મારો દેશ
મારો દેશ
રાકેશ, અબ્દુલ અને પરમજીત એક જ શાળામાં ભણ્યા હતા. ત્રણેય મિત્રો ધંધા રોજગાર માટે અલગ-અલગ થઈ ગયા હતા. ત્રણેય મિત્રો અચાનક દસ વરસ પછી મળી જાય છે. આજે રાકેશના ઘરે ત્રણેય મિત્રોની મીજબાની ચાલી રહી છે. રાકેશની પત્ની નિહારા, અબ્દુલની પત્ની રેણુકા અને પરમજીતની પત્ની નુમા આનંદ પ્રમોદ કરતાં-કરતાં હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવાનો નક્કી કરે છે.
"અનેકતામાં અને વિવિધતામાં એકતા" એ પ્રમાણે જોઈએ તો ત્રણેય મિત્રો હોળી, દિવાળી, ઈદ, લ્હોરી, ઓણમ, પોંગલ વગેરે તહેવારો સાથે મળીને ઉજવે છે. દરેક પ્રાંતની બોલી અને પહેરવેશ જુદા જુદા હોવા છતાં સૌ મનથી એક બનીને રહે છે.
શહેરમાં અચાનક જ કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. રાકેશ અને અબ્દુલ એક નવો જ ચીલો ચાતરે છે. બંને સાથે મળીને લોકોમાં જુસ્સો વધારવા, એકતા જાળવવા અને આપણે બધા ભારતીયો ભાઈચારાની ભાવના કેળવી સંપથી રહે, એ માટે ભાષણો આપી પ્રયત્નો કરવા લાગ્યા. પરમજીત પંજાબી હોવાથી પોતાનો ગુસ્સો અને જુસ્સો ભીડ એકઠી કરવા કામે લગાડી રહ્યો હતો. રેણુકા અને નુમા ત્રણેય મળીને હુલ્લડમાં ઘવાયેલા લોકોની સારવાર, નાસ્તો તથા તેઓને માનસિક સહારો આપવાનું કાર્ય કરવા લાગી.
સમાજમાં જોનાર બધા લોકો દંગ રહી ગયા. હિંદુ મુસ્લિમની એક્તા જોઈને સૌ વિચારતા થઈ ગયા. ધીમે ધીમે ગાડરિયો પ્રવાહ શાંત થઈ જાય છે. શહેરમાં ફરી પહેલાં જેવી શાંતિ પ્રસ્થાપિત થઈ જાયછે. ત્રણેય મિત્રો સૌથી વધારે ખુશ થઈ જાય છે.
