Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

મારી સર્જનયાત્રા

મારી સર્જનયાત્રા

2 mins
829


મારી સર્જન યાત્રાની શરૂઆત તો નાનપણથી જ થઈ ગઈ હતી.

મને લખવાનો અને વાંચવાનો શોખ નાનપણથી જ છે . મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો. મારાથી ત્રણ ભાઈઓ મોટા હતાં હું સૌથી નાની હતી. મારો જન્મ ૧૭ ઓગસ્ટે ૧૯૬૭ની સાલમાં દાયણ નાં હાથે અડધી રાત્રે જન્મ થયો અને મારાં જન્મ પછી મારાં માતાની તબિયત બગડતાં એમનું મૃત્યુ થયું અને નાનપણથી માતા વગર મા નાં પ્રેમ ને તરસતી દિલમાં દર્દ થયાં કરતું હતું એ થકી જ હું કાગળ પર મેં લખવાનું ચાલુ કર્યું જેવું આવડે તેવું હું ડાયરીમાં ઉતારતી. પછી ચાંદની મેગેઝિનમાં મારી રચના પોસ્ટ કરતી એ છપાતી એમ કરતાં હું નાની વાર્તા લખતાં શીખી અને એ અખંડાનંદ મેગેઝિનમાં છપાઈ એટલે મારો ઉત્સાહ વધ્યો, મારાં લખાણમાં મા અને લાગણીઓને લાડલી એ પર વધું પડતું લખાતું હતું. મારાં લગ્ન વીસ વર્ષે અમદાવાદ રાજેન્દ્ર ભટ્ટ સાથે થયાં ૧૯૮૭ માં લગ્ન પછી સમય મળે તો થોડું ઘણું લખાયું પણ સંસારમાં પડ્યાં પછી ઘણું બધું છૂટી ગયું.

મારે બે સંતાનો થયાં મોટી દીકરી મેઘલ ને દીકરો જીનલ એમને મોટા કરવામાં ને ભણતરને ગણતર આપવામાં મારો એ લખવાનો શોખ છૂટી ગયો.

દીકરી પરણીને સાસરે ગઈ પછી છ સાત વર્ષ પછી દીકરા જીનલ નાં લગ્ન ૨૦૧૪ માં સરગમ સાથે થયાં પછી ઘરની બધી જવાબદારી સરગમે ઉપાડી લીધી, હું સાવ નવરી થઈ ગઈ બધાં જ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય હું સવાર સાંજ પૂજા પાઠ કરતી પણ તોય હું એકલી પડી જતી એટલે વિચારોમાં ખોવાઈ જતી એ થકી હું ડિપ્રેશનમાં સરી પડી. 

ડોક્ટર પાસે લઈ ગયા દવા કરાવી પણ કોઈ ફર્ક પડ્યો નહીં.. ડોકટરે કહ્યું કે એ ખુશ રહે એવું કરો એટલે સરગમ મારી જોડે બેસીને મને મારાં મોજ શોખ વિશે પૂછપરછ કરવા લાગી અને વાતવાતમાં મેં કહ્યું કે હું પહેલા લખતી હતી ને મારી કવિતા, ને ટૂંકીવાર્તા છપાતી હતી એટલે એ તરતજ ઊભી થઈ ગઈ ને એનાં રૂમમાંથી એક ડાયરી ને બોલપેન લઈ આવી ને મને કહે લો મા.

આજથી જ લખવાનું શરૂ કરી દો.

હું રડી પડી. મેં કહ્યું મારાથી લખાશે નહીં. એણે મને પાણી આપ્યું ને કહ્યું લો મમ્મી તમે તમારી મમ્મી ઉપર લખો ત્યાં સુધી હું રસોઈ કરી દઉં.

ધ્રૂજતા હાથે મેં મારી મમ્મી ઉપર રચના લખી ઘરમાં બધાંએ વાંચી સરગમે વખાણી ને વુમન્સ ડે ઉપર અમદાવાદનાં આઈ એમ વી હોલમાં એ પહેલી રચના મેં સ્ટેજ પર વાંચી પછી તાળીઓના ગડગડાટથી વધાવી લીધી મારો આત્મવિશ્વાસ પાછો આવ્યો પછી તો નિરંતર લખતી જ રહી છું કેટ કેટલા પેપરમાં, મેગેઝિન અને કેટલી બધી એપમાં મારું લખાણ છે. 

હિન્દી અને ગુજરાતી સાહિત્ય થકી તેર તો એવોર્ડ મળ્યાં છે ને સાતેક મેડલ ને ઢગલાબંધ તો સર્ટી ફિકેટ મળ્યાં છે.. ૨૦૧૮ માં મેં મારું અજબ ગજબ પુસ્તક ગિફ્ટ આપવા માટે છપાવ્યું ને વહેંચ્યું. હાલમાં સહિયારા પુસ્તકોની સંખ્યા તેરથી પંદરેક છે.

આમ મારી આ સફળતાને મારી સર્જન યાત્રાની શરૂઆત આવી રીતે થઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational