Ishita Raithatha

Inspirational

4.7  

Ishita Raithatha

Inspirational

મારી કવિના ભાગ - ૩

મારી કવિના ભાગ - ૩

8 mins
209


તે તરત જીમીના ઘરમાં જાય છેને પ્રિયાના મોઢા પર હાથ દબાવીને તેને ઢસડીને રૂમમાં લઇ જાય છે. પ્રિયા પોતાને છોડાવવાની બહુ કોશિશ કરે છે પણ અશોકભાઈ તેને છોડતા નથી. પ્રિયાના મોઢા પર હાથ હોવાથી તે રાડો પાડીને પણ કોઈને બોલાવી શક્તિ નહોતી, તે બહુ ડરી ગય હતી, અશોકભાઈ રૂમ પણ બંધ કરી દે છે. એટલામાં કવિના આવે છે, દરવાજો તો ખુલ્લો જ હોય છે માટે અંદર તો આવી જાય છે પણ કોઈને બોલાવે તે પેલા તેને કંઇક ખોટું થતું હોય તેવું લાગ્યું.

તે તરત મનિલાબેનને ગોતે છે, મનિલાબેન તેના માથે હાથ ફેરવે છેને કહે છે કે તું તો મારી બહાદૂર દીકરી છેને ? તો જા અને બચાવિલે પ્રિયાને, કે તરત કવિના અંદર જાય છે તો રૂમમાંથી કંઇક આવાજ આવતો હોય તેવું લાગ્યું. અશોકભાઈ પ્રિયાને ખૂબ મારતા હતા, કે એમ કે તે માનતી જ નહોતી અને આવાજ કરતી હતી. મનિલાબેન એ મીનીને જીમીને બોલાવા માટે મોકલી, કવિના ખૂબ જોરજોરથી દરવાજો ખખડાવે છે પણ અશોકભાઈ ખોલતાજ નહોતા. આખરે કવિના એ બારણાંને ખૂબ જોરજોરથી ધક્કા મારી મારીને ખોલી નાખ્યું.

તો અશોકભાઈ એ તેને પણ ખૂબ મારી અને બાંધી દિધી. આ બાજુ મીની જીમી પાસે પહોંચે છે અને તેને પોતાના દાંતથી ખેંચે છે. જીમી પેલા તો કંઈ સમજતો નથી, પણ મીની તેને ખેંચીખેંચીને લઈ જાય છે. જેવો તે ઘર સુધી પોંચે કે તેને કંઇક આવાજ આવે છે, તે અંદર જાય છે અને જોવે છે તો અશોકભાઈ એ કવિનાને બાંધી હોય અને પ્રિયાને મારતા હોય છે. આ જોયને જીમીને બોવ ગુસ્સો આવે છેને તે અશોકભાઈને બહુ મારે છે, એટલામાં ત્યાં શ્રેય, રાજેશભાઈ અને આજુબાજુના લોકો પણ આવી જાય છે, ને જીમીને સમજાવે છે કે તું બહુના માર, આને પોલીસને પકડાવી દે.

 પણ જીમી નથી માનતો બોવ મારે છે. પછી કવિના એને ના પડે છે, પણ જીમી કોયનું સંભાળવાજ રેડી નથી. શ્રુતિ, પ્રિયાને બીજા રૂમમાં લઈ જાય છે, કવિનાને પણ કહે છે પણ તે નથી માનતી. જીમી અશોકભાઈને નીચે સોસાયટીમાં પાર્કિંગમાં લઇ જાય છે. ત્યાંતો બધા ભેગા થઈ જાય છે. શ્રેય, રાજેશભાઈને કવિનાને લઈને જાવાનું કહે છે, જો હવે મોડુ થશે તો કવિના સ્પર્ધામાં ભાગ નહિ લઈ શકે. આ બહુ મોટી સ્પર્ધા છે, એનું સપનું છે, તમે જાવ.

રાજેશભાઈ કવિનાને લઈને જાય છે, અને આ બાજુ બધા ભેગા થઈને અશોકભાઈને ખૂબ મારે છે, સોસાયટીના ગેટ પણ બંધ કરી દે છે, પોલીસને પણ કોઈ નથી આવા દેતું, કે એમ કે આવા લોકો રૂપિયાથી પોલીસને પણ ખરીદીલે છે. અશોકભાઈનિ પત્ની પણ તેને મૂકીને જતી રહી હોય છે. 

અશોકભાઈ એ તેના સાળાની દીકરી સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું, જેના લીધેજ તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. ત્યારે અશોકભાઈ એ પોલીસને રૂપિયા આપીને બધી વાત દબાવી દીધી હતી, માટે આ વખત કોઈ એ પોલીસને અંદર આવવા જ નો દીધા. અને અશોકભાઈ પર બધાને બોવ ગુસ્સો હતો, છોકરાઓ એ મળીને નકી કર્યું કે આને સજા તો અત્યારે જ મળવી જોઇએ, અને આખા દેશને પણ તેની ખબર પડે, અને કોઈ આવી ભુલ કરવાનું વિચાર પણ નય કરે એટલી ખતરનાક સજા દેસું.

બધા ભેગા મળીને ચાસણી લઈને અશોકભાઈની માથે નાખે છે, અને ખૂબ મારે છેને થોડીવારમાં કીડી, મકોડા, અને બીજા ઘણા જંતુ અને માખી તેની પાસે આવી જાય છેને અશોકભાઈને ખૂબ પીડા થાય છે તે ખુબ રાડો પાડે છે, માફી માગે છે, પછી તેના પર ગરમ તેલ પણ રેડે છે, બધા તેનો વિડીયો બનાવીને આખા દેશમાં મોકલવાનું સરું કરીદે છે. અને થોડીવારમાં તો જીમીનો સાથ દેવા ઘણા લોકો આવી જાય છેને આખા દેશમાં બધા લોકો એને સપોર્ટ કરે છેને આવા લોકોને ગોતીને પોતેજ સજા દેસૂ આવું નક્કી કરીને સજા પણ આપે છે.

આખા દેશમાં, ન્યૂઝમાં બધે બસ જીમીનો સાથ આપો એ જ વાત થાય છે. અશોકભાઈનો સાથે દેવાવાળા પોલીસને પણ સરકાર સજા આપે છે, આખા દેશના બધા શહેરોમાં પરિસ્થિતિ કંટ્રોલ કરવી પોલીસના હાથની વાત નહોતી, માટે મીલીટરી બોલાવી પડી. અને આ બાજુ કવિના, સ્પર્ધામાં પોતાની બા, મનિલાબેનનું ચિત્ર બનાવે છે. મનીલાબેનનું સુંદર રૂપ, મોઢા પર છલકતી માની મમતા, તેજસ્વી આંખો જે કંઇક કેવા માગે છે, જાણે એનું કંઇક રહી ગયું છે જે આજે પૂરું થવાનું છે. સૂરજની લાલિમા જેવા એના હોઠ, જાણે હમણાં કંઇક કહેશે. કવિના એ એટલું સરસ ચિત્ર બનાવ્યું હતું કે, બધાની નજર એ ચિત્ર પર જ હતી. અને કવિનાનું સપનું પણ પૂરું થાય છે, અનો પ્રથમ નંબર આવે છે, સ્પર્ધામાં.

કવિના અને રાજેશભાઈ ઘરે પાછા ફરે છે, ત્યારે રસ્તામાં એ લોકોને ઘરે પોંચવામાં બહુ તકલીફ થાય છે, કે એમ કે આખા ગામમાં લોકો રસ્તા પર આવી ગયા હોય છે, પોલીસ અને અશોકભાઈ જેવા લોકો સામે વિરોધ માટે. આખરે કવિના ઘરે પોંચે છે, અને જીમીને શાંત કરે છે, સમજાવે છે કે કોઈને પણ એના ખરાબ કામની સજા દેવી એ આપણો હક નથી, તું રેવા દે. એમ કહીને કવિના પોતે બનાવેલું ચિત્ર, જે ઘણા વખતથી અધૂરું હતું તે પૂરું કરીને જીમીને આપે છે, ને કહે છે કે મે ભલે તને જોયો નથી પણ તારું ચિત્ર મે બનાવ્યું છે. ઘણા સમય પછી મે આ ચિત્ર પૂરું કર્યું છે, જે હું તને ભેટમાં આપવા માંગુ છું. આજે હું જીતી એના બદલે તું શું આપીશ મને? જીમી જરા પણ વિચાર્યા વગર કહે છે કે મારું આખું જીવન તારા નામે કરવા માંગુ છું.કવિના પણ ખુશ થઈ જાય છે. અને બનેના કુટુંબના લોકો બનેના લગ્નની તારીખ પણ નક્કી કરે છે. મનિલાબેનને આજે કવિનાની ચિંતા પૂરી થઈ.         

આ બાજુ આખા દેશમાં જનતા, પોલીસ અને અશોકભાઈ જેવા દુષ્કર્મો કરતા લોકો સામે રેલી કાઢે છેને સરકારનું પોલીસ ઉપર દબાણ હોઈ છે પણ તે કાંઈ નથી કરી શકતી, જીમીએ આખા દેશના લોકોમાં એક હિમંત ઉભી કરી દીધી હતી. બે દિવસ આ બધું ચાલ્યું, મીડિયાવાળાને પણ સરકારે આવા સમાચાર દેખાડવાનીના પાડી હતી, પણ એ પણ લોકોની સાથે જ હતા. આખરે બે દિવસ પછી ધીરે ધીરે બધું શાંત થયું, અને જનતા એ જ આવા લોકોને આવી ખરાબ રીતે સજા આપી કે બીજીવાર કોઈ હિમંત ન કરે.

આ વાત તો પૂરી થઈ ગઈ, પણ હજુ કવિનાના જીવનમાં જે વાવાઝોડું આવાનું હતું તેનાથી બધા અજાણ હતા. કુદરતથી પણ કવિનાની ખુશી જોઈ નથી શકાતી. રાજેશભાઈ કોમલ અને શ્રીલેખાના ઘરે ફોન કરીને સારા સમાચાર આપે છે, ને બધાને મુંબઈ તેડાવે છે, જીમીના બાની તબિયત બરાબરનો હોવાથી, તે પોરબંદર સુધી નથી આવી શકે તેમ! માટે આપી અહીંજ લગ્ન કરીશું.

કોમલ,હાર્દિક,જતીન, શ્રીલેખા બધા મુંબઈ પહોચી જાય છે. કવિના અને જીમીને મળીને બધા બોવ ખુશ થાય છે. ખરીદી કરે છે, લગ્નની બધી તૈયારી કરે છે. બધા બોવ ખુશ હોઈ છે. લગ્નનો દિવસ નજીક આવે છે, કવિનાને મેહંદી મુકાય છે, એ જોયને રાજેશભાઈની આંખો ભિની થય જાય છે, આ સમય જ આવો છે કે બધાની આંખમાં ખુશીના આંસું હોય. 

કાલે સવારે કવિનાના લગ્ન છે. હવે હું એકલો થય જઇશ. એવું રાજેશભાઈ વિચારે છે, ત્યારે મનિલાબેન પણ તેની પાસે જ હોય છે. બને જણા એ વિચાર કરતા હોય છે ને એટલા માં સવાર થય જાય છે. કામની દોડાદોડીમાં રાજેશભાઈ પોતાના હૃદય રોગની દવા લેવાનું ભૂલી જાય છે. પણ મનિલાબેનના ભૂલ, તેને તરત કવિનાને યાદ કરાવ્યું અને કવિના તરત દવા લઈને ગય, રાજેશભાઈ એ દવા લઈ લીધી અને કિધુંકે હું હમણાં લઈ લવ.

એટલામાં જાન આવે છે, ને રાજેશભાઈ દવા લિધાવગર જાનનું સ્વાગત કરવા જાય છે. લગ્નની વિધિ શરૂ થઇ જાય છે. રાજેશભાઈની આંખો માંથી આંશુ વહેવાનું બંધ જ નોતું થાતું. તેને પોતાની તબિયત થોડી બરાબરના લાગી, એ જ સમયે કન્યાદાન માટે તેને બોલવામાં આવે છે, પણ રાજેશભાઈ ઊભા નથી થય શકતા. પણ મનિલાબેન તેનો હાથ પકડીલે છે, આટલા વર્ષોમાં પેલિવાર રાજેશભાઈને મનિલાબેનનો અહેસાસ થાય છે. મનિલાબેન કહે છે કે તમારે હિંમત કરીને ઉભુ થવું જ પડશે, આજે આપડી કવિના માટે ખુશીનો દિવસ છે.

મારી કવિનાની ખુશીમાં હું કંઈ વિઘ્ન નઈ આવા દવ. ભૂતકાળમાં પણ ભગવાન અને કવિનાની ખુશીની વચ્ચે હું ઉભી હતી, અને આજે પણ યમરાજને હું જીતવા નય દવ.રાજેશભાઈ મનિલાબેનનો હાથ પકડીને મંડપ સુધી જાય છે ને કન્યાદાન કરે છે. કવિનાની વિદાય થાય છે. કવિનાને વિદાય દઈને તરત રાજેશભાઈ જમીન પર પડે છે, બધા ગભરાઈ જાય છે. રાજેશભાઈ, કોમલ, શ્રીલેખા, અને શ્રુતિ બધાને પોતાની છેલ્લી ઈચ્છા કહેવા માગે છે. બધા ખૂબ રડે છે, પણ રાજેશભાઈ કહે છે કે કોમલ તું મને વચન આપ કે, આજેજ તું તારું પેલું ઓપરેશન કરીશ, મારી આંખો મારી કવિનાને આપીશ, જેથી હું તમને બધાને કવિનાની નજરથી જોઈ શકું. 

'બેટા શ્રીલેખા તું મને વચન આપ કે તું મને પોરબંદર સુધી પ્લેનમાં લઈ જઈશ, જે પ્લેન તું જ ચલાવીશ. તારી પહેલી સવારી માં હું નઈ પણ મારું શરીર હશે. બેન શ્રુતિ તું મને વચન આપ કે મારી બધી વિધિ આપડા ઘરેથી જ કરીશ. બધા ખૂબ રડે છે, અને આખરે રાજેશભાઈ એટલું બોલે છે કે મારી કવિના... બસ આટલું બોલતાની સાથે જ એમનો જીવ જતો રહે છે 

મનિલાબેનના પણ છેલ્લા શબ્દો આ જ હતા, મારી કવિના.... બંને પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને પૃથ્વી પરથી યમરાજ સાથે જાય છે. 

કવિનાના લગ્નની ખુશી કરવી કે રાજેશભાઈના મૃત્યુનો શોક કરવો ? બધા ખુબ રડે છે, પણ પછી શ્રેય બધાને હિંમત આપે છે. કોમલ નજીકની આંખનિ હોસ્પિટલમાંથી પરમિશન લાઇને રાજેશભાઈનું ઓપરેશન કરવા તૈયાર થાય છે. શ્રેય, જીમીને બધી વાત કરે છે અને કાવિનાને કંઈ કીધા વગર લાવવા કહે છે. જીમી કવિનાને લઇને આવે છે, અને વાતોમાં ને વાતોમાં તેને બેભાન કરી દે છે. કોમલને પોતાનું પેલું ઓપરેશન કવિનાનું જ કરવું હતું, પણ આ રીતે નઈ.

ઓપરેશન થાય છે ત્યાં સુધીમાં જતીન એરપોર્ટ પરથી પરમિશન લઈ આવે છે, અને બધા ઓપરેશન પૂરું થયા પછી પોરબંદર જાવા નીકળે છે. શ્રીલેખા પેલીવાર પ્લેન ચલાવે છે, પણ કુદરતનિ રમત તો જુવો, દીકરીઓ પોતાની સફળતાની ખુશી માનવે કે બાપની મૃત્યુનો શોક ?

બધા ઘરે પહોચે છે, કવિના ભાનમાં આવે છે, જિમીને ઘણા સવાલ કરે છે, કે આપડે ક્યાં છીએ ? મને પોરબંદરના ઘરમાં હોવ તેવી અનુભૂતિ થાય છે. મને સાચું કે. તરત કોમલ તેની આંખો પરની પટ્ટી ખોલે છે, અને તેને ધીરે ધીરે આંખો ખોલવા કહે છે. કવિના ધીરે ધીરે આંખો ખોલે છે પણ ખૂબ આજવળું હોવાથી સરખી રીતે ખોલી નથી શકતી, પછી ધીરે ધીરે ખોલે છે, ને જુવે છે તો સામે પોતાના માતા પિતા બનેના ફોટો પર હાર હોઈ છે! તે નીચે પડી જાય છે. તે રાજેશભાઈના મૃતદેહ પાસે બેસીને ખૂબ રડે છે ને ખૂબ આફ્સોસ કરે છે કે પપ્પા હું છેલ્લે તમારી સાથે નહોતી, પણ શ્રુતિ કહે છે બેટા તું સાથે જ હતી, ભાઈના છેલ્લા શબ્દો મારી કવિના..... જ હતા.

કવિનાને ખૂબ અફસોસ થાય છે કે જ્યાં સુધી હું જોય નહોતી શક્તિ ત્યાં સુધી પપ્પા સાથે હતા, અને આજે જોય શકું છું તો પેલિવર મારા પપ્પાનું જ મૃતદેહ જોયું! મારે નથી જોતી આવી દૃષ્ટિ, એમ કહીને પોતાની આંખોમાં મારે છે, બધા અને રોકે છે ને શાંત કરાવે છે. પછી બધા હિમંત ભેગી કરીને રાજેશભાઈની અંતિમ ક્રિયા કરે છે.

બધી વિધિ પૂરી કરીને એક મહિના પછી બધા જયારે ઘરે જાય છે ત્યારે શ્રીલેખા અને જતિન બધાને કહે છે કે તમારા પિયરના દરવાજા હંમેશા માટે ખુલ્લાજ છે, અમે આ ઘરનું આવીજ રીતે ધ્યાન રાખશું, અને આજથી અમે જ તમારું પિયર. બધાની આંખો ભીની હોય છે, ને છુટા પડે છે. રાજેશભાઈ અને મનિલાબેનને આ જોયને ખુશી થાય છેને તે લોકોને મોક્ષ મળે છે. માવતર જીવતા જીવત કે મૃત્યુ પછી પણ પોતાના બાળની જ ચિંતા કરતા હોય છે.

સમાપ્ત



Rate this content
Log in

Similar gujarati story from Inspirational