થોડા થોડા કરી બધાજ રૂપિયા પાછા આપી દઈશ. 

રમણીક ભાઈ: "તું તારું કરી લેજે ને." 

આમ કહી રમણીક ભાઈ ત્યાંથી ચાલ્યા ગયા સીધા પોતાને ગામ...

હવે શું થશે, કેમ દવાખાનાનું બિલ ભરવું.?

બંને દંપતી રડવા લાગ્યા. 

"કેમ છો રાકેશ ભાઈ" કહેતા તેમના પડોશી હરેશ ભાઈ રાકેશ ભાઈની ખબર અંતર પૂછવા આવ્યા.

"આવો આવો હરેશ ભાઈ "કહેતા રાકેશ ભાઈ એ આવકાર આપ્યો. 

 હરેશ ભાઈ : "હજી રજા નથી આપી તમને ?"

વાસંતી બેન: "રજા તો આપી દીધી.પરંતુ...

હરેશ ભાઈ: પરંતુ શું..બેન ? શું થયું કઈ મૂંઝવણમાં છો ? બોલો હું કંઈ તમારી મદદ કરી શકું ?

વાસંતી બેન: ભાઈ આનું ઓપરેશન તો થઈ ગયું.પણ હોસ્પિટલનું બિલ ભરવાના પૈસા નથી. મારા જેઠ બધા રૂપિયા લઈ ગામડે ચાલ્યા ગયા. હવે રાતી પાઈ પણ નથી. કેમ ભરીશું બિલ કઈ સમજાતું નથી. આમ હરેશ ભાઈ ને બધી હકીકત જણાવી.

અને લમણે હાથ દઈને બેસી ગયા.

હરેશ ભાઈ : "અરે !!ભલા માણસ આમાં મુંઝાવાનું હોય. વાસંતી બેન, મારી સાથે આવો,આપણે દવાખાનાનું બિલ ભરી દઈએ કેટલું છે બિલ.?

વાસંતી બેન અને રાકેશભાઈ બંને હરેશ ભાઈ સામે જોઈ રહ્યા. જ્યાંરે પોતાનો સગો ભાઈ આમ મુસીબતની ઘડી એ સાથ છોડી ગયો. ત્યાં એક પડોશી એ માનવતાનો ધર્મ નિભાવ્યો.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati story from Inspirational