STORYMIRROR

Nirali Shah

Abstract

4  

Nirali Shah

Abstract

માસ પ્રમોશન

માસ પ્રમોશન

1 min
245

કોરોનાનાં વધતાં કેસોને કારણે સરકારે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરી ને બધાં જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. એવી જાહેરાત થતાંની સાથે જ એક નિરાશ થયેલા વિદ્યાર્થીઓનાં મંડળે સરકાર વિરુદ્ધ "આ તો અન્યાય છે, અમારી સાથે" નાં સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ કરી દીધું.

બીજા દિવસે શિક્ષણ મંત્રીનાં ઘરની બહાર દેખાવો અને સૂત્રોચ્ચાર કરવાનું નક્કી કરી,બધાં સાથી મિત્રોને તેમની કામગીરી સોંપીને સૌ વિદ્યાર્થીઓનો આગેવાન જય ગણાત્રા ઘરે આવ્યો ને આવતાની સાથે જ તેની મમ્મી ને પૂછ્યું કે" અરે મમ્મી ! મૈં પેપ્સી, કોકાકોલા, થમ્સઅપની બોટલો મંગાવી હતી, આઈસ્ક્રીમના પાર્ટી ફેમિલી પેક મંગાવ્યા હતા, તે આવી ગયા કે નહીં ? અને જયનાં મમ્મી જ્યોતિ બહેન બોલી ઉઠ્યા," શું વાત છે ? આજે તો તુ પાર્ટીનાં મૂડમાં છે ને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract