મારી લાડલી રે
મારી લાડલી રે


લાડલી જીવનનાં દરેક તબક્કે ડગલે પગલે મને સંભાળતી, આમ જ દરેક ઘરમાં એક સ્ત્રી જો બીજી સ્ત્રીને સમજી શકે તો ત્રણસો પાંસઠ દિવસ દિવસ મહિલા દિવસ હોય.
આપણી જિંદગીમાં આવતી પ્રથમ સ્ત્રી એ "મા" હોય છે. જે આ જીવન આપી ધરતી ઉપર લાવે છે. પછીજ દરેક સંબધો બંધાતાં જાય છે બહેન, સખી, સાસુમા, નણંદ, બે કુળની મર્યાદા જાળવવા નસીબદારને દિકરી મળે અને પુત્રવધુ લક્ષ્મી રૂમમાં. ભક્તિનાં પથ પર ચાલતાં ધર્મ સ્વરૂપ ગુરુ મા મળે. બાકી સમાજની રચનાથી અને લેણદેણથી જોઙાયેલી સ્ત્રીઓ આપણાં આ જીવનમાં જે તે સંબંધોથી બંધાઈને આવતી સ્ત્રીઓ જેટલી પરિપક્વ અને હુંફાળી હશે ને એટલી આ જીંદગ ખુબસુરત અને સરળ બનશે.
એક સ્ત્રીજ બીજી સ્ત્રીને સશક્ત કે કમજોર બનાવી શકે. સ્ત્રીજ સ્ત્રીની દુશ્મન કે મિત્ર બની શકે. મારી લાડલી પુત્રવધૂ સદાય મારી પ્રેરણા બની રહે છે અને દરેક સમયે સાથ સહકાર આપીને મારી હિમ્મત બની ઉભી રહે છે એ મારા માટે ગર્વની વાત છે. બાકી સ્ત્રી શક્તિનો જ અવતાર છે. એ ધારે તો અહીં ધરતી પરજ સ્વર્ગ બનાવી દે અને ખીજાય તો સર્વનાશ પણ કરી દે. ઈશ્વરે સ્ત્રીને ઘણાં વરદાન સાથેજ જન્માવી છે.
સ્ત્રીનાં સુખની પરિભાષા ખૂબ સરળ છે.
"પ્રેમ થોડો ભલે આપો પણ
સ્વમાન હણાયુ તો પ્રેમ પણ ના ખપે"