મૌન આઝાદી
મૌન આઝાદી
તુમ મુજે યું ભૂલા ના પાઓગે.
હેતુ એના ઘરે બે "લવબર્ડ" લાવેલો હતો. હંમેશા એને ઘરમાં રાખતો, સાચવતો પણ એને પાંજરે જોઈ દુઃખી થતો. બંને ઊડશે તો પાછા પાંજરે આવી જાશે એમ વિચારીને પાંજરાનો દરવાજો હંમેશા ખુલ્લો રાખતો પણ બંનેમાંથી એકપણ બહાર નીકળતુ નહોતુ કે જાણે એ પાંજરાને જ પોતાની દુનિયા સમજી બેઠું હોય.
એક દિવસ હેતુ કામથી બહાર ગયો. પાંજરાનો દરવાજો અને ઘરનો દરવાજો રોજની જેમ ખુલ્લો જ રહેલો. ના જાણે કેમ અચાનક જ બંને પંખીના મનમાં વિચાર ઉદ્વભવ્યો હશે આપણા જેમજ કે "હવે ખુલ્લા મને વિચરવું છે આ પાંજરુ છોડવું છે" અને બંને સાથે ઊડી ગયા. હેતુ ઘરે પરત આવ્યો ત્યારે એને મમ્મીએ કહ્યુ 'બેટા બંને પંખી સાથે ઊડી ગયા. પહેલાં તો લીમડાની ડાળ પર બેઠા પછી દૂર ગગનમાં ઊડી ગયા. પછી હેતુ પાંજરાને જોઈજ રહ્યો અને ખુશ પણ થયો કે એમને એમની દુનિયા મળી ગઈ પણ પાંજરુ હેતુને જાણે એમ કહેતું હતું અને હજુએ કહે જ છે...
"તુમ ઉસે (મુજે) યૂં ભૂલા ના પાઓગે"