માતાપિતા સાથે શ્રેષ્ઠ ક્ષણ
માતાપિતા સાથે શ્રેષ્ઠ ક્ષણ
મારી આંખ ખુલી ત્યારે હું હૉસ્પિટલમાં હતી. નજર સમક્ષ માતાપિતા આંખોમાં આંસુ સાથે મારી સામે જોઈ રહ્યા. હું બાેલી ઊઠી, "મારી પરિક્ષાનું શુ ?"
પપ્પા બોલ્યા, "હજી તો પંદર દિવસની વાર છે",
હું બોલી, "એ તો ઠીક છે પણ મારા ગોલ્ડમેડલનું શું?"
પપ્પા બોલ્યા, "હજુ પંદર દિવસની વાર છે. તું સુઈ રહેજ
ે, હું વાંચીશ. તું સાંભળજે. તારો ગોલ્ડમેડલ નક્કી, હવે તું આરામ કર."
પછી તો પપ્પા વાંચી સંભળાવતા અને એ દરમ્યાન મમ્મી મને નાના નાના કોળિયા ભરી જમાડતી. બંનેની જિંદગી જાણે મારી આસપાસ જિવાતી હતી. હું જાગુ ત્યારે એમની સવાર અને હું સૂઈ જવુ ત્યારે એમની રાત. આજે પણ હું જ્યારે મારો ગોલ્ડ મેડલ જેાઊ છું, ત્યારે મને મારા વહાલસોયા મા-બાપની યાદ આવે છે.