માટી બચાવો
માટી બચાવો


ઈ.સ. ૨૦૫૦ ની સાલ સર્વત્ર અફરાતફરીનો મહોલ, નદીઓ સુકાઈ ગયેલી, વરસાદનો છાંટો નહીં. રેતાળ ભૂમિનો વિસ્તાર વધી રહેલો. એવામાં એક બોર્ડ પરના લખાણને ઝીણી આંખોથી ઉકેલવા મથી રહેલા વૃદ્ધને તેનો પૌત્ર બોલ્યો, “દાદા, એના પર “માટી બચાવો” જેવી વાહિયાત વાત લખેલી છે.”
વૃદ્ધે કહ્યું, “બેટા ! વર્ષો પહેલા ઠેક ઠેકાણે લાગેલા કેટલાક બોર્ડ અમને પણ ત્યારે આવાજ વાહિયાત લાગતા હતા પરંતુ આજે તેમનું મહત્વ સમજાઈ રહ્યું છે.”
બાળકે પૂછ્યું, “કેવા બોર્ડ દાદા?”
દાદાએ મસ્તિષ્ક પર જોર લગાવી યાદ કરતા કહ્યું, “પાણી બચાવો... વૃક્ષો બચાવો... જેવા લખાણ લખેલા...”