મારું ભારત...નિર્ભય ભારત...
મારું ભારત...નિર્ભય ભારત...
જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા..વો ભારત દેશ હૈ મેરા..વો ભારત દેશ હૈ મેરા...”
લગભગ બધા ને જ યાદ હશે આ ગીત અને પ્રિય પણ હશે જ...અને કેમ ના હોય? દેશ ની વિવિધતા દર્શાવતા કેટલાક શ્રેષ્ઠ ગીતો માનું એક ગીત.
મારી દ્રષ્ટિ એ એમાં મને ભવ્યતા અને નિર્ભયતા બન્ને વસ્તુઓ જોવા મળે છે.
“ડાલ ડાલ પર સોને કી ચીડિયા”...શું ભવ્યતા છે ! અને નિર્ભયતા એટલા માટે કે વિશ્વાસ હોય તો જ ડાળી એ ડાળી એ સોનાનું પક્ષી બેસે ને...!
હાલના તબક્કે ભવ્યતાની દ્રષ્ટીએ મારો ભારત દેશ કોઈથી પાછળ નથી એ હું ગર્વભેર કહી શકું પરંતું વર્તમાન સમયમાં મને મારા ભારત માં એ “નિર્ભયતા”ની ઉણપ સૌથી વધારે લાગે છે.
એક સામાન્ય નાગરિક તરીકે દેશની પ્રગતિમાં જે પણ અવરોધ છે એ દૂર થાય આપણે એવી ઈચ્છા રાખીએ.” ડાલ ડાલ પર સોને કી ચીડિયા” તો નહિ પણ ઘર ઘર ની દરેક બાળકી,દરેક સ્ત્રી “નિર્ભય” રહે એ મારી સૌથી મોટી ઝંખના છે.
ભારત દેશમાં પ્રગતિ થયા એ હેતુથી ઘણા કાયદા આવ્યા...ઘણા સુધારાઓ થયા. એક સારા પાયે દેશમાં બદલાવ આવ્યો. રમત ગમતથી લઈને ટેકનોલોજી સુધી ને અન્ય બીજા ઘણા ક્ષેત્રમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો ડંકો વગાડ્યો.
અને એમાં સ્ત્રી વર્ગ પાછળ રહ્યો નથી.
છતાં પણ સ્ત્રી વર્ગના વિકાસ ક્ષેત્રે કઈક ખૂટે છે એમ નથી લાગતું ?
વર્ષ ૨૦૧૯ માં આપણે “હિમા દાસ” ની સિદ્ધિ માટે ખૂબ ગર્વ અનુભવ્યો અને વર્ષ ના અંત સુધીમાં “પ્રિયંકા રેડ્ડી”ના બનાવમાં દુઃખ વ્યક્ત કરી લીધું.
એથી વિશે કંઇક કરી શકીએ?
સ્ત્રીઓની સુરક્ષા માટે કંઇક વધુ કરવાની જરૂર છે. ઘરેલુ હિંસા હોય કે બળાત્કાર. ખરેખર એક કડક કાયદાની જરૂર તો છે જ.
નિર્ભયા કેસ પછી પણ જો આસિફા અને પ્રિયંકા રેડ્ડી જેવા બનાવો બન્યા..શું એ એક નબળા ન્યાયતંત્રની નિશાની છે? કે પછી આપણે પોતે પણ ક્યાંક ને ક્યાંક એના માટે જવાબદાર છીએ..?
હા,મહિલા સશક્તિકરણમાં જવાબદારી આપના સૌ કોઈની ઉપર છે.
ઘરની દીકરીને સ્વ રક્ષણની તાલીમ આપી એણે નિર્ભય બનાવી શકાય. ઘરમાં નાની દીકરી છે તો એને કોના પર વિશ્વાસ મૂકવો અને કોના પર ના મૂકવો.”ગુડ ટચ...બેડ ટચ” વિગેરે વિશે સમજ આપવી જોઈએ.
દીકરી એકલી ઘર ની બહાર જાય તો મુસીબત સમયે શું શું પગલાં ભરવા વિગેરેનું જ્ઞાન એણે આપતું રહેવું જોઈએ.
ઘણા લોકો એક કહે છે કે શા માટે દીકરીઓ ને જ સમજ આપવી..? દીકરાઓ ને કોઈ કેમ કંઈ નથી કહેતું..?
તો વાત સમજાવવાની નથી..વાત સુરક્ષા ની તાલીમ આપવાની છે.સ્ત્રી ની સુરક્ષા અને માન સન્માનની વાત છોકરાઓને પણ સમજાવવી જોઈએ એની ના નથી. પરંતુ અહી એક વાત વિચારો કે જો દરેક જણ સમજવાથી જ સમજી જતા હોત તો દીકરી ને ન્યાય અપાવવા મીણબત્તી લઈ ને નીકળવાની જરૂર જ ના પડી હોત..!
આથી બળાત્કાર, ઘરેલુ હિંસા કે પછી જાતીય શોષણ હોય..આપણે દીકરીઓને સમયે સમયે જાગૃત કરતું રહેવું જોઈએ...
કાયદા કડક કરવાની જરૂર તો છે જ પરંતુ સાથે સાથે સ્ત્રી વર્ગ ને પોતાની મેળે લડવાની આવડત મળે એ પણ જરૂરી છે.
દીકરીઓને લાડ કરો પરંતુ તેને કમજોર ના બનાવો.
હમણાં હમણાં સોશીયલ મિડીયા પર એક વાક્ય મે વાંચ્યું કે” દીકરી ને પપ્પા ની પરી નહિ,પપ્પા ની સિંહણ બનાવો..”ખુબજ વજન છે આ વાક્ય માં..
“તું દીકરી છે...તું ડેલિકેટ છે”આ વસ્તુ દીકરીના મગજ માં ના ઠસાવો. ઘરના નાના નાના કામ માં એણે આત્મનિર્ભર બનાવો જેથી તમારા વગર જ્યારે એણે કોઈ મુસીબત નો સામનો કરવાનો આવે તો એને કોઈ ની રાહ જોઈ ને ના બેસી રહેવું પડે... એ લાચાર ના બની જાય.
બળાત્કાર.. જાતીય સતામણી અને ઘરેલુ હિંસા માટે સખત કાયદાની જવાબદારી સરકાર ની તો છે જ પણ આપને પણ આપણા સ્તરે બનતા પ્રયત્ન કરીએ અને દીકરી અને સ્ત્રી વર્ગ ને સજાગ કરીએ તો એ વધુ અસરકારક નીવડી શકે..
ઘર ઘર ની સ્ત્રીની ગરિમા અને ઈજ્જત સચવાઈ રહે..મારું ભારત “નિર્ભય ભારત”બને.